તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UK: જરૂરિયાતમંદોની મદદે આવ્યું સ્વામિનારાયણ મંદિર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે બધાને એવું જ લાગતું હોય છે કે, યુરોપિયન દેશો કે અમેરિકામાં ગરીબો કે ભીખારી ના હોય, પણ યુકેમાં પણ કેટલાંય ગરીબો ને રખડતાં લોકો છે. રહેવા માટે મકાન કે માથે છાપરું ના હોય એવા લોકોને ઘણીવાર ખાવાના ફાંફા પડી જતાં હોય છે. આવા હોમલેસ લોકો સુપરમાર્કેટ કે દુકાન તરફથી ચેરિટીરૂપે મળતા ખાવા પર નભતા હોય છે.

વિલ્સ્ડેન સ્વામિનારાયણ મંદિર દ્વારા ગત સપ્તાહે અનોખી ચેરિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ સપ્તાહથી સ્વયંસેવકો હોમલેસ લોકો માટે ખાસ ખાવાનું રાંધેને તેને પેક કરીને રાત્રે વહેંચવા નીકળે.
આવા સ્વયંસેવકો રોજ ઓફિસથી રોજનું કામ પતાવીને સીધા મંદિરે આવે ને ગરમ ખાવાનું અને સ્વેટર-ધાબળાં ભરીને હોલબોર્ન તરફ નીકળે. સેન્ટ્રલ લંડનના હોલબોર્ન વિસ્તારના સૌથી વધુ હોમલેસ અને ગરીબ લોકો ભેગા થતાં હોય છે.

લંડનમાં પડતી સખત ઠંડીને કારણે વિલ્સ્ડેન સ્વામિ. મંદિરમાં સ્વયંસેવકો હોમલેસ લોકોમાં ગરમ ચા કે કોફી, સોફ્ટ ડ્રિંક, ફ્રૂટ, શાલ, સ્વેટર, બ્લેન્કેટ, મોજા, ગ્વોવ્ઝ અને ગરમ ટોપી વહેંચવામાં આવ્યા છે. સ્વામિનારાયણ મંદિર દ્વારા 300 લોકોને મદદ કરવામાં આવી હતી.

મંદિરના સદકાર્ય અંગે વધુ જાણવા માટે સ્લાઇડ બદલો...
(તસવીરો અને અહેવાલઃ સૂર્યકાંત જાદવા, લંડન)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો