અવિન્તકમ સ્વિત્ઝર્લેન્ડમાં
ભારતવર્ષના હૈહયા (Haihayas) શાસકોએ અવિન્તની સ્થાપના કરી હતી, પણ આશ્ચર્યની વાત એ છે કે ઇસવીસન પ્રથમ સદીમાં સ્વિત્ઝર્લેનડિમાં પણ અવિન્તકમ નામે નગરની સ્થાપના થઇ હતી. તેનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે હાલાસાતવાહન ગોમતીપુત્ર શાલિવાહને શકો પર વિજય મેળવતાં અવિન્ત જીતીને ઇસવીસન પ્રથમ સદીમાં શકસંવતની શરૂઆત કરી તે સમયે જ યુરોપના હેલેવેતિયા તરીકે ઓળખાતા પ્રદેશમાં ‘હાલસ્તાત’ સંસ્કૃતિને અનુસરતી જર્મેનિક કેલ્ટિક હેલેવેતિયા ટ્રાઇબ દ્વારા અવિન્તકમની સ્થાપના થઇ હતી. સ્વિત્ઝર્લેન્ડ તે સમયે હેલવેતિકા (Helvetica) તરીકે ઓળખાતું હતું. આવું બની શકે? સિકંદરના ભારત આક્રમણ એપિસોડ બાદ આજના સ્વિત્ઝર્લેન્ડમાં અવિન્તકમ ઊભું થાય તે ઘટના આશ્ચર્યપ્રેરક ના કહી શકાય? ઐસા ભી હોતા હૈ? ભારતવર્ષના માળવામાં આવેલા અવિન્તની વાત કરીએ તો યયાતિપુત્ર યદુના હૈહયા વારસોએ અવિન્તની સ્થાપના કરીને પ્રદેશને બે ભાગમાં વહેંચ્યો હતો- મહિસ્મિતી અને ઉજજૈન. મધ્યકાળના કાલાચુરી શાસકો પણ હૈહયાના વારસો મનાય છે. ઈતિહાસકાર જે.પી.મિત્તલના કહેવા મુજબ સિકંદરે ભારતવર્ષ પર આક્રમણ કર્યું ત્યારે હાલા સાતવાહન મગધ પર શાસન કરતા હતા. ત્યારબાદ હાલા સાતવાહન શાસક શાલિવાહને તો શકોને પરાજિત કરીને પોતાના વિજયને યાદ રાખવા ભારતમાં શક સંવતની શરૂઆત કરી હતી. શાલિવાહન અપણૉ (કોકણ), અનુપા(નર્મદા ખીણ - મહસ્મિતિ), અંતરા (સૌરાષ્ટ્ર), કુકુરા (પશ્ચિમ રાજપૂતાના), અકારા (પૂર્વ માળવા) અને અવિન્ત (પશ્ચિમ માળવા) પર શાસન કરતા હતા. હાલાસ્તાત કે હાલા સાતવાહન ? આશ્ચર્યની વાત એ છે કે સ્વિત્ઝર્લેન્ડમાં Avenches જિલ્લામાં પ્રાચીન અવિન્તકમ શહેરના અવશેષો આવેલા છે. આવું બની શકે? આ જ હેલેવેતિયા જર્મેનિક ટ્રાઇબે ઓલિસ્ટ્રયામાં ઇસવીસન પૂર્વે ૪૫૦માં વિન્દોબોન નગરની પણ સ્થાપના કરી હતી. તે વિન્દોબોન પર જ આજે વિયેના ઊભું છે. હેલેવેતિયા જાતિ થકી યુરોપમાં ‘હલસ્તાત’ સંસ્કૃતિનો વિસ્તાર થયો હતો. સિકંદરના ભારત પરના આક્રમણ બાદ યુરોપ અને એશિયાના મિલનસ્થાન એવા એનેતોલિયા અથૉત્ યવનપ્રદેશમાં (આજના તુર્કસ્તાનમાં ) યુરોપની કેલ્ટિક પ્રજાએ પહોંચીને ગેલેશિયા વસાહત અને પાટગનર અંકીરા (આજનું અંકારા)ની સ્થાપના કરી હતી. મજાની વાત એ છે કે ‘ગેલેશિયા’ શબ્દ ‘કાલશ્વિ’ શબ્દમાંથી ઊતરી આવ્યો છે. ભારતના કાલાચુરી શાસકો પણ હતા. આ કાલાચુરી શાસકોનું અને એશિયા માઇનોરમાં રચાયેલી ગેલેશિયા કોલોની એમ બંનેનું પ્રતીક વૃષભ હતું. તે ગેલેશિયામાં ‘Callaeci’ ટ્રાઇબ વસતી હતી. ભારતવર્ષનું પૂર્વ માળવા ક્ષેત્ર ‘અકારા’ નામે ઓળખાતું હતું તો એશિયા માઇનોરનું પાટનગર અંકીરા. ત્યારબાદ જર્મેનિક હેલેવેતિક કેલ્ટિક જાતિએ ઇસવીસન પ્રથમ સદીમાં અવિન્તકમ નામે શહેરની રચના કરી. એશિયા માઇનોરમાં હેલિસ (halys) અને અપ્સરા નામે નદી પણ વહી રહી હતી. મુસોલિનનું અખબાર ‘અવિન્ત’ આટલું જ નહીં. અરે, સ્પેનમાં ‘Hala Madrid’ નામે સ્પોર્ટ્સ મેગેઝિન આજે પણ છે. વાત આટલેથી અટકતી નથી. આશ્ચર્ય એ વાતનું છે કે ફાસીવાદી મુસોલિને મિલાન (મિલન?) ખાતે ‘અવિન્ત’ નામે અખબાર શરૂ કર્યું હતું. ઐસા ભી હોતા હૈ!અખબાર આજે પણ ઇટાલીના સમાજવાદી પક્ષનું મુખપત્ર છે. ભારતમાં હાલાસાતવાહન શાલિવાહન અને સ્વિત્ઝર્લેન્ડમાં હાલસ્તાત, ભારતમાં કાલાચુરી અને એશિયા માઇનોરમાં કાલશ્વિ શબ્દમાંથી જન્મેલું ગેલેશિયા. જુઓને ભારતમાં અવિન્ત તો સ્વિત્ઝર્લેન્ડમાં અવિન્તકમ?! ઐસા ભી હોતા હૈ..!? ઐસા ભી હોતા હૈ- ૩, ચંદ્રકાન્ત મારવાડી