તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ડાકોરના ઠાકોર રાજા રણછોડરાય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૭૨ વર્ષ સુધી બોડાણો તુલસી વાવીને દ્વારિકાપુરીમાં દર્શનાર્થે જતો હતો. વિક્રમ સંવત ૧૨૧૨ કારતક સુદ પૂનમના રોજ બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઇને દ્વારિકાધીશનું બીજું સ્વરૂપ ડાકોરમાં પધાર્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ, તેમનો આવિભૉવ અને અંતધૉન પામવું એ સૂર્યના ઉદય અને અસ્ત પામવા જેવું છે. પુરાણોમાં દસ અવતારોમાંથી ભગવાન શ્રીકૃષ્ણને આઠમા અવતાર તરીકે ઓળખાવ્યા છે. ભગવાન વૈવસ્વત મન્વંતરમાં જન્મ્યા હતા. પૃથ્વીનો ભાર હરણ કરવા માટે આજથી ૫,૧૧૧ વર્ષ પૂર્વે તેઓએ આ પૃથ્વી પર જન્મ લીધો હતો. ત્યારબાદ ૨૫૩૫ વર્ષ પછી ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. ભગવાનના અવતારો છ પ્રકારના હોય છે. તે પૈકી પરિપૂર્ણ અવતાર ભગવાન શ્રીકૃષ્ણનો હતો. જેના તેજમાં બધા તેજ લીન થઇ જાય તેવો અવતાર. એક કાર્ય માટે અવતાર ધારણ કરીને કરોડો કાર્ય કરે તે પરિપૂર્ણ અવતાર ગણાય. શ્રાવણ વદ આઠમના રોજ મધ્યરાત્રિએ ભગવાન શ્રીકૃષ્ણ જેલમાં જન્મ્યા હતા. આ ભગવાન શ્રીકૃષ્ણ ભકત બોડાણાની ભક્તિને વશ થઇને ડાકોર ધામમાં પધાર્યા હતા. ભકત બોડાણાની ભક્તિની સાથે સાથે મહાભારતકાળ દરમિયાન ડંકઋષિએ ભગવાન શ્રીકૃષ્ણને તત્કાલીન સમયે વસવાટ કરવા જણાવ્યું હતું, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ મૌન રહ્યા હતા. આ વચન પાળવા માટે કળિયુગમાં ૪૨૨૫ વર્ષ દ્વારિકામાં રહ્યા બાદ ડાકોરમાં ડંકઋષિને આપેલું વચન પાળવા અને બોડાણાની ભક્તિને સાર્થક કરવા પધાર્યા હતા. ડાકોર-ઠાસરા તાલુકામાં આવેલું ગામ છે. ભારતનું એક પવિત્ર તીર્થક્ષેત્ર ગણાય છે. શેઢી નદીના કાંઠે વસેલા આ ડાકોરમાં ચારધામની યાત્રા પછી રાજા રણછોડનાં દર્શન કરવાનો અનેરો મહિમા છે. ત્યાં સુધી યાત્રા અધૂરી ગણાય. ભકત બોડાણાનો પૂર્વ જન્મ વિજયાનંદ નામનો હતો. આ વિજયાનંદ ગર્વોન્મિત બનીને શ્રીકૃષ્ણ ભગવાનની હોળીના દિવસે પૂજા કરવા ગયો નહીં અને ઘરે રહ્યો હતો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ મિત્ર સ્વરૂપે તેના ઘરે જઇને હોળી પૂજા કરવા મોકલ્યો હતો. પૂજા કરી પાછા વળતા આ યુવાનને ખાતરી થઇ કે તેને મળવા આવનાર ભગવાન સ્વયં હતા. ત્યારબાદ બીજા દિવસે સૌ રંગની હોળી ખેલ્યા હતા. આ ઘટના બાદ ભગવાન શ્રીકૃષ્ણ અંતધ્ર્યાન થયા હતા. તત્કાલીન સમયે ભગવાને વિજયાનંદને આશીર્વાદ આપ્યા હતા કે કળિયુગનાં ૪૨૦૦ વર્ષ પછી તારો જન્મ ગુજરાતના ક્ષત્રિય કુળમાં વિજયાનંદ બોડાણા તરીકે થશે અને તને પત્ની તરીકે હાલની પત્ની ગંગાબાઇ (સુધાબાઇ) પુન: મળશે ત્યારે તમને દર્શન આપીને મોક્ષ કરાવીશ. આ દંતકથાની ઉક્તિને સાચી પાડતા હોય તેમ ભગવાન શ્રીકૃષ્ણ બોડાણાની ભક્તિને વશ થઇને ડાકોરમાં પધાર્યા હતા. ૭૨ વર્ષ સુધી બોડાણો તુલસી વાવીને ભગવાન શ્રીકૃષ્ણના દ્વારિકાપુરીમાં દર્શનાર્થે જતો હતો. આ ભક્તિથી અને પૂર્વના આશીર્વાદથી ભગવાન શ્રીકૃષ્ણ રણછોડરાય સ્વરૂપે ડાકોરમાં પધાર્યા. ત્યારબાદનો ઈતિહાસ અને મહિમા સૌના મુખે ભારે ઉત્સાહથી ચર્ચાય છે. વિક્રમ સંવત ૧૨૧૨ કારતક સુદ પૂનમના રોજ વિજયસિંહ બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઇને દ્વારિકાધીશનું બીજું સ્વરૂપ ડાકોરમાં પધાર્યું હતું. જેની સેવાઓ ચાલુ છે. ભગવાન રણછોડરાયજીનું નામ એ અપભ્રંશ થયેલું નામ છે. અથૉત્ રણમાં જે શૂરવીર હોય તેને રણ:શૌડ સંસ્કૃતમાં કહેવાય છે, પરંતુ લોકબોલીમાં શબ્દ અપભ્રંશ થઇને અથવા તો લોકોક્તિ મુજબ રણ છોડીને ભાગ્યા હોવાના કારણે પણ રણછોડ કહેવાયા હોવાનું સૌ માને છે. ડાકોરમાં હાલનું મંદિર ગોપાલ જગન્નાથ તાંબવેકરે રૂ.૧ લાખના ખર્ચે ઇ.સ. ૧૭૭૨ માં બંધાવ્યું છે. શ્રદ્ધાધામ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો