બનાવો ચટાકેદાર 'પંજાબી છોલે'

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
3 વ્યક્તિઓ માટે બનાવો છોલે સામગ્રી: 350 ગ્રામ-કાબુલી ચણા, 2 બટાકા 150 ગ્રામ-ટામેટાં ગ્રેવી માટે 150 ગ્રામ-કોપરાનું ખમણ 2 ડુંગળી ગ્રેવી માટે આમલી આદું મરચાં કોથમીર સોડા મીઠું તેલ અથવા ઘી જરૂરિયાત પ્રમાણે મસાલા માટે: ધાણા-જીરુ મરી તજ લવિંગ અને ઈલાયચી રીતઃ - કાબુલી ચણાને રાત્રે પલાળી સવારે પાણીમાં સોડા નાખી બાફો. - સૌ પ્રથમ ડુંગળીને સમારીને ઘીમાં સાંતળો - ઘી ગરમ કરી બટાટાની ચિપ્સ તળીને એક બાજુ પર રાખો. - તજ, લવિંગ, એલચી, ધાણા-જીરું મરીને શેકી તથા આદુ-મરચાં, કોથમીર બધાને વાટી નાખો. - હવે વાટેલ મસાલો ઘીમાં સાંતળી તેમાં ટામેટાના ટુકડા અને આમલીનું પાણી ઉમેરો -બાદમાં બાફેલ ચણા અને મીઠું નાખો થોડું ઉકાળો એટલે છોલે તૈયાર. - ગરમાગરમ છોલે પ્લેટમાં મૂકી, તેના ઉપર બટાકા તથા ડુંગળીની ચિપ્સ, લીલાં મરચાંના ટુકડા, સમારેલ કોથમીરથી ગાર્નિશ કરો. - બસ, પંજાબી છોલે તૈયાર પરોઠાં સાથે ગરમાગરમ છોલે સર્વ કરો.