બનાવો ચટાકેદાર 'સાઉથ ઈન્ડિયન સાંભાર'

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ઈડલી, ઢોંસા, ઉત્તપમમાં ચાલશે આ સ્વાદિષ્ટ સાંભાર સામગ્રી: ટમેટા, 2 ડુંગળી, 1 આદુનોટુકડો લસણ, 1 મોટા કળી આંબલી, 2 ઈંચનો ટુકડો તુવેર દાળ, 1/2 કપ મદ્રાસ સાંભાર પાવડર, 1 ટેબલસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર, 1 ટીસ્પૂન ખાંડ, 1/2 ટીસ્પૂન લીલા ધાણા મીઠું સ્વાદ અનુસાર તેલ, 2 ટીસ્પૂન મસાલો: રાઈના દાણા, 1/2 ટીસ્પૂન જીરુ, 1/2 ટીસ્પૂન અડદની દાળ, 1/2 ટીસ્પૂન હીંગ, 1 ચપટી સૂકા લાલ મરચા, 3 લીમડાના પાન, 6 તેલ, 1 ટીસ્પૂન રીત: -ટમેટા અને ડુંગળીની છાલ ઉતારીને તેને સમારી લો. -આંબલીને ગરમ પાણીમાં થોડી વાર માટે પલાળીને રાખો અને પછી તેના રેસા કાઢીને તેનો રસ કાઢી લો -લીલા ધાણાને ધોઈને ઝીણા સમારી લો, લસણ અને આદુની પેસ્ટ બનાવી લો. -એક કપ પાણીમાં તુવેરની દાળને બાફી લો,બાફેલી દાળને પીસી લો. -એક કઢાઈમાં એક ટીસ્પૂન તેલ લો અને તેમાં સમારેલી ડુમંળી નાંખો. -ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યા સુધી તેને સાંતળો. -આદુ લસણની પેસ્ટ પણ ઉમેરો. -એક બીજા વાસણમાં સમારેલા ટમેટા, આંબલીનો રસ, એક કપ પાણી, હળદર અને મીઠું ઉમેરો. -ટમેટા નરમ થઈ જાય ત્યા સુધી પકાવો. -હવે તેમા પહેલા સાંતળેલી ડુંગળી અને પીસેલી તુવેર દાળ અને એક કપ પાણી ભેળવો. -બરાબર હલાવીને સાંભાર પાવડર, હળદર, લાલ મરચાનો પાવડર, ખાંડ અને મીઠું ઉમેરો. -હવે થોડી મિનીટ સુધી ઉકળવા દો. -એક નાના વાસણમાં તેલ ગરમ કરો અને પછી રાય-જીરુ નાંખો. -જ્યારે રાઈના દાણા ફૂટી જાય ત્યારે તેને બાકીનો મસાલો નાંખીને આ વઘારને ઉકળતા સાંભારમાં નાંખો. -લીલા ધાણાથી ગાર્નિશ કરીને મદ્રાસ સાંભારને ગરમ ગરમ પીરસો.