તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુંભ નગરીનું આ દ્રશ્ય જોઈ તમને થઈ જશે અરર...રરર..

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમૃત કુંભ વિસ્તારમાં આરોગાય છે છપ્પન ભોગ અને થોડાં જ અંતર પર....

સંગમ તટ પર વસેલ અલ્લાહબાદમાં એક તરફ આધ્યાત્મની અખૂટ સંપત્તિ વરસી રહી છે. અનેક આશ્રમો દ્વારા લાખો-કરોડો રૂપિયાનાં ખર્ચે મહેલ જેવાં પંડાલ તૈયાર કરવામાં આવ્યા છે, અહીં ચોવીસેય કલાક 56 ભોગ આરોગવામાં આવી રહ્યાં છે. બીજી બાજુ, અલ્લાહબાદમાં એક વિસ્તાર એવો પણ છે, જ્યાં લોકો માત્ર ચાર ફૂટની વાંસની ઝૂંપડીમાં રહેવા માટે મજબુર છે. આશ્રમનાં ભંડારાઓમાંથી એકઠું થયેલું અનાજ પોતે ખાય છે અને વધે તેને સુકવીને પોતાનાં ઢોર-ઢાંખરને ખવડાવે છે.

ત્રિવેણી તટ પર અમૃત કુંભ ક્ષેત્રમાં પ્રવેશ કરીએ એટલે અખાડાંઓની ચકાચૌંધ જોઈને તમે આશ્ચર્યમાં પડી જશો. એક-એક અખાડાંઓએ પંડાલ પાછળ કરોડોનો ખર્ચ કર્યો છે.અહીં બાબાઓ મોટી-મોટી લક્ઝરી ગાડીઓમાં ફરે છે, પરંતુ આધ્યાત્મિક નગરનું એક બીજું દ્રશ્ય પણ છે.

તસવીરી ઝલક માટે ફોટોગ્રાફ્સ સ્લાઈડ કરો.