ક્રિકેટ ગ્રાઉન્ડ પર વટથી ફરતો જોવા મળતો દાઉદ ઈબ્રાહિમ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિરોઈનો અને ફિલ્મ સ્ટાર્સ પણ શારજહામાં માણી ચૂક્યા છે 'વીઆઈપી' બોક્સની મજા

તાજેતરમાં દેશમાં મેચ ફિક્સિંગ તથા સ્પોટ ફિક્સિંગના રેકેટનો પર્દાફાશ થયો છે. આ માટે દિલ્હી અને મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. એવું કહેવાય છે કે, આ રેકેટ્સના તાર દુબઈ સુધી જોડાયેલ છે. દુબઈ એટલે સ્વાભાવિક રીતે જ ડી-કંપનીની વાત કરે છે.

ડી કંપનીના છોટા શકીલે કેટલાક મીડિયા હાઉસીસ સાથે વાત કરી છે અને તાજેતરના સ્પોટ ફિક્સિંગમાં કે બેટિંગ નેટવર્કમાં દાઉદનો હાથ નહીં હોવાનું કહ્યું હતું, પરંતુ આ વાત સહેલાઈથી કોઈના ગળે ઉતરે તેમ નથી. ભૂતકાળમાં દાઉદનો ક્રિકેટ પ્રેમ કેમેરામાં કેદ થઈ ગયો છે.

ફિલ્મ સ્ટાર અનિલ કપુર સાથે દાઉદ ઈબ્રાહિમ. એવું કહેવાય છે કે, એક મેચ દરમિયાન બંને વીઆઈપી બોક્સમાં હતા, ત્યારે આ તસવીર લેવામાં આવી છે. છોટા શકીલે સ્વીકાર કર્યો હતો કે, જ્યારે શરદ શેટ્ટી જીવતો હતો, ત્યારે દાઉદ ઈબ્રાહિમ બેટિંગના ધંધામાં હતો. તે સમયે શારજહામાં દાઉદ ઈબ્રાહિમે વીઆઈપી બોક્સ રાખ્યું હતું.

એક ફિલ્મ હિરોઈન સાથે દાઉદની તસવીર જોવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.