ભાજપે આ રીતે બચાવી ગડકરીની ખુરશી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપે આખરે પોતાના અધ્યક્ષને બચાવી જ લીધા અને આર્થિક બાબતોના નિષ્ણાત એસ. ગુરુમૂર્તિ દ્વારા બંધબારણે કરવામાં આવેલા પ્રેઝન્ટેશન દ્વારા પૂર્તિ ગ્રુપને સ્વચ્છ પણ ગણાવી દેવામાં આવ્યું. પૂર્તિ ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીની કંપની છે. આ કંપની સામે ગત દિવસોમાં ઘણા પ્રકારની ગેરરીતિઓના આરોપો મૂકવામાં આવ્યા હતા. ગડકરીના મુદ્દા અંગે ભાજપમાં મંગળવારે રાજકીય ઊથલપાથલ સ્પષ્ટ રીતે બે ભાગોમાં જોવા મળી હતી. બપોર સુધી ગડકરી બેકફુટ પર દેખાયા હતા, પરંતુ બપોર પછી વિરોધી નેતાઓની પીછેહઠ થઇ હતી.- હું દિલગીર છુંવિવેકાનંદ વિષેની મારી ટિપ્પણીથી કોઇની લાગણી દુભાઇ હોય તો હું ખેદ વ્યક્ત કરું છું. હું લોકોની માફી માંગું છું. - નીતિન ગડકરી, પ્રમુખ, ભાજપ