સ્વામિનારાયણ ગુરુઓ દ્વારા પહેરાતી પાઘડી પહોંચી જર્મનીના ખાસ સંગ્રહમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતના ઇતિહાસ પ્રમાણે રાજા-મહારાજાઓ માથાને ઢાંકવા માટે વિશિષ્ટ પાઘડીઓ પહેરતા હતા. પાઘડીએ ખાસ પ્રકારની પ્રતિષ્ઠાનું સૂચન કરે છે. હાલમાં કેટલાંક ચોક્કસ ધર્મોમાં પાઘડી કે અન્ય પ્રકારની ટોપીનો ઉપયોગ માથાને ઢાંકવા માટે કરવામાં આવે છે.

જર્મનીમાં રહેતા આંત્રપ્રિન્યોર ડાયેટર ફિલિપ્પી ઘણાં વર્ષોથી વિવિધ ધર્મોની અને મહત્ત્વ ધરાવતી પાઘડીઓ કલેક્ટ છે. લગભગ 500થી વધુ પાઘડીઓ અને ટોપીઓ ધરાવતા આ પ્રાઇવેટ કલેક્શનમાં હાલમાં જ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ જે પાઘડી પહેરે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાણીને આનંદ થશે કે હાલમાં જ અમદાવાદથી એક સ્વામિનારાયણ ગુરુઓની પાઘડીને જર્મની મોકલવામાં આવી છે.

ફિલિપ્પી કલેક્શનના ઓનર ડાયેટર ફિલિપ્પીએ divyabhaskar.com સાથેની ખાસ વાતચીતમાં સ્વામિનારાયણ પાઘડી અંગે રસપ્રદ વાતો જણાવી હતી.

સ્વામિનારાયણ સંપ્રદાયની પાઘડી જર્મની કેવી રીતે પહોંચી તેની રસપ્રદ વાત જાણવા માટે સ્લાઇડ બદલો...