વૈષ્ણવોનું આસ્થાધામ ચંપારણ્ય

12 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંપારણ્ય ધામ છત્તીસગઢ રાજ્યમાં રાયપુર જિલ્લામાં આવેલું છે. રાયપુરથી તે ૪૫ કિ.મી.ના અંતરે છે. રાયપુર સ્ટેશનથી ચંપારણ્ય જવા માટે એસ.ટી. બસ શહેરના બસ સ્ટેન્ડથી મળે છે તેમજ પ્રાઇવેટ બસ, જીપ, ટેક્સી વગેરે વાહનો પણ મળે છે. ચંપારણ્યમાં વિ.સં. ૧૫૩૫ (ઇ.સ.૧૪૭૮)ના ચૈત્ર વદ ૧૧ના શુભ દિને શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયેલું. શ્રી વલ્લભાચાર્યજી (શ્રી મહાપ્રભુજી) વૈષ્ણવ પુષ્ટિમાર્ગના સ્થાપક છે. તેમના પિતાશ્રીનું નામ લક્ષ્મણ ભટ્ટ અને માતાજીનું નામ ઇલ્લમ્માગારુજી હતું. તેમણે દામોદરદાસ હરસાનીજીને સહુ પ્રથમ દીક્ષા આપેલી. શ્રી મહાપ્રભુજીએ ‘શુદ્ધાદ્વૈત બ્રહ્નવાદ’ સ્થાપિત કર્યો. ચંપારણ્ય ધામ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનું આસ્થાકેન્દ્ર, પ્રાકટ્ય બેઠકજીનું મોટામાં મોટું અને પહેલામાં પહેલું ઐતિહાસિક ધર્મસ્થાન ગણાય છે. ચંપારણ્ય ધામ છત્તીસગઢ રાજ્યમાં રાયપુર જિલ્લામાં આવેલું છે. રાયપુરથી તે ૪૫ કિ.મી.ના અંતરે છે. રાયપુર સ્ટેશનથી ચંપારણ્ય જવા માટે એસ.ટી. બસ શહેરના બસ સ્ટેન્ડથી મળે છે તેમજ પ્રાઇવેટ બસ, જીપ, ટેક્સી વગેરે વાહનો પણ મળે છે. ચંપારણ્યમાં વિ.સં. ૧૫૩૫ (ઇ.સ.૧૪૭૮)ના ચૈત્ર વદ ૧૧ના શુભ દિને શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયેલું. શ્રી વલ્લભાચાર્યજી (શ્રી મહાપ્રભુજી) વૈષ્ણવ પુષ્ટિમાર્ગના સ્થાપક છે. તેમના પિતાશ્રીનું નામ લક્ષ્મણ ભટ્ટ અને માતાજીનું નામ ઇલ્લમ્માગારુજી હતું. તેમણે દામોદરદાસ હરસાનીજીને સહુ પ્રથમ દીક્ષા આપેલી. શ્રી મહાપ્રભુજીએ ‘શુદ્ધાદ્વૈત બ્રહ્નવાદ’ સ્થાપિત કર્યો. શ્રી બેઠકજીનું મંદિર સંકુલ પાંચ એકર ભૂમિ પર પથરાયેલું છે. આજ જ્યાં શ્રી મહાપ્રભજીનું નિજમંદિર છે તે સ્થાન શ્રી મહાપ્રભુજીની પ્રાકટ્ય મૂળ પાવન પવિત્ર ભૂમિ છે, જ્યાં અગ્નિકુંડમાંથી પ્રાકટ્ય થયેલું. તે સ્થાન પર નિજમંદિરનું નિર્માણ થયેલું છે.નિજમંદિરની બાજુમાં જ નાનું સરખું કલાત્મક શય્યામંદિર, બાજુમાં પલના તિબારી, ભક્તશિરોમણિ દામોદરદાસ હરસાનીજીનું મંદિર છે. તેની બાજુમાં કમલ ચોક છે. તેના પરિસરમાં શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીનાં દર્શનાત્મક સ્વરૂપોનાં મંદિર છે. બાજુમાં સર્વોત્તમ ચોક છે. ત્યાં બહારગામથી આવતા દરેક યાત્રાળુને બપોરે અને સાંજે નિ:શુલ્ક મહાપ્રસાદ મળે છે. આ ભોજન પણ સ્વચ્છ, સાત્વિક હોય છે. મંદિર સંકુલના પ્રથમ માળે શ્રી મહાપ્રભુજીના નિજમંદિર પર શ્રી પુષ્ટિ વિજય ધ્વજ બિરાજે છે. ચંપારણ્ય યાત્રાધામમાં વૈષ્ણવો આશરે દોઢથી બે કલાકમાં લગભગ ચાર કિ.મીની. પરિક્રમા કરી શકે છે. રસ્તામાં યજ્ઞકુંડનું એક પ્રાચીન સ્થાન આવે છે, કે જ્યાં શ્રી મહાપ્રભુજીએ યજ્ઞ કરેલો હતો. બેઠકજી મંદિર પાસે નજીકમાં ભાવાત્મક શ્રી યમુનાજીના પ્રવાહનું સુંદર રમણીય સ્થાન છે. ત્યાં દરરોજ વ્રજના ઠકરાણી ઘાટના ભાવથી સવાર-સાંજ શ્રી યમુનાજીની આરતી થાય છે. શ્રી મહાપ્રભુજી જ્યારે ચંપારણ્ય પધારેલા ત્યારે તેમનો સંધ્યાવંદનનો નિત્યક્રમ પ્રસ્તુત ઘાટ પર રહેતો. તેથી આ ઘાટ અત્યંત પવિત્ર મનાય છે અને ત્યારથી તે શ્રી યમુના ઘાટ તરીકે ઓળખાય છે. શ્રી ચંપારણ્ય ધામમાં બેઠકજી મંદિર સંચાલિત, આધુનિક સુવિધાઓવાળી સુંદર ગૌશાળા પણ છે. તેમજ નિ:શુલ્ક પશુ ચિકિત્સાલયની પણ વ્યવસ્થા છે. આ ઉપરાંત બેઠકજી ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક સાર્વજનિક દવાખાનું, બાળક્રીડાકેન્દ્ર, રંગમંચ ઉપરાંત પ્રાયમરી સ્કૂલ પણ બાંધવામાં આવેલ છે. ચંપારણ્ય તીર્થધામમાં બેઠકજી મંદિર સંપૂર્ણ જીર્ણ થઇ ગયેલું અને તે ફક્ત ૨૬૦ ફૂટનું જ હતું. કૃષ્ણદાસ મથુરદાસ અઢિયાએ ઇ.સ.૧૯૭૮માં ૫૧ વર્ષની વયે અહીંયા રહીને જીર્ણોદ્ધાર(નવનિર્માણ) કાર્ય શરૂ કર્યું. તેમણે અનેક સંઘર્ષમય વાતાવરણ વચ્ચે ત્યાં રહીને કામ કર્યું. અત્યાર સુધીમાં લગભગ દસ લાખ ચો.ફૂટ સુધીનાં નિર્માણ કાર્યો થયાં છે, જે આજે પણ ચાલુ છે. યાત્રાળુઓ માટે આવશ્યક સુવિધાઓવાળી કુલ ત્રણ મોટી ધર્મશાળાઓ છે. (૧) સુદામાપુરી ધર્મશાળા, (૨) શ્રી વલ્લભનિધિ ધર્મશાળા, (૩) શ્રી ગોપાલ ધર્મશાળા. તેમાંથી પ્રથમ ધર્મશાળા બેઠકજી મંદિરના સંચાલનમાં છે.આ ઉપરાંત ચંપારણ્યમાં છઠ્ઠીજીની બેઠક પણ છે.ચંપારણ્ય ધામ વૈષ્ણવોનું ભક્તિભાવ અને શ્રદ્ધાનું પવિત્ર યાત્રાધામ છે, જ્યાં દરેક વૈષ્ણવને જઇને પાવન થવાનું મન હોય છે. શ્રદ્ધાધામ, સુધીર મોદી