ક્રેશ ડાયટિંગ છે અન-હેલ્ધી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્લિમ દેખાવાની લાલચ સ્કિનને કરચલીવાળી અને સૂકી બનાવી શકે

૪૦-૫૦ ટકા યુવતીઓ ડાયટિંગ કરવા ગ્રૂપમાં લંચ લેવાનું ટાળે છે


સ્લિમ દેખાવા માટે છોકરીઓની ઈચ્છા એમને મુશ્કેલીમાં મૂકી શકે છે. કારણ એ છે કે, ક્રેશ ડાયટિંગ (જેમાં લિક્વિડ ડાઈટ વધુ પ્રમાણમાં લેવામાં આવે છે). ખાસ કરીને આ ટ્રેન્ડ એ છોકરીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. જેના લગ્ન જલદી થવાના છે, તે લગ્ન પહેલાં જલ્દીમાં જલ્દી દુબળા થવાના ચક્કરમાં આ ક્રેશ ડાયટિંગ કરે છે અને પરિણામે હોર્મોન અસંતુલિતતા આવે છે.આની સાથે સાથે એમની સ્કિન કરચલીવાળી અને સૂકી થઈ જાય છે. ડાયટિશિયન વિભા શાહ કહે છે કે, જરૂ્રત કરતા વધારે વજન ઓછું કરવાના ચક્કરમાં થાક, ચીડિયો સ્વભાવ, ચામડી સૂકી થઈ જવી, ડાર્ક સર્કલ જોવા મળે છે. મોટાભાગે લોકોને સલાહ આપવામાં આવે છે કે, યોગ અને સંતુલિત ડાયટ ચાર્ટ બનાવ્યા બાદ જ કોઈ પ્રકારનો ડાયટિંગ શરૂ કરી શકો છો. અન્યથા એના ઊલટા પરિણામ આવી શકે છે.એસોચેમની એસોસિયેશન ઓફ સાયંટસ્ટિ ડેવલપર એન્ડ ફેકલ્ટી ટીમે ડાયેટિંગ કરી રહેલાં ૨૫૦૦ યુવક-યુવતી પર રિસર્ચ કર્યું હતું. તેમાં જાણવા મળ્યું છે કે, શહેરની યુવતીઓ અનહેલ્ધી ફૂડથી આવેલી મેદસ્વીતા પછી ડાયેટિંગ કરે છે. જેમાં ૪૦થી ૫૦ ટકા યુવતીઓ તો ગ્રૂપમાં ડિનર અને લંચ લેવાનું પણ ટાળે છે.ડિહાઈડ્રેશનની સમસ્યાને લીધે તબિયત બગડી શકે છે. પાણીની સાથે સાથે હેલ્થ ડ્રિંક પણ લો. જેમાં નેચરલ ડ્રિંકનું પ્રમાણ વધુ હોવું જોઇએ. જેથી શરીર ટોક્સિન ફ્રી રહેશે.