કુટુંબીજનોની સુરક્ષા અંગે લતા તાઈ ચિંતિત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઘરની બહારની દીવાલ પર કોઈ રંગ લગાવી ગયા પછી મંગેશકર પરિવાર વ્યગ્ર સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશ કરના પેડર રોડ પર ‘પ્રભુ કુંજપ્તસોસાયટી ખાતેના નિવાસ સ્થાનની બહારની દિવાલ ઉપર રંગ લગાડી અજ્ઞાત વ્યક્તિએ વિરોધ વ્યક્ત કર્યો છે. પ્રસાર માધ્યમો દ્વારા આ ઘટના પ્રકાશમાં આવવાથી મંગેશકર કુટુંબમાં ચિંતા વધી ગઈ છે. ઉષા મંગેશકરનાં જણાવ્યા મુજબ ‘‘જ્યારે વિરોધીઓ આ હદ સુધી પહોંચી શકતા હોય તો અમારી સુરક્ષાની બાંયધરી શી છે? અમારા પરિવારમાં લગભગ મહિલાઓ જ છે. આ પ્રકારની ઘટના મોટી ચિંતાની બાબત છે.’’ લતાદીદીને પૂરતી સુરક્ષા પૂરી પાડવાની બાંયધરી સરકારે કેટલીક વખત ઉચ્ચારી હોવાનું અત્રે નોંધનીય છે. ઉષા મંગેશકરે જણાવ્યું હતું કે આ દિવસોમાં સમગ્ર કુટુંબ દીનાનાથ મંગેશકરની પુણ્યતિથિ (૨૪ એપ્રિલ) ઉજવવાની તૈયારીમાં પડ્યું છે. પુણ્યતિથિને દિવસે વિવિધ ક્ષેત્રોની મહાન પ્રતિભાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ છે. તેથી આ ઘટનાથી આ સમયે અમારી તૈયારીઓને ફટકો પડ્યો છે. આ જ બિલ્ડિંગમાં રહેતી અભિનેત્રી અને એન્કર ડોલી ઠાકોરે જણાવ્યું હતું કે ‘‘આ બાબત આજનો સમય કેટલો ખરાબ છે તેનું એક ઉદાહરણ છે. કોઈ સુરક્ષિત નથી. આજના યુવકો પાસે પૈસા છે અને કંઈ પણ કરવાની આઝાદી છે પછી ભલે એ તોડફોડ હોય કે સ્કૂલના કોઈ વિદ્યાર્થીની હત્યા આવી ઘટનાઓ અવારનવાર મિડિયામાં ચમકતી હોય છે. આ સમાજનાં પતનનો સંકેત છે.’’અમારા સંવાદદાતાએ ગામદેવી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેકટર પ્રદીપ લોનાનકરને ઘટના તપાસ અંગે પ્રશ્ન કરતા તેમણે જણાવ્યું હતું કે અમે દોષિતોને વહેલી તકે પકડવાની કોશિશમાં છીએ અને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. પંચનામા પછી સોસાયટીના મેનેજર રાજેશ નાબરે દિવાલ ઉપર કેટલું પેઈિન્ટગ સાફ કરાવી દીધું હતું.