નવા કલાકારો લતા,રફી, આશાના સ્તર સુધી પહોંચી નહીં શકે: મલિક

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેંકડો ઊભરતા કલાકારોને આવકાર છે, પરંતુ લતા મંગેશકર, મહંમદ રફી જેવા દંતકથા સમાન ગાયક- ગાયિકાઓ સાથે તેઓ મેળ નહીં કરી શકે, એમ નામાંકિત સંગીતકાર અનુ મલિકે જણાવ્યું હતું.અન્ય લતા મંગેશકર, આશા ભોસલે, કિશોર કુમાર અને મહંમદ રફી પેદા નહીં થઈ શકે... તેઓ અત્યંત નોખાં છે. તેમના જેવા કોઈ નહીં બની શકે. કોઈ તેમના સ્તર સુધી પહોંચી નહીં શકે. આ દંતકથા સમાન હસ્તીઓની ખૂબી હું શબ્દોમાં સમજાવી શકું એમ નથી, એમ મલિકે જણાવ્યું હતું. જોકે ૧ જુનથી રજુ થઈ રહેલા ઈન્ડિયન આઈડોલ-૬ થકી વધુ એક અજોડ સૂરની શોધ થશે એ બાબતે તેણે આશાવાદ વ્યક્ત કર્યો હતો. અમે ગાયકનો સૂર જોઈ રહ્યા છીએ. તે અજોડ હોવો જોઈએ અને તે આગવો હોવો જોઈએ, એમ શોના જજ એવા મલિકે જણાવ્યું હતું.આ વર્ષનો ઈન્ડિયન આઈડોલ સૌને આંચકો આપનારો હશે, કારણ કે હાલમાં જે રીતની પ્રતિભા જોવા મળી રહી છે તે ખરેખર અતુલનીય છે. આ વખતના આ રિયાલિટી શોનો પ્રોમો હર આઈડોલ કે પીછે હોતા હૈ ના જાને કિને આઈડોલ એવો છે. પ્રોમો ખરેખર હૃદયસ્પર્શી છે, જે ઊભરતા ગાયકોનો પ્રવાસ અને તેમને માટે તેમના વહાલાજન દ્વારા અપાયેલા ત્યાગની વાત કહે છે.અમે ગાયક, તેના વાલીનો પ્રવાસ, ત્યાગ અને સંઘર્ષ જોઈને ભાવનાત્મક જરૂર બનીએ છીએ, પરંતુ એકંદરે અમે સૂરની ગુણવત્તા જોઈએ છીએ, એમ પણ મલિકે જણાવ્યું હતું.