-ઈરોઝ કંપનીના સીઈઓની પુત્રીના લગ્ન ઉમેદ મહેલમાં થશે -ફિલ્મ સ્ટાર્સની હાજરી બોલિવુડની વિખ્યાત કોપીરાઈટ કંપની ઈરોઝના સીઈઓ કિશોર લુલ્લાની પુત્રી ઋષિકાનાં લગ્ન ભવ્ય ઠાઠમાઠથી યોજાશે. ત્રણ દિવસીય કાર્યક્રમની ભવ્ય શરૂઆત ગુરૂવારે સાંજે સાત કલાકે બાલસમંદમાં મહેંદી રસમથી થશે. એનઆરઆઈ દુલ્તા સ્વનીત સહિત વરપક્ષના સભ્યો બુધવારે જોધપુર પહોંચ્યાં હતાં. કાર્યક્રમમાં ભાગ લેવા માટે અનિલ કપુર તેની પુત્રી લારા દતા અને તેના પતિ મહેશ ભૂપતિ સહિત અનેક હસ્તીઓ હાજર રહે તેવી વકી છે. સુરક્ષા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત વિદેશી કંપનીઓને તહેનાત કરવામાં આવી છે. નિમંત્રણ પત્રિકા વગર કોઈને લગ્ન કાર્યક્રમમાં પ્રવેશ નહીં અપાય.
Related Articles:
લીઝ હર્લી બાદ \'ઉમેદ ભવન\' માં ફરી ગુંજશે શરણાઇ