જૂનાગઢમાં દિવ્ય ભાસ્કરની નવમી આવૃત્તિનું લોકાર્પણ
દેશનાં અગ્રીમ હરોળનાં ભાસ્કર જૂથનાં અખબાર દિવ્યભાસ્કરની નવમી આવૃત્તિનો લોકાર્પણ સમારોહ આજે જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં સંતો-મહંતો, રાજકીય આગેવાનો, અધિકારીઓએ દિવ્ય ભાસ્કરની આધુનિક ટેક્નોલોજી અને અખબારી ધર્મ સાથે થઇ રહેલા સામાજીક કાર્યોને બિરદાવ્યા હતા.
જૂનાગઢ ખાતે આજે દિવ્ય ભાસ્કરનાં પ્રિન્ટિંગ અને પબિ્લશીંગ યુનિટનો પ્રારંભ કરી નવમી આવૃત્તિનું દબદબાભેર લોકાર્પણ કરાયું હતું. આ આજનાં સમારોહમાં ઉપસ્થિત એવા ભારત સાધુ સમાજનાં ગુજરાત પ્રદેશનાં પ્રમુખ મહંત ગોપાલાનંદજી, મોટાપીરબાવા તનસુખગીરીજી, ચાંપરડાનાં મહંત મુક્તાનંદજી, અક્ષર મંદિરનાં કોઠારી ધર્મકિર્તી સ્વામી, પોરબંદરનાં સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા, માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, જૂનાગઢનાં મેયર કેપ્ટન સતીષ વીરડા, ડેે. મેયર ગીરીશ કોટેચા, કલેક્ટર આશીર્વાદ પરમાર, રેન્જ આઇ.જી. પ્રવિણકુમાર સિંહા, ડીડીઓ બંછાનિધી પાની, ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, ભાજપનાં જિલ્લા પ્રમુખ માધાભાઇ બોરીચા, કૃષિ યુનિ. નાં ઉપકુલપતિ ડૉ. પટેલ,સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ભગાભાઇ રાડા,દિવ્Û ભાસ્કરનાં ચીફ ઓપરે શનલઓફિસર જગદીશ શર્મા, સ્ટેટ એડીટર અજય ઉમટ, ગુજરાત-૨ આવૃત્તિનાં એકઝી કયુટીવ એડીટર કાનાભાઇ બાંટવા, સ્ટેટ બીઝનેસ હેડ ધેર્મેન્દ્ર મિશ્રા અને લલિત જૈન, વગેરે મહાનુભાવોની ઉપસ્થિતીમાં નવિનર્મિત સંકુલને ખુલ્લું મુકાયા બાદ પ્રિન્ટ યુનિટમાં દીપ પ્રાગટ્યકરાયું હતું.
ત્યારબાદ આજ સંકુલનાં પાટંગણમાં યોજાયેલા સમારોહમાં રાજકીય-સામાજીક અગ્રણી અને અધિકારી વર્ગે પ્રવર્તમાન સમય મીડીયાનો હોવાનું અને દિવ્ય ભાસ્કર દૈનિકે આધુનિક ટેક્નોલોજીનો સમન્વય કરીને અખબારી ક્ષેત્રે અનોખી ક્રાંતિ સર્જી હોવાનું જણાવ્યું હતું. જ્યારે દિવ્ય ભાસ્કરનાં સીઓઓ અને સ્ટેટ એડીટરે પણ ભાસ્કર જૂથ દ્વારા જૂનાગઢ શહેરની આગવી ઓળખ બને અને જૂનાગઢ-પોરબંદર-અમરેલી અને દીવ જિલ્લાને સમાવતી નવમી આવૃત્તિનો આજથી શુભારંભ હોવાનું જણાવી લોકોજ આ અખબારનાં માલિક બને તેવો અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમનાં પ્રારંભે ગુજરાત-૨ નાં એકઝીકયુટીવ એડીટર કાનાભાઇ બાંટવાએ સોરઠની સંસ્કૃતિનાં વિકાસને વેગ આપવા દિવ્ય ભાસ્કરની નવમી આવૃત્તિ માટે જૂનાગઢનેપસંદ કર્યું હોવાનું જણાવી સહુને આવકાર્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.