લતા મંગેશકરને નોટિસ: કોર્ટનો સવાલ, ''ક્યાં ગયો મૂળ ઉદ્દેશ''

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્ટુડિયો વેચવાના નિર્ણયની વિરોધમાં કોલ્હાપુરમાં તમામ દળોના લોકોએ રેલી કાઢી

જયપ્રભા સ્ટુડિયો પ્રકરણમાં કોલ્હાપુરની દીવાની કોર્ટે સુર સમ્રાજ્ઞી લતા મંગેશકરને નોટિસ ફટકારી છે. કોર્ટે અખિલ ભારતીય ચિત્રપટ મહામંડળની અરજી પર નોટિસ જારી કરતાં મંગેશકરને પૂછ્યું છે કે સ્ટુડિયો નિર્માણનો મૂળ ઉદ્દેશ ક્યાં ગયો?નોંધનીય છે કે કોલ્હાપુરના લોકોએ જયપ્રભા સ્ટુડિયો વેચવાનો વિરોધ કર્યો છે. સ્થાનિક નેતાઓનું કહેવું છે કે તેઓ સ્ટુડિયોના વ્યાવસાયિક ઉપયોગના વિરૂદ્ધમાં છે.જયપ્રભા સ્ટુડિયોને 11 કરોડ રૂપિયામાં વેચવાના વિરોધમાં કોલ્હાપુરમાં તમામ દળોના લોકોએ એક રેલી પણ કાઢી હતી. જેમાં લોકોએ લતા મંગેશકર અને ગાયક સુરેશ વાડેકર સામે સૂત્રો પોકાર્યા હતા.
Related Articles:


કુટુંબીજનોની સુરક્ષા અંગે લતા તાઈ ચિંતિત
નવા કલાકારો લતા,રફી, આશાના સ્તર સુધી પહોંચી નહીં શકે: મલિક
શાહરુખને અટકને કારણે અટકાવાયો હશે: લતા તાઈ