ને અચાનક વડોદરામાં તમામ ચીજોના પડછાયા અદ્રશ્ય થઇ ગયા

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હવે આ ઘટના નવમી જુલાઈએ માણવા મળશે
- વાદળો વિલન બનતા ખગોળપ્રેમીઓ કેટલોક સમય નિરાશ થયા હતા

છેલ્લા એક મહિનાથી શહેરવાસીઓ સૂર્યની હાજરીમાં તમામ ચીજોના પડછાયા દૂર થવાની વાટ જોતા હતા તે ઘડીનો આજે આખરે અંત આવ્યો હતો. આજે વડોદરામાં બરાબર ૧૨.૩૬ મિનિટે શહેરમાં તમામ ચીજોના પડછાયા અદ્રશ્ય થયા હતા. પ્લેનેટેરિયમ ખાતે આ ઘટનાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

પડછાયો અદ્રશ્ય થવાની ઘટના નિહાળવા માટે આજે સવારથી જ પ્લેનેટેરિયમ ખાતે સેંકડો મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. જ્યારે અન્ય શહેરીજનોએ પોતાના ઘરની અગાસી-ધાબા પર જમાવડો કર્યો હતો. પણ વાદળો વિલન બનતાં સૂર્યનારાયણનો તાપ ઝાંખો પડતાં આ દુર્લભ ઘટનાના સાક્ષી નહીં બની શકાય તેવી શક્યતા ઉભી થઈ હતી. પણ પડછાયો ગાયબ થવાની ઘટના અગાઉ સૂર્યનારાયણની મહેર થતાં પડછાયો અદ્રશ્ય થવાની ઘટના નિહાળી શકાઈ હતી.

આ ઘટના વિશેની જાણકારી આપતાં ખગોળવિદ્ દિવ્યદર્શન પુરોહિતે જણાવ્યું કે, ‘ પૃથ્વીનો૨૩.૫ ડિગ્રીનો ઝુકાવ છે આજે વડોદરામાં ૧૨.૩૬ કલાકે આ આકાશી ઝુકાવ સ્થળના અક્ષાંસ સાથે મેચ થવાને કારણે આ સ્થળે પડછાયો થોડીક ક્ષણ માટે ગાયબ થયો હતો. આજે વડોદરા ઉપરાંત રાજકોટ અને જામનગરમાં પણ બપોરે કેટલાક સમય માટે પડછાયો ગાયબ થશે.’ ઉલ્લેખનીય છે કે, આ ઘટના હવે નવમી જુલાઈએ વડોદરા, રાજકોટ અને જામનગરના શહેરીજનો માણી શકશે.

પ્લેનેટેરિયમ ખાતે પડછાયો અર્દશ્ય થવાની ઘટના નિહાળવા શહેરના મ્યુ.કમિશનર મનોજકુમાર દાસ, મેયર ડો.જયોતિબહેન પંડ્યા, ડે. મેયર અરવિંદ પટેલ, સેવાસદનની સ્થાયી સમિતિના અધ્યક્ષ શબ્દશરણ બ્રહ્નભટ્ટ, કાઉન્સિલર અશોક પવાર, પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના ડાયરેકટર વી.આર. ચખિલિયા સહિત સેવાસદનના અનેક પદાધિકારીઓ અને ખગોળપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

- પડછાયો ગુમ થવાની ઘટના આ શહેરમાં ક્યારેય નહીં જોવાય

૨૩.૫ ડિગ્રી અક્ષાંશ વૃત્તથી વધુ અક્ષાંશ વૃત્તના શહેરોમાં ક્યારેય પડછાયો ગાયબ થવાની ઘટના જોઈ શકાશે નહીં. ૨૩.૫ ડિગ્રી અક્ષાંશવૃત્તથી ઉપરના મુખ્ય શહેરોમાં ઉત્તરભારતમાં દિલ્હી. હરિદ્વાર, મથુરા અને જયપુર, શ્રીનગર સહિતના શહેરોનો સમાવેશ થાય છે.

- ક્યાં ક્યારે પડછાયો ગાયબ થયો કે થશે ?

છોટાઉદેપુર - ૧૨.૩૪ કલાકે
ખંભાત - ૧૨.૩૮ કલાકે
રાજકોટ - ૧૨.૪૬ કલાકે
જામનગર - ૧૨.૪૮ કલાકે
દ્વારકા - ૧૨.૫૦ કલાકે
ઓમાન - ૧.૪૮ કલાકે
મસ્કત - ૧.૫૦ કલાકે

યોગાનુયોગ આજે વર્ષનો મધ્યદિવસ
આજે સૂર્યની પોઝિશન શહેરના માથે આવી હતી ત્યારે પડછાયો ગાયબ થવાની ઘટના સર્જાઈ હતી. પણ યોગાનુયોગ શુક્રવારે હેપી મિડ યર કહેવું પડે તેમ વર્ષનો પણ બરાબર વચ્ચેનો દિવસ હતો. વર્ષ ૨૦૧૧ના આજે ત્રીજી જુને ૧૮૨ દિવસ પૂરા થયા હતા જ્યારેચાલુ વર્ષના ૧૮૨ દિવસ હજી બાકી