રામ ભક્ત સંત અને વાનરનું અનોખું મિલન

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રી કાલકા માતા મંદિર પટાંગણમાં રામકથા ગાયક દેવમિત્રાનંદ ગિરિજી અને રામકથા વાચક મહંત ગોપાલદાસજી પ્રવચન આપી રહ્યા હતા. ઓચિંતા એક વાનર દર્શકો વચ્ચે અતિથિઓ માટેના માર્ગેથી શાંતિપૂર્વક ચાલીને મંચ પર પહોંચ્યો. વાનરને જોઇને પહેલાં તો લોકો ચોંકી ગયા, પરંતુ પછી વાનરનો ધાર્મિક સ્વભાવ જોઇને મુગ્ધ થઇ ગયા. આ જંગલી વાનર હતો, તે ઓચિંતો આવ્યો અને પછી જતો રહ્યો. આ દ્રશ્ય ફોટો જર્નાલિસ્ટ શાહિદ મીરે કેમેરામાં કેદ કર્યું હતું.