તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલાલા ગીરમાં વનરાજાઓનાં ટોળાનો આતંક

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સાંગોદર ગામ નજીક બે ગાયનું મારણ કર્યું
- ખેતીની સિઝન દરમિયાન સાવજોનાં આતંકથી ખેડૂતોમાં ફફડાટજુનાગઢ જિલ્લાનાં તાલાલા ગીરમાં છેલ્લા કેટલાક સમયથી સિંહ તેમજ દિપડાઓએ તરખાટ મચાવ્યો છે. વધુ એક બનાવમાં ગીરનાં સાંગોદર ગામમાં ગત મોડી રાત્રે સાવજોનું ટોળુ ધસી આવ્યું હતુ.સાવજોનું ટોળુ ગામમાં ધસી આવતાની સાથે જ ગાય-ભેંસોમાં નાસભાગ મચી ગઇ હતી. પરંતુ સાવજો પાસે અબોલ જીવો લાચાર બની ગયા હતા. સાવજોનાં ટોળાએ બે ગાયને દબોચી લઇ ગામ વચ્ચે બેસી આરામથી મારણ કર્યું હતુ.હાલ ખેતીની સિઝન ચાલી રહી છે, બીજી તરફ સિંહ તેમજ દિપડાઓએ આતંક મચાવતા ગ્રામજનો વાડી-ખેતરે જતાં પણ ગભરાઇ રહ્યાં છે.