• Gujarati News
  • યુવતી પર જાતીય હુમલા બાદ એમએમએસ ફરતો કર્યો

યુવતી પર જાતીય હુમલા બાદ એમએમએસ ફરતો કર્યો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ પાસે આવેલા રાબડાળના એક ફિળયામાં રહેતી એક યુવતી પર સામે જ રહેતાં યુવકે ઘરોબો કેળવી સંબંધ બાંઘી તેને ઠંડા પીણાંમાં કેફી દ્રવ્ય પીવડાવી બળાત્કાર ગુજૉયો હતો. ત્યાર બાદ બળાત્કાર વખતે જ યુવકે તેના મામાના છોકરાની મદદથી તેનો એમએમએસ બનાવી ફરતો કરી દેતાં ચકચાર મચી ગયો હતો. છેવટે યુવતીએ જ બળાત્કારી સામે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેર પાસે રાબડાળ ગામના એક વિસ્તારમાં એક અતિ મધ્યમ વર્ગનો પરિવાર રહે છે. આ પરિવારની એક ૨૧ વિષeય પુત્રી સાથે તેના ઘરની સામે જ રહેતાં શશાંક દિનેશ કશ્યપ નામના યુવકે તેના ઘરે આવતો જતો હોવાથી પરિચય કેળવી સંબંધ વધાર્યો હતો. ત્યાર બાદ તારીખ ૨૭ મે ના રોજ બપોરના સમયે યુવતીના ઘરે શશાંક અને અજમેરથી આવેલો તેના મામાનો છોકરો રાજા ગયા હતાં.
યુવતીના ઘરે તેમનો તહેવાર હોવાથી પરિવારજનો તેમના મંદિરે ગયા હતા. આ તકનો ગેર લાભ લઇ શશાંકે ઠંડા પીણાં માં કેફી દ્રવ્ય ભેળવી યુવતી ને પીવડાવી દીધુ હતુ. ત્યાર બાદ બિન્દાસ્ત રીતે શશાંકે યુવતી પર બળાત્કાર ગુજૉયો હતો. તે જ વેળાએ યુવકના મામાના છોકરા રાજાએ મોબાઇલમાં બળાત્કાર વખતના દ્રશ્યોનું વિડીઓ રેકોડ¾ગ કરી લીધુ હતું. ત્યાર પછી તેનો એમએમએસ બનાવી ફરતો કરી દીધો હતો તેમજ યુવતીને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતાં સનસનાટી મચી ગઇ હતી.
આ વાતની જાણ યુવતીના પરિવારજનોને તેમના કોઇ પરિચિતે કરતાં યુવતીના પિતા તેમજ કેટલાક સંબંધીઓએ તપાસ કરતાં સાચી નીકળતાં પરિવારજનોના માથે આભ તૂટી પડયુ હતુ. છેવટે તેમણે સપરિવાર પોતાના માદરે વતન જવાનો વિચાર કરી લીધો હતો પરંતુ કેટલાક લોકોની સમજાવટથી તેમણે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી તારીખ ૧૩ જુલાઇના રોજ યુવતી સહિત પરિવારજનોએ જીલ્લા પોલીસ વડા નપિૂણા તોરવણેને રજૂઆત કરી હતી. ત્યાર બાદ યુવતીએ શશાંક દિનેશ કશ્યપ સામે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે શશાંક અને તેના મામાના છોકરા રાજા સામે ગુનો નોંધી તુરત જ તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.