‘કેવી રીતે જઇશ’ ફિલ્મ એવોર્ડમાં છવાઈ, જુઓ દિલઘડક તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આવી રીતે છવાઈ ‘કેવી રીતે જઇશ’

ગુજરાતી એન્ટરટેઈનમેન્ટ એવોર્ડમાં ફિલ્મ અને મ્યુઝીક કેટેગરીનાં આઠમાંથી સાત એવોર્ડ ‘કેવી રીતે જઇશ?’ ને ફાળે : પુરુષોત્તમ ઉપાધ્યાયને લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ : શ્રેષ્ઠ નાટક ‘ડીયર ફાધર’

- કેતન મહેતા અને સરોજ ખાન સહિત સેલિબ્રિટીની હાજરી

- પરેશ રાવલને નાટ્ય ક્ષેત્રે એવોર્ડ

અમદાવાદનાં જયશંકર સુંદરી હોલમાં શુક્રવારે સાંજે યોજાયેલા બિનાની બિગ ગુજરાતી એન્ટરટેઈનમેન્ટ એવોર્ડમાં ‘કેવી રીતે જઇશ’ ફિલ્મ સાત એવોર્ડ જીતીને છવાઇ ગઇ હતી. અર્બન ઓડિયન્સમાં પણ હિટ જઈ રહેલી અભિષેક જૈનની આ ફિલ્મ કેટેગરીનાં ચારેય એવોર્ડ આ ફિલ્મે જીત્યા હતાં.

જ્યારે મ્યુઝીક કેટેગરીમાં પણ ચારમાંથી ત્રણ એવોર્ડ ‘કેવી રીતે જઇશ’ને મળ્યા હતાં. થીયેટર કેટેગરીમાં બેસ્ટ એક્ટર અને બેસ્ટ પ્લેનો એવોર્ડ ‘ડીયર ફાધર’ને મળ્યો હતો. જ્યારે ટેલિવિઝને કેટેગરીમાં ‘નિહારિકા’ સીરીયલે ત્રણ એવોર્ડ સાથે સૌનું ધ્યાન ખેંચ્યુ હતું. ગુજરાતી સંગીતની ઓળખસમા પુરુષોત્તમ ઉપાધ્યાયને લાઇફ ટાઇમ અચિવમેન્ટનાં એવોર્ડથી સન્માવમાં આવ્યા હતાં. કુલ ૨૬ કેટેગરીમાં એવોર્ડસ આપવામાં આવ્યા હતાં.

ધમાકેદાર પરફોર્મન્સે આકર્ષણ જમાવ્યું :

ફિલ્મ, ટીવી, થીયેટર અને મ્યુઝીક ઇન્ડસ્ટ્રીના મહાનુભાવોની હાજરીમાં યોજાયેલા આ એવોર્ડ સમારંભની શરૂઆત સિદી ધમાલ નૃત્યથી થઇ હતી. સમારંભમાં વિવિધ પફોgમન્સે ઓડીયન્સમાં ખૂબ આકર્ષણ જમાવ્યું હતું. ઐશ્વર્યા મજમૂદાર અને પાર્થિવ ગોહિલે સુંદર પફોgર્મન્સ દ્વારા અવિનાસ વ્યાસને વિશેષ અંજલિ આપી હતી. પ્રિન્સ દ્વારા ગુજરાતી અને હિંદી સોંગ્સ પર વેસ્ટર્ન-ગરબાનું ફ્યુઝન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ગુજરાતી કલાકારો હિતુ કનોડીયા, ચંદન, મોના થીબાએ પણ જોઇન્ટ પરફોર્મન્સ આપીને ફિલ્મી માહોલ સર્જ્યો હતો. તો સાત એવોર્ડ સાથે સમારંભમાં સપાટો બોલાવનાર કેવી રીતે જઇશનાં પંખીડા ગીતનાં પરફોર્મન્સે પણ ખૂબ તાળીઓ મેળવી હતી. એવોર્ડની જયુરીમાં ભાવના સોમૈયા, અરવિંદ જોશી, મનોજ જોશી અને રોબિન ભટ્ટે સેવા આપી હતી.

પુરુષોત્તમ ઉપાધ્યાયને અપાયું સ્ટેન્ડિંગ ઓવેશન :

ગુજરાતી અવોર્ડ સમારંભમાં પુરુષોત્તમ ઉપાધ્યાય જ્યારે લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવોર્ડ લેવા આવ્યા ત્યારે હાજર સૌએ ઉભા થઇને તેમને તાળીઓથી સન્માન આપ્યું હતું. એવોર્ડ મેળવીને લાગણીશીલ થયેલા પુરુષોત્તમભાઇએ જણાવ્યું હતું કે, ગુજરાતનું દિલ મોટું છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ કેટલાય નામી કલાકારોને સ્ટેજ આપ્યું છે. મહેંદી હસનનાં ગુરુએ મને ઊર્દૂમાં ગાવા માટે અવોર્ડ આપીને કહ્યું હતું કે તમે પાકિસ્તાનમાં ગાયન કરો તો ખૂબ કમાશો. જોકે મેં તેમને કહ્યું હતું કે હું મારી માતા (ગુજરાતી)ને નહીં છોડી શકું. ઉપાધ્યાયે દુહા ગાઇને ઘડી ડાયરાનો માહોલ પણ સર્જ્યો હતો.

સમારંભમાં હાજર સેલેબ્રિટીઓ :

કેતન મહેતા

સંજય છેલ

ભાવના સોમૈયા

અરવિંદ જોશી

સરોજ ખાન

શ્રવણ રાઠોડ

મનોજ જોશી

દર્શન જરીવાલા

સૌમ્ય જોશી

સૌમિલ મુનશી

નરેશ-મહેશ

રુપા દિવેટીયા

દિશા વાકાણી

ભીમ વાકાણી

આસિત મોદી

ગૌરાંગ વ્યાસ

બાબુભાઇ થીબા

પુરુષોત્તમ ઉપાધ્યાય

હિતેનકુમાર

ચંદન રાઠોડ

મોના થીબા

ટી.પી. અગ્રવાલ

ફિરોઝ ઇરાની

ઘનશ્યામ નાયક

એશ્વર્યા મજમૂદાર

પાર્થિવ ગોહિલ

મનહર ઉધાસ

દિનેશ લાંબા

તસવીરો: વિજય સોનેજી