તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- હાલમાં કેનેડા રહેતા તુષાર હાલમાં ભારતમાં હિન્દી ફિલ્મના શૂટિંગ માટે આવ્યા છે
- પોરબંદરમાં જન્મ બાદ વડોદરામાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાંથી એલ્પાઇડ આર્ટ્સમાં સ્નાતક થયેલા તુષારની એનઆઇડીમાં પસંદગી થઇ હતી
મૂળ વડોદરામાં ઉછરેલા અને હાલમાં કેનેડા રહેતા તુષાર ઉનટકટને હાલમાં જ અન કન્વેશનલ કરિયર પાથમાં અસરકાર કામ માટે ટ્રાયલ બ્લેઝર પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે તુષાર ઉનટકટ એપ્લાઇડ આર્ટ, ફોટોગ્રાફી અને ફિલ્મ મેકીગ ક્ષેત્રે પણ ખૂબ જ સારું કામ કરી રહ્યાં છે.
પોરબંદરમાં જન્મ બાદ વડોદરામાં અભ્યાસ અને મ.સ.યુનિની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાંથી એલ્પાઇડ આર્ટ્સમાં સ્નાતક કક્ષાના અભ્યાસ બાદ તુષારની એનઆઇડીમાં પસંદગી થઇ હતી. ત્યાર બાદ તેમણે ઇગ્લેંન્ડમાં કમર્શીયલ ફોટોગ્રાફીમાં ઓનર ડિગ્રી મેળવી હતી. અને જર્મનની સ્કોલરશીપ મેળવી તેમણે ઇન્ડિય ડાયસપોરા પર રીસર્ચ કર્યું છે. જેમાં મિલેનિયમ પૂર્વે ભારતમાં કલ્ચરલ ઇમ્પેકટ પર સંશોધન કર્યું હતું. જેના માટે તેમને બીબીસી એશીયા એવોર્ડ, મીલેનીયમ એવોર્ડ જેવા અનેક પુરસ્કારોથી સન્માનીત કરવામાં આવ્યા છે. જ્યારે હાલમાં જ અનકન્વેશનલ કરીયર પાથ એટલે કે અલગ પ્રકારના વિષયમાં ઉમદા કારકીર્દી માટે ‘ટ્રાયલ બ્લેઝર’ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવનાર છે.
૧૫મી એપ્રિલના રોજ કેનેડા ખાતે યોજાનાર એવોર્ડ ફંકશનમાં તેમને આ પુરસ્કારથી સન્માનીત કરાશે. હાલમાં પોતાની ફિલ્મના શુટિંગ માટે વડોદરા આવેલ તુષાર ઉનટકટએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમની ફિલ્મ અંગે વાત કરતાં જણાવ્યું કે, મેં અનેક શોર્ટ ફિલ્મ્સ અને ફિચર ફિલ્મ્સ કરી છે. હાલમાં હું ‘સૂરખાબ’ નામની ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યો છું. જેનું અડધું શુટિંગ કેનેડામાં થયું છે અને અડધું ભારતમાં થનાર છે. આ ફિલ્મના શુટિંગ માટે જ હું ભારત આવ્યો છું. અને વડોદરા મારી માતૃ ભૂમિ હોવાથી હું અહીં આવ્યો છું.
તુષાર કેનેડામાં ન્યુહો આઇડીયા નામની સંસ્થા ચલાવે છે. જે નવા કલાકારોને આર્થિક મદદ સાથે પ્લેટફોર્મ પૂરું પાડે છે. વડોદરાના કલાકારને મળેલાં આ ગૌરવથી વધુ એક વખત વડોદરા કલાનગરી સાબિત થઇ છે.
Sponsored By
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.