તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મગજથી કાન સુધી પ્રસરેલી જટિલ ગાંઠની સફળ સર્જરી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સયાજી હોસ્પિટલમાં ખેડાના દર્દી પર જટીલ ગાંઠની સર્જરી કરાઇ હતી. છ મહિના પહેલાં ખેડા જિલ્લાનાં ભરેલ ગામનો વતની મકસુદ કમુમિયાં મલેક ઉમર વર્ષ ૪૦ના કાનમાં બહેરાશ, જોવાની દ્રષ્ટિ અને ચહેરાનું હલન-ચલન બંધ થઇ જતાં તેમને સયાજી હોસ્પિટલના ન્યૂરો સર્જરી વિભાગમાં દાખલ કરાયા હતા. તે સમયે તે દર્દી લથડિયાં ખાતો હતો. હોસ્પિટલના ન્યુરો સર્જનને ડૉ. અમય પાટણકરે તેને તપાસી તેનુ એમ.આર.આઇ કરાવતાં એક્સરે રિપોર્ટમાં દર્દીના નાના મગજથી માંડીને કાન સુધી મોટી ગાંઠ પ્રસરી ગયેલી જોવા મળી હતી તથા મગજમાંથી નીકળતું ૮-૯-૧૦ અને ૧૧ ક્રિમયલ નસો ને સંપૂર્ણ લકવાગ્રસ્ત થઇ ગઇ હતી, અને તે દર્દનું નિદાન થયું સ્વાનોમા ટયૂમર કાન અને મગજ સુધી પ્રસરી ગયેલી આ ગાંઠને કાઢવા માટે એસ.એસ.જી હોસ્પિટલના ઇ.એન.ટી વિભાગના વડા રંજન ઐયર અને ન્યૂરો સર્જન અમય પાટણકરે સંયુક્ત રીતે ૧૬ કલાક સતત ઊભા રહી આ દર્દીના મગજમાંથી ગાઠને દૂર કરી દર્દીને નવું જીવન આપ્યું હતું. આ અંગે વાત કરતાં ઇ.એન.ટી. વિભાગના વડા ડૉ. ઐયરે જણાવ્યું હતું કે ન્યૂરો સર્જન અને ઇ.એન.ટી. સર્જનના સંયુક્ત સહકારથી આ સર્જરી પ્રથમવાર વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં કરવામાં આવી હતી સર્જરી બાદ આજે તે કોઇ પણ વ્યક્તિની સહાય વગર ચાલી શકે છે તથા જોઇ શકે છે ફક્ત તેના કાન વડે સાંભળી શકતો નથી કેમ કે સર્જરી દરમિયાન તેના કાનને સંપૂર્ણ રીતે સિલ કરી દેવામાં આવ્યો છે. આ અંગે ન્યૂરો સર્જન અમય પાટણકરે જણાવ્યું હતું કે સ્વાનોમાંટ્યુમરનું આ બીમારી દર એક લાખ વ્યક્તિએ એક વ્યક્તિની થતી હોય છે જેના કારણે આ કેસો નું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. સ્વાનોમા ટ્યુમર શું છે ? સ્વાનોમા શરીરની ચેતાગ્રથિંમા પેદા થતી એક પ્રકાની ગાઠ છે. મગજમાંથી ઉદ્ભવતી ક્રેનિયલ નસોમાં પણ સ્વાનોમાં ઉદભવી શકે છે શરીરના જે ભાગમાં તે ઉદ્ભવે છે તે પ્રમાણે તેના લક્ષણો જોવા મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો