એકત્રીસમી જાન્યુઆરી 2014ના ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટર મિલ્પીટાસ કેલીફોર્નીયા ખાતે 'બેઠક'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો વિષય હતો “તો સારું”,આવા નૂતન વિષયને પહેલીવાર સ્થાન આપવામાં આવ્યું હતું .પ્રજ્ઞા દાદભવાળા એ બેઠકનું આયોજન કરી, રાજેશભાઈ શાહ તથા કલ્પનાબેન રઘુ શાહના સહકાર સાથે સમગ્ર બેઠકનું સંચાલન કર્યું,આમંત્રિત સઘળાં મિત્રોનું સ્વાગત રામજીભાઈ દ્વારા સ્પોન્સર્ડ મસાલેદાર ચાય, કોફી, જ્યોત્સનાબેનના બિસ્કિટ અને પ્રજ્ઞાબેનના ખીચા સાથે થયું. ચ્હા અને નાસ્તાની લહેજત માણી સભાનો દોર સંચાલકના હાથમાં સોંપ્યો. 35 કરતાં વધુ સભ્યોની હાજરી આકર્ષક રહી.
કલ્પનાબેન ની ગણેશસ્તુતિ પછી પ્રજ્ઞાબેને સહુનું માનભેર સ્વાગત કરી, બેઠક નીશરૂઆત કરી. ભીખુભાઈએ રજૂઆતની શરૂઆત કરીને લોકોને પ્રેરણા આપી.એક પછી એક મિત્રો આવીને પોતાની કૃતિનો રસથાળ પિરસી રહ્યા હતા. તેને સાંભળવાનો તથા નિહાળવાનો લહાવો સહુએ ખુલ્લા દિલે માણ્યો .
બેઠક અંગેનો અહેવાલ વિગતવાર વાંચવા માટે સ્લાઇડ બદલતા રહો..
(અહેવાલ સૌજન્યઃપ્રજ્ઞા દાદભવાળા, તસવીરો સૌજન્યઃ ડો. રઘુ શાહ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.