શાહરુખને અટકને કારણે અટકાવાયો હશે: લતા તાઈ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાહરુખ પાતળો થઈ ગયો હોવાથી અમેરિકી અધિકારી તેને ઓળખી નહીં શક્યા હોય બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનને તેની અટકને કારણે યુએસ એરપોર્ટ પર બીજી વાર અટકાવવામાં આવ્યો હોઈ શકે છે, એમ ભારતીય સ્વરકોકિલા લતા મંગેશકરે જણાવ્યું હતું.૪૬ વર્ષીય શાહરુખને ગુરુવારે ન્યૂ યોર્ક એરપોર્ટ પર બે કલાક સુધી અટકાવીને તેની પૂછપરછ કરવામાં આવી હતી, જેને લઈ ભારતમાં આક્રોશની લાગણી ફેલાઈ હતી. આ વિશે ટિપ્પણી કરવાનું કહેવાતાં લતાએ જણાવ્યું હતું મને લાગે છે કે યુએસના સત્તાવાળાઓ આતંકવાદી હુમલાને લીધે વધુ સતર્ક હશે. શાહરુખની અટકને લીધે તેને અટકાવવામાં આવ્યો હોઈ શકે છે અથવા એવું ન પણ હોય. મને આવું શા માટે થયું તે ખબર નથી, પરંતુ તેમને અટકને લીધે શંકા આવી હોઈ શકે છે, એમ લતાએ શનિવારે સાંજે પત્રકારોને જણાવ્યું હતું.મને લાગે છે કે શાહરુખ પાતળો થયો છે. તેનું વજન ઓછું થયું છે. આને લીધે તેઓ તેને ઓળખી શક્યા નહીં હોય, એમ પણ મજાકમાં તેમણે જણાવ્યું હતું.૮૨ વર્ષીય દંતકથા સમાન ગાયિકાએ શનિવારે સાંજે માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરી હતી. માધુરી દીક્ષિતને ભારતીય ફિલ્મોમાં તેના યોગદાન બદલ પુરસ્કારથી સન્માનિક કરાશે.માધુરી વિશે લતાએ જણાવ્યું હતું કે મને ખબર છે કે માધુરી લાંબા સમય પછી ફિલ્મોમાં પાછી આવી રહી છે. તે મુંબઈમાં આવી છે. મને ખાતરી છે કે તે ફિલ્મોમાં ફરી એક વાર સારું કામ રશે. તે બહુ જ ઉત્તમ અને પ્રતિભાશાળા અભિનેત્રી છે. તે ભૂમિકા સમજે છે અને શ્રેષ્ઠતમ આપે છે. તે જ તેની શ્રેષ્ઠતમ બાબત છે અને તે સુંદર છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.તેના મનગમતા ક્રિકેટર સચિન તેંડુલકરને પણ એવોર્ડ આપશો કે કેમ એવું પુછાતાં તેને માટે આ વર્ષે એવોર્ડ નથી, પરંતુ આવતા વર્ષે વિચારીશું એમ લતાએ જણાવ્યું હતું.