ઇશારા પર થશે કન્ટ્રોલ

12 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એન્જિનિયરિંગના સ્ટુડન્ટે બનાવેલા ડિવાઈસની મદદથી કોઈ પણ કોમ્પ્યુટર રિલેટેડ ઈન્સ્ટ´મેન્ટને માત્ર હાથના ઈશારાથી ઓપરેટ કરી શકાશે જે ઘણા કામ આશાન કરી દેશે. આજના આધુનિક યુગમાં સાયન્સ અને ટ‹કનોલોજી ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યાં છે. દરરોજ કોઈને કોઈ સંશોધન થઈ રહ્યાં છે. વર્તમાન સમયને આઈટી યુગ કહેવામાં આવે છે. કોમ્પ્યુટરની મદદથી લોકો અવનવું સંશોધન કરી રહ્યાં છે. પ્લે સ્ટેશન અને થ્રીડી વિડીયો ગેમ્સ તેનું ઉદાહરણ છે. આવી જ કેટલીક વિડીયો ગેમ્સ રમતાં રમતાં નીરમાના બે વિદ્યાર્થીઓએ અનોખી શોધ કરી દીધી. નિરમા યુનિવર્સિટીમાં ઇસીનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી હાર્દિક પંડયા અને કલોલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકલનોલોજીના કમ્પ્યૂટર સાયન્સમાં અભ્યાસ કરતો તેનો મિત્ર આદેશ શાહ વિડિયો ગેમ રમવાના શોખીન છે. આ ગેમ્સ રમતાં રમતાં તેમણે હવામાં હાથ ફેરવીને દૂરની કોઇ પણ વસ્તુને હજારો કિલોમીટર દૂરથી કન્ટ્રોલ કરી શકાય તેવા મોશન સેન્સર ડિવાયસની શોધ કરી છે. કમ્પ્યૂટર કે લેપટોના કર્સરને નિરમાના બે વિદ્યાર્થીઓ માઉસની જગ્યાએ હવામાં હાથ હલાવીને કન્ટ્રોલ કરે છે. હાર્દિક પંડયાને અભ્યાસના ભાગરૂપે એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો. ‘ડિસ્ટન્ટ ઓબ્જેકટ મેન્યૂલેશન’ નામના પ્રોજેક્ટ માટે કમ્પ્યૂટર સાયન્યસમાં અભ્યાસ કરતા તેણે આદેશના સંહયોગથી આ ડિવાઇસની શોધ કરી છે. તેઓ જણાવે છે કે વિડિયો ગેમ રમતા રમતા તેમને મોસન સેન્સર અંગે જાણવાની ઇચ્છા થઇ અને તેમણે આ મોસન સેન્સરનો ઉપયોગ કમ્પ્યૂટરના કર્સર સાથે કર્યો જેમાં તેઓ સફળ થયા. ઇસી ડિપાર્ટમેન્ટના હેડ અને પ્રોજેક્ટ ગાઇડ પ્રોફેસર નાગેન્દ્ર ગજ્જર અને પ્રોફેસર ધવલ શાહે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ દ્વારા કોઇ પણ વસ્તુને હાથના ઇશારા દ્વારા દૂરથી કન્ટ્રોલ કરી શકાય છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, આ મોશન સેન્સર ઉપર ભારતમાં બહું ઓછુ કામ થયું છે વિદેશમાં મોસન સેન્સર દ્વારા સેટેલાઇટ ઓપરેટ કરવામાં આવે છે. કોઈ પણ ખૂણાથી ઓપરેટ થઈ શકશે... આ મોશન સેન્સરથી રોબટીક કામ ખૂબ આસાનીથી કરી શકાય છે. જેના દ્વારા હજારો કિલોમીટર દૂર રહેલા ડોક્ટર પોતાના હાથના મૂવમેન્ટ દ્વારા પેશન્ટનું ઓપરેશન સફળતા પૂર્વક કરી શકે છે. આ ડિવાઇસને સફળ બનાવવા માટે છેલ્લા ત્રણ મહિનાથી હાર્દિક અને આદેશ રાત-દિવસ એક ધારી મહેનત કરી રહ્યાં હતા. પોતાના આ આવિષ્કાર અંગે જણાવતા હાર્દિક કહે છે કે, આ સિસ્ટમને કમ્પ્યૂટર સાથે એટેચ કરી દુનિયાના કોઇ પણ ખૂણેથી ઓપરેટ કરી શકાય છે. જો આ સિસ્ટમ સાથે એક સેન્સર રોબર્ટને જોડવામાં આવે તો તેને આપેલા કરેલા નિર્દેશ અનુસાર કાર્ય કરે છે. મોશન સેન્સરનો ઉપયોગ : કમ્પ્યૂટર એનિમેશન ગ્રાફીકસ તૈયાર કરી શકાય છે.
એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં ઓટોમેશન કરી શકાય છે.
વાયરલેશ કોમ્યૂનીકેશનમાં ખૂબ ઉપયોગી છે.
એડવાઇઝ ડિસપ્લેને દૂરથી કન્ટ્રોલ કરી શકાય છે.