શિક્ષણની ગુણવત્તા સારી હોવી જોઇએ : સુપ્રીમ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોને અપાતા શિક્ષણની ગુણવત્તા સારી હોવી જોઇએ. તેના માટે શિક્ષકોની નિમણુંક માટે યોગ્યતાના માપદંડોનું સખ્ત પાલન થવું જરૂરી છે.જસ્ટિસ બીએસ ચૌહાણ અને જસ્ટિસ એફએમ ઇબ્રાહીમ કલીફુલ્લાની બેંચે જણાવ્યું હતું કે લોકશાહીમાં જીવન ઉચ્ચ સ્તરીય શિક્ષણ પર નિર્ભર કરે છે. કોઇ પણ ભોગે તેને જાળવી રાખવું જરૂરી છે. તે સર્વમાન્ય તથ્ય છે કે કોઇપણ ખામી વગરની લોકશાહી ન હોઇ શકે, પણ આપણે ઉચ્ચ શિક્ષણથી તેને દૂર કરી શકીએ છીએ.પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની ગુણવત્તા સારી હોવી જ જોઇએ. તેના માટે તાલીમબદ્ધ શિક્ષકો જોઇએ. અત્યારે સૌથી મોટી સમસ્યા સારા શિક્ષણવિદ મેળવવાની છે. આ પ્રશ્ન હલ થાય તો ગુણવત્તામાં આપોઆપ સુધારો આવી શકે છે. અદાલતે આ આદેશ એક શિક્ષકની અરજી પર આપ્યો છે. જેને યોગ્યતા નહિ હોવાથી નોકરીમાંથી કાઢી મુકાયો હતો.