ભાજપના પૂર્વાધ્યક્ષને બંગારુ લક્ષ્મણને ચાર વર્ષની કેદ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બાંગારુને ચાર વર્ષની જેલ, એક લાખનો દંડ- કોર્ટે કહ્યું કે ‘સબ ચલતા હૈ’નું વલણ ચાલશે નહીં- વકીલે ઉંમર અને બીમારીનું કારણ આપીને સજા ઓછી કરવાની અપીલ કરી- બાંગારુ સીબીઆઈ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે- તહેલકાએ સ્ટિંગ ઓપરેશન કરીને ભાજપના પૂર્વ પ્રમુખને ૧ લાખની લાંચ સ્વીકારતા ઝડપ્યા હતાલશ્કર માટે શસ્ત્ર ખરીદીની બનાવટ કરવા માટે લાંચ લેવાના કેસમાં ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ બાંગારુ લક્ષ્મણને ચાર વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત કોર્ટે તેમને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સીબીઆઈની વિશેષ અદાલતે શનિવારે સજા ફટકારતા કહ્યું હતું કે ભ્રષ્ટાચારના કેસમાં કોઈ જ રાહત આપી ન શકાય. ‘સબ ચલતા હૈ’નું વલણ બદલવું પડશે.અગાઉ શુક્રવારે જસ્ટિસ કંવલજીત અરોરાએ બાંગારુ લક્ષ્મણને લાંચના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. શનિવારે સવારે ૧૦.૩૦ કલાકે બાંગારુની સજા અંગે ચર્ચા શરૂ થઈ હતી. જોકે ૧૪ પાનાંની સજાની જાહેરાત બપોરે ૨.૩૦ કલાકે થઈ હતી. ત્યારબાદ તરત જ બાંગારુને તિહાર જેલ મોકલી દેવાયા હતા. બાંગારુના વકીલે કહ્યું હતું કે તેઓ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે. તેમણે બધું જ મીડિયા દ્વારા કરાવાયું છે.બધાની પોતપોતાની દલીલ :સીબીઆઈના વકીલ :સીબીઆઈના વકીલે કહ્યું કે ગુનો થયો તે સમયે બાંગારુ મોટા હોદ્દા પર હતા. ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર હતી અને બાંગારુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. આવા સંજોગોમાં પાંચ વર્ષથી વધુની સજા થવી જોઈએ.બાંગારુના વકીલ :બચાવ પક્ષના વકીલ અજય દગપિાલે કહ્યું હતું કે બાંગારુનો કોઈ જ એવો ઈતિહાસ રહ્યો નથી. પહેલી વારના ગુના માટે તેમને ઓછામાં ઓછી સજા થવી જોઈએ.બાંગારુની વિનંતી :કોર્ટે બાંગારુનો મત પણ જાણ્યો. બાંગારુએ કહ્યું કે તેમની બે વાર બાયપાસ સર્જરી થઈ છે. સુગરની પણ તકલીફ છે. સજા ઓછી કરવા તેમણે અપીલ કરી.જસ્ટિસ કંવલજીત અરોરાનો ચુકાદો :બાંગારુ લક્ષ્મણને ભ્રષ્ટાચાર અટકાયત ધારાની કલમ ૯ હેઠળ દોષિત ઠરાવવામાં આવે છે. તેમને ચાર વર્ષની સખત કેદની સજા અને એક લાખ રૂપિયાના દંડની સજા કરવામાં આવે છે. જો દંડની રકમ નહીં ચૂકવે તો છ મહિનાની જેલ વધારે થશે.કેસ શું હતો :તહેલકાડોટકોમના પત્રકાર અનિરુદ્ધ બહેલ અને મેથ્યુ સેમ્યુઅલે જાન્યુઆરી-૨૦૦૧માં સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. બન્નેએ પોતાની ઓળખ સંરક્ષણ ઉપકરણો બનાવતી બ્રિટિશ કંપની વેસ્ટ એન્ડ ઈન્ટરનેશનલના એજન્ટ તરીકે આપી હતી. ભારતીય સેનાને થર્મલ ઈમેજર સપ્લાય કરવા માટે ભલામણ કરવા માટે બાંગારુ સહિત ૧૬ લોકોને ૧૦ લાખ રૂપિયાની લાંચ આપી હતી. ૧૩ માર્ચ, ૨૦૦૧ના રોજ વીડિયો સાથે આ સમાચાર વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાં બાંગારુ ભાજપના કાર્યાલયમાં નોટો લેતા જોવા મળ્યા હતા.ભ્રષ્ટાચાર અંગે કોર્ટની સખત ટિપ્પણી :- ‘સબ ચલતા હૈ’ સ્વીકારવાનાં વલણથી આ સ્થિતિ આવી છે.- દરેક જગ્યાએ કાયદેસર કામ માટે પણ ગેરકાયદેસર રીતે પૈસા આપવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.- આવા સંજોગોમાં ઓછામાં ઓછું કોર્ટે ભ્રષ્ટાચાર સામે કડક વલણ અપનાવવું પડશે.- સંસદ અને સુપ્રીમ કોર્ટ પણ ભ્રષ્ટાચારના કેસમાં સજા વધારવાના મુદ્દે ગંભીર છે.- રાજકીય ભ્રષ્ટાચાર સમાજ પર શાસન કરવાના કાયદાના સૌથી અનિવાર્ય લક્ષ્યને નબળો પાડવા લાગ્યો છે.

તમારો મત

સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.


Related Articles:

લાંચકાંડમાં દોષિત ઠર્યા ભાજપના પૂર્વાધ્યક્ષ બંગારૂ લક્ષ્મણ