પટેલ યુવકનું USAમાં થયું અપહરણ, પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડ્યો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આમોદના પટેલ યુવકનું USAમાં થયું અપહરણ
- ચીસ્ટરફિલ્ડમાં ગેસ સ્ટેશનના માલિક પરેશ પટેલનું પાંચ દિવસ અગાઉ અપહરણ કરાયું
- હજુ સુધી અત્તોપત્તો ન લાગતાં પરિવારજનો ચિંતિત
- ૧૯૯૧થી અમેરિકામાં સ્થાયી થયા હતા

અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં ચીસ્ટરફિલ્ડ ખાતે સ્થાયી થયેલા આણંદના પેટલાદ તાલુકાના આમોદ ગામના પરેશ દિનકરભાઈ પટેલનું રવિવારે વહેલી સવારે અજાણ્યાં બે શખ્સોએ અપહરણ કરતાં સનસનાટી મચી ગઈ છે. ગેસ સ્ટેશનના માલિક ૪૪ વર્ષિ‌ય પરેશ પટેલનો પાંચ દિવસથી કોઈ અત્તોપત્તો ન મળવાથી પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આમોદ ખાતે રહેતા પરેશભાઈના મોટાભાઈ નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે 'પરેશ પટેલ (ઉ.વ.૪૪) સને ૧૯૯૧થી અમેરિકામાં સ્થાયી થયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત અનુયાયી પરેશનું વર્જિનિયા સ્ટેટમાં ચીસ્ટરફિલ્ડ ખાતે જેફરસન ડેવિસ હાઇવે પર ગેસ સ્ટેશન આવેલું છે. ગત રવિવારે સવારના ૬ કલાકે ગેસ સ્ટેશન ખોલવા પહોંચેલા પરેશનું બે શખસ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.

સ્થાનિક પોલીસ પાંચ દિવસથી શોધખોળ કરી રહી છે, પરંતુ ભાળ મળી નથી. પરેશ પટેલના પરિવારમાં પત્ની લોમા અને પુત્ર જયકુમાર, પુત્રી ખુશ્બુ છે. સુમેળભર્યો સ્વભાવ અને ધાર્મિ‌ક વૃત્તિ ધરાવતાં પરેશ પટેલની પાંચ દિવસથી ભાળ નહીં મળતાં પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.’

પરિવાર પર આફત

'અમેરિકા રહેતાં બિઝનેસમેન પરેશભાઈના અપહરણને લઈ પરિવારમાં ભારે ચિંતાનું વાતાવરણ છે. છેલ્લા કેટલાક સમયથી માતા કપિલાબહેન પણ તેમની સાથે છે. તેઓનો ગઈકાલ રાત્રે જ ફોન પર સંપર્ક થયો હતો, પરંતુ તેઓ વાતચીત કરી શક્યા નોહતાં અને ફોન પર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં.’ -નરેન્દ્રભાઈ ડી. પટેલ, આમોદ.

યુકેમાં ૧૬ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ધરપકડ