કેમેરાની નજરે જુઓ કોસ્ટલ ગુજરાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટોગ્રાફી ઓન કોસ્ટલ ગુજરાત’ થીમ પર ફોટોગ્રાફી)
અમદાવાદ: ગુજરાત ઈકોલોજી કમિશન દ્વારા યોજાયેલી 'ફોટોગ્રાફી ઓન કોસ્ટલ ગુજરાત’ થીમ પર ફોટોગ્રાફી કોમ્પિટિશનના વિજેતા ફોટોગ્રાફ્સ સહિ‌ત પ૦ ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન હઠીસિંહ આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન ૧૮ જુલાઇ સુધી બપોરે ૪થી રાત્રે ૮ સુધી નિહાળી શકાશે.
સજીવસૃષ્ટિ અને કુદરતી સ્ત્રોત અંગે અવેરનેસ ક્રિએટ કરવાના હેતુ સાથે વર્લ્ડ એન્વાયર્મેન્ટ ડે દિવસે ઈકોલોજી કમિશન દ્વારા ફોટો કોમ્પિટિશનની જાહેરાત કરાઈ હતી, જેમાં કોસ્ટલ બાયોડાયવર્સીટી ઓફ ગુજરાત, સી લેવલ રાઈઝ અને કોસ્ટલ કમ્યુનિટીની લાઈફ અને તેમની ઈમ્પેક્ટ થીમ પર ૧પ૦ ફોટોગ્રાફ્સ મળ્યાં હતાં. જેમાં કચ્છનો માંડવી બિચ, જેલી ફિશ અને ફિશિંગ ફોર લાઈફ સહિ‌તના ટાઈટલ સાથે ફોટોગ્રાફર્સે દરિયા કિનારા તેમજ આસપાસની સૃષ્ટિને કેમેરામાં કેદ કરી હતી. જો કે પછી સનત શોધન અને અન્ય જ્યુરી મેમ્બરની ફાઈનલ પસંદગી પછી ત્રણ બેસ્ટ ફોટોગ્રાફ્સને વિજેતા જાહેર કરાયા હતાં. આ ત્રણ ફોટોગ્રાફ ઉપરાંત બીજા ૪પ ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે શરૂ થયું છે.
આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...
તસવીરોઃપ્રવિણ ઈન્દ્રેકર, વિજય સોનેજી