ભગવાનની પ્રતિક્ષા નહીં પણ સમીક્ષા કરવી : આશારામ બાપુ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-સત્સંગ માનવ જીવનનું અમૃત છે -પચાસ વર્ષની સાધનાથી જે ફળ મળે છે તે અડધી ઘડીના સત્સંગથી મળે સત્સંગ જીવનનું અમૃત છે. સત્સંગથી સાચી સમજ આપવા સાથે પોતાની ભૂલો સમજાય છે, એવું સંત આશારામ બાપુએ આણંદમાં વ્યાયામશાળા મેદાન ખાતે આયોજિત સત્સંગ સભાના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓને સંબોધતા જણાવ્યું હતું. સત્સંગ સભામાં દેશ-વિદેશથી પૂનમ વ્રતધારીઓ આણંદ સભા સ્થળે આવી પહોંચ્યા હતા. જીવનમાં સત્સંગનો મહિ‌મા સમજાવતાં સંત આશારામ બાપુએ જણાવ્યું હતું કે 'જેમ વરસાદ અમાપ વરસે છે, એવી રીતે પચાસ વર્ષની સાધનાથી જે ફળ મળે છે તે અડધી ઘડીના સત્સંગથી મળે છે. સત્સંગથી જીવનમાં સાચું સુખ પ્રગટ થાય છે.’ ભગવદ્દ સ્વરૂપનું વર્ણન કરતાં આશારામ બાપુએ જણાવ્યું હતું કે ' ભગવાનની પ્રતિક્ષા નહીં પણ સમીક્ષા કરવી અને ભગવાનના સ્વરૂપ વિશે જાણવું જોઈએ. સત્સંગથી ગુરુમંત્ર અને ગુરુકૃપાથી ભગવતપ્રાપ્તિ સહજમાં જ થઈ જાય છે.’ ભારતીય સંસ્કૃતિના વૈદિક મંત્રની શકિત પર પ્રકાશ પાડતાં આશારામ બાપુએ જણાવ્યું હતું કે 'યંત્ર કરતાં મંત્રનો પ્રભાવ અનેકગણો હોય છે. ગુરુમંત્રના જપથી નાનામા નાની વ્યક્તિ મહાન બની શકે છે. ઓમકાર મંત્ર સર્વ મંત્રોનો સેતુ છે.’ આશારામ બાપુનો પમી ફેબ્રુ.ને રવિવારે પણ દિવ્ય સત્સંગ યોજાશે.