તમામ પ્રાકૃત્તિક સંપદા માત્ર હરાજીથી આપી ન શકાય: સુપ્રીમ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-2જી ચુકાદા પર અસર નહીં પડે -આવક કરતાં જનહિત પર ધ્યાન અપાવું જોઈએ કુદરતી સંપતિની હરાજી અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ અભિપ્રાય આપ્યો છે. કોર્ટના જણાવ્યા પ્રમાણે, કુદરતી સાધનોની હરાજી એકમાત્ર વિકલ્પ નથી. 2જી મામલે કોર્ટના ચુકાદા પર પ્રેસિડેન્સિયલ રેફરન્સ અંગે પાંચ જજોની ખંડપીઠે આમ ઠેરવ્યું હતું. કોર્ટને નોંધ્યું હતુંકે, હરાજીથી આવક વધી શકે છે,પરંતુ જનહીત પણ ધ્યાનમાં રાખવું જોઈએ. કોર્ટના કહેવા પ્રમાણે, નીતિઓ ઘડવી એ સરકારના વિવેક પર નિર્ભર છે, પરંતુ સરકારની નીતિઓની સમીક્ષા થઈ શકે છે. કોર્ટને સ્પષ્ટ કર્યું હતું કે, આ ચુકાદાની 2જી કેસ પર કોઈ અસર નહીં થાય. કોર્ટે ઉમેર્યું હતું કે, કોઈપણ ખાનગી કંપનીને ધંધાકીય લાભ માટે પ્રાકૃત્તિક સંપતિ ફાળવવામાં આવે તો તેની હરાજી કરવી જોઈએ. જો આમ ન થાય તો તેને કાયદાનો ભંગ માનવામાં આવશે. સુપ્રીમ કોર્ટે તા. 2 ફેબ્રુઆરી 2012ના 122 ટેલિકોમ લાઈસન્સિસને રદ કરી દીધા હતા. સરકારે કોર્ટના આ ચુકાદાને બંધારણના અનુચ્છેદ 143(1) હેઠળ 12 એપ્રિલે પ્રેસિડેન્શિયલ રેફરન્સ માટે મોકલી અપાયો હતો.
Related Articles:
‘માય નેમ ઈઝ ખાન’ની પીડામાંથી કોઈ ના ગુજરે: સુપ્રીમ કોર્ટ
શિક્ષણની ગુણવત્તા સારી હોવી જોઇએ : સુપ્રીમ
એસ્સાર આઠ હપતામાં બાકી સેલ્સ ટેક્સ ચૂકવે: સુપ્રીમ