કેશુભાઈને સમર્થન આપવાની કિંમત ચુકવી રહ્યા છે સંજય જોષી

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ-આરએસએસના પ્રચારક એવા નરેન્દ્ર મોદી અને સંજય જોષી વચ્ચે ૧૯૯૦થી ૧૯૯પ દરમિયાન ખૂબ જ નિકટના સંબંધ હતા. ૧૯૯પમાં ગુજરાતમાં સૌ પ્રથમવાર ભાજપને સત્તા સ્થાને બેસાડવામાં આ બંને આગેવાનોની ભૂમિકા અત્યંત મહત્ત્વની રહી હતી. આ બંનેની તનતોડ મહેનતને કારણે ગુજરાતમાં ભાજપે એકલા હાથે સત્તા કબજે કરી એટલું જ નહીં, કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. ૧૯૯પના અંતમાં ભાજપના જ કદાવર ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈની સરકાર સામે મોરચો માંડયો અને ભાજપમાં એવું ઘમાસાણ મચ્યું કે કેશુભાઈને મુખ્યપ્રધાનપદ છોડવું પડયું અને તેમના સ્થાને મુખ્યપ્રધાનપદે સુરેશ મહેતાને ગાદી સોંપવામાં આવી. સાથોસાથ નરેન્દ્ર મોદીને ગુજરાત છોડીને દિલ્હી મોકલવામાં આવ્યા.અલબત્ત, નરેન્દ્ર મોદીને દિલ્હી મોકલવાનો નિર્ણય એક સમજૂતીના ભાગરૂપે લેવામાં આવ્યો હતો અને બસ ત્યારથી મોદી-જોષીના રસ્તા ફંટાઈ ગયા. હાઈકમાન્ડને જ્યારે મોદીને ગુજરાત છોડવાની ફરજ પાડી ત્યારે મોદી સમસમીને બેસી રહ્યા હતા જ્યારે બીજી તરફ કેશુભાઈ અને જોષીની જોડી જામી ગઈ.પરિસ્થિતિ પલટાઈ૨૦૦૧માં તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને ભાજપ હાઈકમાન્ડે દિલ્હી તેડાવ્યા અને પાછલા બારણે નરેન્દ્ર મોદીને ગુજરાત આવવાનો અવસર મળી ગયો. ભૂકંપમાં પુનર્વસનની ધીમી કામગીરી અને વિધાનસભાની સાબરમતી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના પરાજયનું બહાનું આગળ ધરીને કેશુભાઈ પટેલને ફરી એકવાર ગાદી છોડવી પડી અને તેમના સ્થાને મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી આરૂઢ થયા. ગુજરાતની ગાદી સંભાળ્યા પછી મોદીએ પક્ષ, સરકાર અને સંગઠન પર પોતાની પકડ મજબૂત બનાવી જેની સીધી અસર કેશુભાઈ અને તેમના સમર્થકો પર પડી.સંજય જોષીને ભાજપમાં કેમ દૂર થવું પડયુંમુંબઈમાં ૨૦૦પમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારી દરમિયાન સંજય જોષીની એક મહિ‌લા સાથેની સંદિગ્ધ સેક્સ સીડી જાહેર થતાં ભાજપમાં ભૂકંપ આવ્યો અને આ સીડીકાંડને કારણે જોષીને ભાજપમાંથી પડતા મૂકવામાં આવ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ એ સમયે જોષીને જાહેરમાં સાથ આપવાનું ટાળ્યું હતું. જો કે, આ સીડીકાંડની તપાસમાં જોષીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા પરંતુ જોષીને પક્ષમાં પરત લાવવામાં ઉત્તર પ્રદેશની ચૂંટણી કારણભૂત બની.રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીએ જોષીને જેવી જવાબાદારી સોંપી કે તરત જ ભાજપમાં સત્તા માટેની ખેંચતાણ શરૂ થઈ ગઈ. મોદીએ જોષીને સોંપવામાં આવેલી જવાબદારીનો સાંકેતિક વિરોધ કર્યો, એટલું જ નહીં, ગડકરી સહિ‌તના નેતાઓ સમક્ષ નારાજગી પણ વ્યક્ત કરી કે એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહીં. વિવાદ વધુ વકરે નહીં તે માટે ભાજપ હાઈકમાન્ડે મોદીની નારાજગીને અવગણી પરંતુ મોદી પોતાની વાતને વળગી રહ્યા અને સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરવા દિલ્હીમાં યોજાયેલી કારોબારીમાં ગેરહાજર રહ્યા અને આખરે સંજય જોષી ફરી પરાસ્ત થયા.જોશી વિરુદ્ધ મોદીજોષી ૧૯૮૮માં મહારાષ્ટ્રથી અમદાવાદ આવ્યા. ૧૯૯૦માં મોદી મહા સચિવ હતા અને જોષી સચિવ. બંનેએ પાંચ વર્ષ સાથે કામ કર્યું.૧૯૯પમાં વાઘેલાએ બળવો કર્યો. મોદીને ગુજરાત છોડવું પડયું. જોષી મહા સચિવ બન્યા.૧૯૯૮માં મોદી ગુજરાત આવવા માગતા હતા. જોષી વિરોધમાં હતા. બંને વચ્ચે વિવાદ છેડાયો.૨૦૦પમાં વિવાદ વધુ ઉગ્ર બન્યો. સંજય જોષીની વિવાદી સીડી બહાર આવી. તેમને રાજીનામુ આપવું પડયું.સંજય જોષીની વિવાદાસ્પદ સીડી પાછળ નરેન્દ્ર મોદી હોવાની શંકા વ્યક્ત થઈ.૨૦૧૨માં છ વર્ષ બાદ જોષીને ઉત્તર પ્રદેશની ચૂંટણીના પ્રભારી બનાવાયા. મોદી ભયંકર નારાજ થયા. ઉત્તર પ્રદેશમાં પાર્ટીનો પ્રચાર કર્યો નહીં.