• Gujarati News
  • કેશુભાઇના કાર્યક્રમના બેનર ફાડી નખાયાં

કેશુભાઇના કાર્યક્રમના બેનર ફાડી નખાયાં

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછાનાં યોગીચોકમાં કેશુભાઇ પટેલનાં જન્મદિવસની ઉજવણી ૨૪મી તારીખે થનાર છે. ત્યારે રાજ્યભરમાં હવે તો બસ પરિવર્તનના નામે યોજાઇ રહેલા સંમેલનોના પોસ્ટર ફાડવાનો વિવાદ પણ સુરત સુધી પહોંચ્યો છે. ગત મોડી રાત્રે કેશુભાઇ પટેલનાં કાર્યક્રમનાં બેનરો ફાડી નંખાતા સુરતમાં પણ મોદી તરફીઓએ આ કાર્યક્રમ નિષ્ફળ બનાવવા ગતકડુ કર્યું હોવાની હવા ઉભી થઇ છે.
રાજકોટ અને અમદાવાદમાં કેશુભાઇ પટેલનાં હવે તો બસ પરિવર્તન સંમેલનના પોસ્ટરો ફાડી નાંખવામાં આવતા રાજકીય વાતાવરણ ગરમાયું હતું. આ રોડ પર સીતાનગર ચોકડી ખાતે કેશુભાઇનાં જન્મદીનની ઉજવણી સાથે યોજાશે. મજપા દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ૧૨૫૦ બેનરો શહેરમાં લગાવાયા છે. ગત રાત્રે યોગીચોકમાં ૪૦ બેનરો લગાવાયા હતા. પરંતુ આ બેનરો કોઇએ ફાંડી નાંખ્યા હતા. મજપાના શહેર પ્રમુખ ધીરૂભાઇ માંગરોળીયાએ આ કૃત્ય મોદી ભકતોએ કર્યા આક્ષેપ કર્યો. તેમજ રવિવારે વરાછામાં કેશુભાઇ સમર્થકોની વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું છે.