શ્રાવણીયો સોમવાર બનાવો ચટાકેદાર 'ફરાળી દહીંવડા'

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉપવાસમાં ખાઈ શકશો સ્વાદિષ્ટ ફરાળી દહીંવડાંસામગ્રી
1/2 કપ પનીર
1 કપ સિંઘોડાનો લોટ
1 કપ બાફેલા મેશ કરેલા બટાકા
1 સ્પૂન આદુ મરચાં પિસેલા
1/4 કપ અધકચરા પિસેલા કાજુ કિશમીશ થોડી
2 કપ ફેટેલું દહીં
સીંધાલુણ સ્વાદ અનુસાર
1 ટેબલ સ્પૂન ખાંડ
1 ટેબલ સ્પૂન જીરા પાવડર
દાડમના દાણા
તળવા માટે તેલરીત-પનીરને પીસી તેમાં બટાકા, કાજુ, કિશમિશ લીલુ મરચું હળદર તેમજ સીંધાલુણ ઉમેરો
-તેના નાના નાના ગોળા બનાવી લો
-હવે સિંધાલુણના લોટને પલાળી તેના દડુકીયા ઉતારી લો
-ઠંડા દહીંમાં ખાંડ મેળવી દહીંને ફેટી લો
-એક પ્લેટમાં વડા પીરસી તેમાં દહીં ઉમેરો
તેના પર જીરાં પાઉડર,દાડમ અને કોથમીરથી ગાર્નીશ કરો