માની સોડમાંથી માસુમને આંચકી ગયો દીપડો, જુઓ તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઊનાના ખાપટ ગામની સીમમાં દીપડાએ બાળકને ફાડી ખાધો

- માતાની સોડમાં સૂતેલા ત્રણ વર્ષનાં લાડકવાયા પુત્રને ઊઠાવી ગયા બાદ આજે બાળકનાં અવશેષો મળી આવ્યા

- દેવીપૂજક પરિવાર આઘાતમાં હતપ્રભ

ઊનાનાં ખાપટ ગામની સીમમાં ગતરાત્રિનાં સુમારે માતાની સોડમાં સૂતેલા ત્રણ વર્ષનાં બાળકને દીપડો ઉપાડી ગયા બાદ આજે તેનાં અવશેષો મળી આવતા દેવીપૂજક પરિવાર આઘાતમાં હતપ્રભ બની ગયો છે. આ બનાવથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.

આ બનાવની મળતી વિગત મુજબ તાલુકાનાં મુળ જૂના ઉગલા ગામે રહેતા દેવીપૂજક નાનજીભાઇ વલકુભાઇ વાઘેલા માલ-ઢોરની લે-વેંચનો વ્યવસાય કરતા હોય અવાર-નવાર પોતાનાં પરિવારને લઇ એક ગામથી બીજા ગામ વ્યવસાય અર્થે જતા હોય ગત તા. ૧૯ નાં રોજ તેઓ પોતાનાં પત્ની અને બાળકો રાજેશ (ઉ.વ.૭), સંગીતા (ઉ.વ.૫), રવિ (ઉ.વ.૩) અને અવિનાશ (ઉ.વ.૧) તેમજ ત્રણ બળદો અને છ જેટલા બકરા લઇને ખાપટથી રાતડ તરફ જતા રોડ પર મૂકામ કર્યો હતો.

રાત્રિનાં સમયે બળદગાડાને ઉભુ રાખ્યુ હતુ ત્યાં રસોઇ બનાવી ભોજન લીધુ હતુ. તેઓ હિંસક પ્રાણીઓની રંજાડથી વાકેફ હોય ગાડા નીચે બકરાને રાખી ફરતે વાડ પણ બાંધી દીધી હતી. દરમિયાન રાત્રિનાં ૧૦ વાગ્યાની આસપાસ માતાની સોડમાં નિંદ્રાધીન વચેટ પુત્ર રવિ (ઉ.વ.૩) ને શિકારની શોધમાં આવેલો દીપડો ઉઠાવી નાસી ગયો હતો.

આ સમયે અવાજ થતા નાનજીભાઇ સફાળા જાગી ગયા હતા અને પત્નીને જગાડી પુત્ર રવિ જોવા ન મળતા કોઇ હિંસક પ્રાણી ઉઠાવી ગયાનો અહેસાસ થતા ગામનાં સરપંચને જાણ કરતા તેમણે જશાધાર રેન્જ ઓફિસને સમગ્ર ઘટનાની વાત કરતા આરએફઓ બી.ટી. આહીરે ડીએફઓ અંશુમન શર્માને વાકેફ કરતા તેમના માર્ગદર્શન હેઠળ વનખાતાનાં પી.એલ. મારૂ, એલ.એચ. ઓડેદરા, ડી.એસ. ગોસાઇ, જે.સી. ગોસ્વામી, પ્રતાપ ખુમાણ, વિજય રાવલ સહિતની રેસ્કયુ ટીમનાં સ્ટાફે ઘટના સ્થળે પહોંચી માસુમની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઇ સગડ મળ્યા ન હતા.

દરમિયાન આજે વહેલી સવારનાં બાબુભાઇ અરજણભાઇ બારૈયા અને ભગવાનભાઇ રાજશીભાઇ મકવાણાની વાડીમાંથી રવિની ખોપડી, હાથ-પગનાં પંજાનાં અવશેષો મળી આવતા દેવીપૂજક પરિવાર હતપ્રભ બની ગયો હતો અને હૈયાફાટ રૂદનથી éદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

મૃતકના ૫રિવારને દોઢ લાખની સહાય અપાશે : વન વિભાગ

આ બનાવનાં પગલે ધારીથી ડીએફઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતકનાં પરિવારને રૂ. દોઢ લાખની સહાયનો ચેક આપવામાં આવશે તેમ વન વિભાગે જણાવ્યુ હતુ.

માનવભક્ષી દીપડાને પૂરવા ત્રણ પાંજરાં મૂકાયાં –

માનવભક્ષી દીપડાને પૂરવા અલગ-અલગ જગ્યાએ ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યા હોવાનું અને સ્ટાફને ખડે-પગે તૈનાત કરાયો હોવાનું ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતુ.

માલઢોરની કાળજી રાખી પણ પરિવારનું રક્ષણ કરવાનું ભૂલી ગયા –

નાનજીભાઇએ તેમનાં માલઢોરનાં રક્ષણની કાળજી રાખી પરંતુ પરિવાર ખૂલ્લામાં સુતો હોવાથી માસુમ પુત્ર દીપડાનો શિકાર બની ગયો હતો. નાનજીભાઇ હૈયાફાટ રૂદન સાથે પુત્રનાં એક-એક અવશેષોને એકત્ર કરી રહ્યા હતા ત્યારે આ દ્રશ્ય નહિાળનાર લોકોની આંખમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા હતા.


તમામ તસવીરો:જયેશ ગોંધીયા, ઉના

તમારો મત

આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.

Related Articles:

વ્યારાનાં ખાંભલા ગામે દીપડો દેખાતાં બે મંદિરમાંના ભક્તોમાં ફફડાટ
દીપડો દેખાયોને આખી રાત રહીશોનો ઉજાગરો !
અમરાપુર(ગીર)ને રંજાડનાર દીપડો પાંજરે