રુદ્રકવિ સાચા ઠરે છે ..!

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ’ના ભાગરૂપે રાજ્યના ગ્રંથાલયના ગ્રંથીએ ૧૯૧૭માં અંગ્રેજીમાં એક પુસ્તકનું પ્રકાશન કર્યું હતું. નામ હતું ‘રાષ્ટ્રોધ વંશ કાવ્ય’ (Rastraudha vamsa kavya) . રુદ્રકવિ દ્વારા લિખિત પુસ્તકની મૂળ નકલ નાસિકમાંથી મળી હતી. તેના પરથી અંગ્રેજી રૂપાંતર પ્રસિદ્ધ થયું હતું. રુદ્રકવિએ ઇસવીસન ૧૫૯૬માં આશ્રયદાતા મયૂરગીરીના શાસક નારાયણ શાહના કહેવાથી મહાકાવ્યની રચના કરી હતી. રુદ્રકવિના પિતાનું નામ અનંત (શું જે ભૂલથી Atlanta છપાયું હશે?) અને દાદાનું નામ કેશવ હતું. લક્ષ્મણ પંડિતે પૂરા પાડેલા વિષયવસ્તુ અને ઐતિહાસિક હકીકતો આધારે રુદ્રકવિએ કહેવાતા અંગ્રેજોના આગમન પહેલાં આ મહાકાવ્યની રચના કરી હતી. પુસ્તકમાં મયૂરગીરીના બેગ્યુલા (Bagulas of Mayurfigiri) શાસકોના ઇતિહાસને મૂકવામાં આવ્યો હતો. વડોદરા રાજ્યે તે અંગ્રેજી પુસ્તક તરતું મૂક્યું હતું. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, ‘The word Bagula in Marathi, means a fabulous animal of the cat-kind. Bagula Bova is still used in Marathi to frighten little children… The name Btigulan seems to mean the country of the Bagulas.’ પુસ્તકનું આ વિધાન પણ કદાચ સત્ય ઠરવા જઇ રહ્યું છે. મેસેડોનિયા પર ત્રાટકનાર વોરહિરો ‘Bolgios/Belgius’ની સ્મૃતિમાં ટ્રાઇબને નામ અપાયું બેલગે અને દેશને નામ અપાયું બેલ્જિયમ. બેલ્ગે પ્રજાનું પ્રતીક ચિત્ર રુદ્રકવિએ કરેલા મરાઠી શબ્દ બેગ્યુલાના વર્ણનના અર્થ બરોબર જ છે. ચિત્ર અહીં મૂકવામાં આવ્યું છે. ઐસા ભી હોતા હૈ? ૧૬મી સદીમાં લખાયેલા પુસ્તકમાં રુદ્રકવિ કહે છે કે.. “As the head of Gopachandra joined obliquely appeared dreadful, the goddess called him Bagula. The decendants of Gopachandra were henceforward called Bagulas. Kalasena then putting Gopachandra on the throne of Kanyakubja ruled over Ujjain. Maha Kalingadeva, who succeeded Gopachandra, conquered the countries of Karnata, Lata, Anga, Kalinga, and Vanga.’ ભારતમાં બગલાન: હા, મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના આજના બગલાન (Baglan) તાલુકામાં મયૂરગીરીના પહાડો આવેલા છે. ઈતિહાસકાર એચ.એસ.સરદેસાઇએ તેમના પુસ્તક ‘શિવાજી ધ ગ્રેટ મરાઠા’માં નોંધ લીધી છે કે ૧૪મી સદીના આરંભે મયૂરગીરી રાજ્યનો ઉદય થયો હતો. વેલ્સમાં પણ બગલાન: બ્રિટનના વેલ્સમાં પણ બગલાન (Baglan) નામે એક નગર છે. કહેવાય છે કે ઇસવીસન ૧૧૯૯માં પહેલીવાર ‘Bagelan’ શબ્દ પ્રયોજાયો હતો. ગામમાં વસતા સમુદાયને બગલાન સમુદાય કહેવાય છે. બે પહાડો ‘Mynydd-y-Gaer and Mynydd Dinas’ ના ઢોળાવ વચ્ચે ગામ વસેલું છે. નાસિકના બગલાન અને બ્રિટનના વેલ્સના બગલાન એમ બંને સ્થળે પહાડના નામ પણ એક હોય એવું બની શકે ? ઐસા ભી હોતા હૈ? તો શું ‘રામ’ વનવાસે હતા ત્યારે ભ્રાતા ભરત પાદુકા સંભાળીને ભારતભૂમિની રક્ષા કરી રહ્યા હતા?મજાની વાત એ છે કે એક તરફ રુદ્રકવિ અને બીજા છેડા માટે John T. Koch લિખિત“Celtic culture: a historical encyclopedia, Volumes 1-5” ને સાંધીને વાંચવામાં આવે તો રામવંશીઓનો વનવાસપથ સુસ્પષ્ટ થઇ જાય છે. John T. Koch તેમના પુસ્તકમાં કહે છે કે, ‘Beli may derive from the old celtic name which is attested as both Bolgios and Belgius, and was borne by the chieftain who led the Gaul invasion of Macedonia in 280 -279 B.C. It is possible that this great leader Bolgios/Belgius came to be regarded as the namesake and ancestor of the powerful British and Gaulish tribal group of the final pre -Roman period known as the Belgae ; hence the doctrine that Beli /Belgeos was the ancestors of tribal Dynasties in Britain. (p.200). આજના અફઘાનિસ્તાનમાં પણ બઘલાન (Baghlan or Baglân) પ્રાંત છે. તો શું હિન્દુકુશમાંથી માત્ર ભારતની ભીતર જ નહીં પણ તેની વિરુદ્ધ દિશામાં પણ સ્થળાંતર થતું રહ્યું હશે? મહારાષ્ટ્ર, અફઘાનિસ્તાન અને વેલ્સ એમ ત્રણે સ્થળે આવેલા બગલાન તો આ જ વાત કરી જાય છે. ઐસા ભી હોતા હૈ? ch.marwadi@gmail.com ઐસા ભી હોતા હૈ- ૧૯, ચંદ્રકાન્ત મારવાડી