ક્લોન ક્રેડિટકાર્ડથી ઠગાઈનું દેશવ્યાપી કૌભાંડ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાઇજિરિયનો પાસેથી ક્લોન કાર્ડ મેળવીને છેતરપિંડી કરતા હતા

મોલ-શોપમાંથી માલ ખરીદી વેચી નાખતા મુંબઈના ચાર શખ્સો ઝડપાયા


નાઇજિરીયનો પાસેથી ક્લોન કરેલા ક્રેડીટકાર્ડ મેળવીને તેની મદદથી અનેક રાજ્યોમાં મોટા મોલ અને મોટી શોપમાંથી વસ્તુઓ ખરીદીને વેચી નાંખી છેતરપીંડી કરતી ગેંગના ચાર હાઇપ્રોફાઇલ ઠગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. એમબીએનો અભ્યાસ કરનારા ,ફાંકડું અંગ્રેજી બોલનારા અને મલ્ટિનેશનલ કંપનીઓમાં કામ કરનારા ચારેય શખ્સો ક્લોન ક્રેડીટ કાર્ડથી માલ ખરીદ્યા પછી અડધો માલ નાઇજિરિયનોને આપી દેતા હતા.ક્રાઇમ બ્રાન્ચના ડીવાયએસપી કે. એન. પટેલને થોડા દિવસોથી શહેરના મોલ અને દુકાનોમાંથી નકલી ક્રેડિટકાર્ડની મદદથી ચીટિંગ થતું હોવાની માહિ‌તી મળતી હતી.શહેરની એક હોટલ અને નરોડામાંથી આવી રીતે ચીટિંગ કરીને નાસી છૂટેલા શખ્સોના સીસીટીવી ફૂટેજ સરખાવતા ક્રાઇમ બ્રાન્ચને આ ગેંગ એક જ હોવાની વિગતો પ્રાપ્ત થઇ હતી. હોટલના રજિસ્ટરમાં નોંધાવાયેલા નંબરોની તપાસ કરાવાતા આ નંબરોનું લોકેશન વાપી નજીકનું આવતું હતું.તેથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ કે. પી. પટેલ સ્ક્વોડ સાથે વાપી પહોંચી ગયા હતા. જ્યાં તેમણે પવન ઉર્ફે અમીતકુમાર દુબે (ઉં.વ.૨૭, રહે. ઉત્તર પ્રદેશ -હાલ મુંબઇ), મહેન્દ્રસિંહ ઉર્ફે મહીપાલ ઉર્ફે વરુણ જૈન (ઉં.વ.૨૨, રહે. જાલોર રાજસ્થાન, હાલ મુંબઇ), રમેશ ઉર્ફે રીતેશ જૈન (ઉં.વ.૨પ, રહે,જાલોર રાજસ્થાન) અને જુનેદ ઉર્ફે યાસીન ફૈયાઝ અબ્દુલ કાદર સૈયદ(ઉં.વ.૨પ, રહે,મુંબઇ,મૂળ - બેંગલોર)ને ઝડપી તેમની પાસેથી જુદા - જુદા નામના ૪ ક્રેડિટકાર્ડ, ૪ ડ્રાઇવિંગ લાઇસન્સ, ૬ સિમકાર્ડ, ૭ મોબાઇલ, એક સોનાની ચેન મળી કુલ રૂ.૭૧,૦૦૦નો મુદ્દામાલ મળ્યો હતો. આ શખ્સોની પૂછપરછ કરતા તેમણે પોતાના કરતૂતોનો ભાંડો ખોલી નાખ્યો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચે ચારેય શખ્સોની ધરપકડ કરી આ ગેંગ પાછળ સક્રિય નાઇજિરિયનોને શોધવા પ્રયાસો હાથ ધર્યા છે.ચીટિંગ અંગેની જાણ નાઇજિરિયનોને થઈ જતીપકડાયેલી ગેંગે દેશનાં વિભિન્ન શહેરોમાંથી લાખો રૂપિયાનું ચીટિંગ કર્યુ હોવાનું તપાસમાં બહાર આવી રહ્યું છે. આ ગેંગ નાઇજિરિયન પાસેથી મેળવેલા ક્રેડિટકાર્ડથી જે પણ ખરીદી કરતી તેનો પાઈએ પાઇનો હિ‌સાબ દૂર બેઠા-બેઠા નાઇજિરિયનો રાખતા હતા.ચીટર ગેંગ કેવી રીતે ઠગાઈ કરતી હતી?નાઇજિરિયનોની મદદથી વિદેશી બેંકોના ક્લોન ક્રેડિટકાર્ડ મેળવી લેતાકાર્ડ મેળવ્યા બાદ આ ગેંગ દેશના અલગ અલગ રાજ્યોમાં જઇને મોલ કે જ્વેલરી શોપમાં ખરીદી કરતી.ચીટિંગ કરેલો માલ નાઇજિરિયન ગેંગને આપીને પ૦ ટકા રકમ મેળવી લેતી.ક્લોનિંગ મશીન અને નકલી ક્રેડિટકાર્ડ પર સ્ટિકરો લગાવવા બનાવવા માટે ગેંગના સાગરીતો પાસે મશીન પણ હતું.ક્રેડિટકાર્ડથી ખરીદી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ પણ નકલી બનાવી લેતા હતા.