એક એવા NRI, જે કરે છે દર વર્ષે અનોખો સેવાયજ્ઞ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતમાં આવી અંગ્રેજી શીખવાડે છે આ NRI 'ભાષા સમજવા માટે પ્રણાલિકા સમજવું બહું જ અગત્યનું છે. ત્યારે ભારતની એજ્યુકેશન સિસ્ટમ પ્રમાણે અંગ્રજી ભાષા ગ્રામર આધારિત શીખવાડવામાં આવે છે. ગ્રામર હાડપિંજર છે, ત્યારે ભાષા જીભનો પહેરવેશ છે. વિદ્યાર્થીઓ હંમેશા વાતાવરણ જોઇને જ ભાષા શીખે છે.’ આ શબ્દો છે છેલ્લા ૨પ વર્ષથી અંગ્રેજી ભાષાની તાલીમ આપનાર અનંત જોશીના. જેઓ ૨૦, ૨૧, ૨૨, ૨૭ સપ્ટેમ્બરના રોજ નિ:શુલ્ક અંગ્રેજી ભાષા શીખડાવવા માટે ક્લાસ ચલાવશે. તેઓ દર વર્ષે ૬ મહિ‌ના માટે અમેરિકાથી શહેરમાં આવે છે. આ સમય દરમિયાન અંગ્રેજી વિષયની જાગૃતિ ફેલાવવા માટે આ પ્રકારની એક્ટિવિટી હાથ ધરતા હોય છે. ભૂતકાળમાં પણ આ પ્રકારના નિ:શુલ્ક ક્લાસ દ્વારા હજારથી વધુ વિદ્યાર્થીઓને ટ્રેઈનિંગ આપી હતી. આ વિષય પર વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, 'ભાષા એ શબ્દની ગોઠવણી નથી, પરંતુ શબ્દોનું વાક્યમાં રૂપાંતર છે. હાલના સમયમાં ભાષાની નિપુણતાની સાથે કેવી રીતે ભાષા દ્વારા વાત રજૂ કરવામાં આવે છે, તેનું મહત્વ વધારે જોઇ શકાય છે. જેથી એક ખાસ કોપી રાઇટ મેથડ થકી ગુજરાતી બાળકોને અંગે્રજી શીખવાડવાની સાથે તેને કેવી રીતે પ્રેઝન્ટ કરવું તે પણ શીખવાડવામાં આવશે. બેઝિક સ્ટડીઝમાં રોજીંદા જીવનમાં બનતી ધટનાઓને રસપ્રદ રીતે રજૂ કરવાથી સહેલાઇથી સમજાવી શકાય છે.’