• Gujarati News
  • You Can Also Contribute Gujarati Article In Wikipidea Now

વિકિપીડિયામાં હવે તમે ગુજરાતી આર્ટિકલ કન્ટ્રીબ્યુટ કરી શકશો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિકિપીડિયામાં આર્ટિકલ કન્ટ્રીબ્યુટ કરીને પોતાની માહિતીને સમગ્ર દુનિયા સાથે શેર કરવા માગતા યંગસ્ટર્સને ગાઈડન્સ આપવાના હેતુથી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં આજે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિકિપીડિયામાં વિવિધ વિષયના ૪૦ લાખ આર્ટિકલ મૂકવામાં આવ્યા છે અને તેને દર મહિને ૬.૫ લાખ પેજ વ્યૂ મળે છે.



વિકિપીડિયામાં ભારતીય ભાષાની સામગ્રી વધુ સમૃદ્ધ બને અને લોકો વધારે સંખ્યામાં કન્ટ્રીબ્યુટ કરે તે હેતુથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિકિપીડિયાના ગુજરાત પ્રોજેક્ટને શહેરના બે યુવાનો હર્ષ કોઠારી અને કોનારક રત્નાકર દ્વારા ચલાવવામાં આવે છે.



ઈંગ્લિશ તથા ગુજરાતી ભાષામાં કન્ટ્રીબ્યુટ કરવા અંગે ૨૦ સ્ટુડન્ટ્સ સાથે ડિસ્કશન કરીને તેમને પ્રેઝેન્ટેશન દ્વારા સમજાવવામાં આવ્યું હતું. ૨૫૬ ભાષાઓ અને ૫૦ કરોડ વિઝિટર દર મહિને મુલાકાત લે છે. જેમાંથી ભારતની ૨૦ ભાષાઓ અને ૨ કરોડ લોકો દર મહિને વ્યૂ કરવામાં આવે છે.



હાલમાં ૨૨ હજાર આર્ટિકલ ગુજરાતીમાં જોવા મળે છે. જેને ૨૦ ગુજરાતી એક્ટિવ એડિટર એડીટ કરે છે. આ પ્રસંગે વિકિ મિડિયા ઇન્ડિયાના ટ્રેઝરર અને દિલ્હીથી વિકિપિડીયા ઇન્ડિયા પ્રોગ્રામર હિસામ મુન્ડોલે આ સેમિનાર કન્ડકટ કર્યો હતો.



તમામ તસવીરો : કેતન રાજપૂત