• Gujarati News
  • ફાયદાકારક કુંવારપાઠું દુનિયામાં દવા બનાવવાના ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતી તમામ ઉત્તમ

ફાયદાકારક કુંવારપાઠું દુનિયામાં દવા બનાવવાના ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતી તમામ ઉત્તમ ઔષધિઓમાં માનવ સ્વાસ્થ્ય માટે અતિ ઉપયોગી મહાઔષધિ ગણાય છે ‘કુંવારપાઠું’ એટલે ઓલ ઇઝ વેલ ઔષધિ

12 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હર્ષદ પટેલ . મહેસાણા
માનવજીવનમાં એલોપેથિક દવાના બેફામ ઉપયોગના કારણે આડઅસર થવાની વધતી જતી સંભાવનાઓને લીધે લોકો હવે પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ પર વધુ વિશ્વાસ કરતા થયા છે. પ્રાચીનકાળમાં વનાૈષધજિન્ય ચિકિત્સા પદ્ધતિમાં કુંવારપાઠું અનેક રોગોમાં નિયમિત ઉપયોગમાં લેવાતું હતું અને તેના સારાં પરિણામ પણ મળતાં હતાં. આજે વિશ્વભરમાં કુંવારપાઠા પર સેંકડો લોકો વિશ્વાસ મુકીને વિવિધ રોગોના ઉપચારમાં તેનો ભરપૂર ઉપયોગ કરતા થયા છે. તેનું મુખ્ય કારણ તે નિર્દોષ, અસરકારક અને સંપૂર્ણ આડઅસર રહિત વનસ્પતિ છે.
કુંવારપાઠાનું ઔષધીય મૂલ્ય ઘણું વધારે છે. આ વનસ્પતિ ૬૦થી પણ વધારે જાતનાં માનવરોગોના ઇલાજમાં ધાયૉ પરિણામ આપે છે. આ વનસ્પતિ કેન્સર, ડાયાબિટિસ, એઇડ્સ, ઓઇન્ડીશ, ડાયજેશન, બ્લડ પ્યુરીફિકેશન અને લીવરસ્કીન માટે આશીર્વાદરૂપ ગણાય છે. એટલે જ આજે સમગ્ર વિશ્વની માનવજાતિએ આવશ્યક ઔષધિ તરીકે સ્વીકાયું છે. કુંવારપાઠાની વધતી જતી માંગ સાથે તેના ઉત્પાદનનું પણ પૂરેપુરું મૂલ્ય મળી રહેતું હોવાથી તેની ખેતી હવે પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં થોડે ઘણે અંશે થવા લાગી છે.
કુંવારપાઠાની ખેતી ખર્ચ કરતાં આમદાની વધુ આપતી હોવાથી ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે આવી ઔષધીય ખેતી તરફ નજર દોડાવે તે ઇચ્છનીય છે.
કુંવારપાઠાની કેટલીક જાણિતી પ્રજાતિઓ વ્યાવસાિયક અને વ્યાપારિક રીતે ખૂબ જ મહત્વ ધરાવે છે. જે પૈકી શિન એલીવેરાટોર્ન એકસમીલ પ્રજાતિ મુખ્યત્વે ઔષધિ ઉત્પાદનમાં જ વપરાય છે. આ પ્રજાતિ માટે આપણા દેશનું વાતાવરણ સૌથી વધુ અનુકુળ છે. તેના પાંદડાંમાં એન્થ્રાકવીનોન ગ્લાયકોસાઇડનું પ્રમાણ ૩૫ ટકા જેટલું હોય છે.
આવી જ બીજી પ્રજાતિ છે એલોહેરોકસ. જે કેપએલોનાના નામથી પણ જાણિતી છે. જેમાં એલોઇનનું પ્રમાણ ૯ થી ૧૨ ટકા જેટલું હોય છે.
જ્યારે એલોકુટીકોના પ્રજાતિમાં એલોઇનનું પ્રમાણ ૧૦ થી ૧૫ ટકા હોય છે. સોકોટીન કે જિન્જીવર એલોના નામે ઓળખાતી એલોવીરથી પ્રજાતિના પાંદડામાં એલોઇનનું પ્રમાણ ૨૫ થી ૩૦ ટકા જેટલું હોય છે.
કુંવારપાઠાનું મૂલ્યવર્ધન-ઉપયોગ
ન્હાવાના સાબુ તરીકે : કુંવારપાઠામાંથી બનેલા સાબુના ઉપયોગથી શરીર પરની ધૂળ-રજકણો અને બેકટોરિયાનો નાશ થાય છે.ત્વચાના િછદ્રો ખોલી દે છે અને વૃદ્ધાવસ્થાની કરચલીઓ દૂર કરે છે. સુગંધીદાર હોવાથી શરીરને પ્રફુિલ્લત રાખે છે.કુંવારપાઠું ચામડીના રોગો માટે ખૂબ ઉપયોગી છે. તેની ફેરનેશ ક્રીમ ચામડીને સુંદર અને સૂર્યના તાપથી રક્ષણ આપે છે. ઠંડક આપે છે. તેમજ ખીલ, ખાડા, કાળા ડાઘ, એલર્જી, ઇન્ફેકશન, ખંજવાળ વગેરે દૂર કરે છે.
દંતમંજન તરીકે : દંતમંજનમાં કુંવારપાઠું, અમૃતા અને ગોખરુના મશિ્રણથી પાવડર બનાવવામાં આવે છે. જે દાંતમાં થતી દુર્ગધ, પાયોરિયા, દાંતનો દુ:ખાવો, સડો, દાંતનું હલવું આ બધા રોગોમાં સારી અસર કરે છે.
હર્બલ સુપર જેલ તરીકે : કુંવારપાઠાથી તૈયાર કરાયેલી જેલ દાઝેલા ઘા, દુ:ખાવો, સાંધાનો દુ:ખાવો, પીઠ-કમરદર્દ વગેરેમાં ખૂબ અસરકારક કામ કરે છે.

કુંવારપાઠાનું મૂલ્યવર્ધન-ઉપયોગ
હર્બલ હેર િકલનર તરીકે : આ હેર િકલનર ખરતા વાળ અટકાવે છે, ખોડો દૂર કરે છે, વાળને ચમકદાર અને સુંદર, ભરાવદાર બનાવે છે.
હર્બલ સ્કબ ક્રીમ તરીકે : સ્કબ ક્રીમમાં કુંવારપાઠું અને એપ્રિકોટસ છે. જે ચહેરાના ડાઘ દૂર કરે છે, ખીલના ડાઘ મટાડે છે. ત્વચાને પોષકતત્વો પૂરાં પાડતી હોવાથી ચહેરો ખીલી ઉઠે છે.
હર્બલ હેલ્થિંડ્રકસ તરીકે : કુંવારપાઠાનો હર્બલ જયૂસ પીવાથી લીવર ખૂબ સારી રીતે કામ કરે છે, જેથી તેને લગતા તમામ રોગ દૂર થાય છે. જયૂસ પીવાથી સ્ત્રીઓમાં માસિકની તકલીફ, પેઢુ વધવું, શરીરમાં ચરબીનું પ્રમાણ અટકાવે છે. ચામડીના રોગ, ખંજવાળ પણ મટાડે છે.
કુંવારપાઠાના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો
કુંવારપાઠાના છોડમાં ૯૫ ટકા જેટલું પાણી, ૫ ટકા ઘન પદાર્થો કે જેમાં ૭૦થી વધુ સક્રિય રસાયણો હોય છે. આ છોડ ઔષધીય, આરોગ્ય, સૌદર્ય પ્રસાધનો તેમજ દવાના ઉપયોગ માટે જાણિતો છે. આ છોડને ‘એલોલેટેકસ’ અને ‘એલો જેલ’ એમ બે ભાગમાં વહેંચી શકાય છે.એલો લેટેકસ : એલો લેટેકસમાં રહેલા એન્થ્રાકવીનોના રેચકનું કાર્ય કરે છે. સાથે તે અલ્પમાત્રામાં સૂક્ષ્મ જંતુનાશક તરીકે અને દર્દપ્રતિરોધકનાં ગુણધર્મો પણ ધરાવે છે.