તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AIDS જનજાગૃતિ માટે અનોખા આરોગ્ય રથનું ભાવેણામાં આગમન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં એચઆઈવી એઈડ્સ પ્રત્યે પ્રજાજનોમાં જાગૃતિ કેળવવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ‘પોકાર’ અભિયાન શરૂ કર્યું છે જેમાં એક વિશિષ્ટ આરોગ્ય- રથ ગામે ગામ ફરી રહ્યો છે. ૭૦ દિવસના રોડ શોમાં ૨૨૫૦ ગામડાઓમાં આ સંદેશ પહોંચશે. ભાવનગર શહેરમાં આજે આ આરોગ્ય રથનો પ્રવેશ થયો છે. આજે ભાવનગર શહેરમાં એઈડ્સ-એચઆઈવી જાણકારી માટે આરોગ્ય રથનું રૂપમ ચોકથી આગમન થયું છે. તાલીમબદ્ધ કાર્યકરો મનોરંજન સાથે એચઆઈવી/એઈડસની સંપૂર્ણ અને સાચી જાણકારી આપી રહ્યાં છે. આજે રૂપમ ચોક ઉપરાંત વડવા, કુંભારવાડા, માઢીયા રોડ વિસ્તારમાં આ આરોગ્ય રથ ફર્યો હતો. હવે તા.૨૧ જાન્યુ.ને શુક્રવારે ભાવનગરના હાદાનગર, ચિત્રા જીઆઈડીસી અને બોરતળાવ રોડ વિસ્તાર તેમજ તા.૨૨ જાન્યુઆરીને શનિવારે આ આરોગ્ય રથ ભાવનગરના ઈન્દિરાનગર, ફુલસર અને સીદસર વિસ્તારમાં ફરી એચઆઈવી-એઈડ્સ અંગે માહિતી આપશે. સમગ્ર ગુજરાતને પાંચ ઝોનમાં વહેંચી નાંખવામાં આવ્યું છે. ગેઈમ શો, ભાષણ અને અન્ય મનોરંજક કાર્યક્રમો સાથે એઈડ્સની માહિતી આપી જન જાગૃતિ કેળવવામાં આવશે.