તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હસ્તિનાપુર કે કિંગડમ ઓફ હસ્તિંગા?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રિટનમાં આઠમી સદીમાં સૌપ્રથમ વાર હસ્તિંગા‘Hastingas’ શબ્દ મોટાપાયે પ્રચલિત થયો હતો. બ્રિટનની પ્રાચીન હસ્તિઆ Hæsta’s people આધારે શબ્દ પ્રચલિત બન્યો હતો. તેમને હસ્તિયા (family/followers of Hæsta) પરંપરાના લોકો કહેવાતા હતા. તેમણે જ કેન્ટ કાઉન્ટીમાં ‘Hastingleigh’ નગર અને ત્યારબાદ ઇસવીસન ૧૦૫૦માં ‘Hæstingaceaster’નામે નગરની રચના કરી હતી. આધુનિક ‘Hastings’ નગર ઊભું છે તેની આસપાસ આ ટ્રાઇબે ઇસવીસન ૭૭૧માં હસ્તિંગા રાજ્યની સ્થાપના કરી હતી. સસેક્સ, વેસેક્સ, સુરે, કેન્ટ અને પ્રતિકાત્મક ‘ઇસ્લે ઓફ થેનેટ’ સુધી રાજ્યનો વિસ્તાર થયો હતો. આ સાથે તળ બ્રિટનમાં બે રાજ્યો ઉદ્ભવ્યા હતા (૧) Kingdom of London (૨) The Kingdom of Haestingas. વિસ્તારમાં અરુણ નદી (River Arun) પણ વહે છે. નોર્મન કોન્કવેસ્ટ સાથે રાજ્ય શક્તિશાળી બન્યું હતું. આ પ્રજાએ જ બ્રિટનમાં કાઉન્ટી શબ્દ પ્રચલિત કર્યો. (તે પહેલાં માત્ર ‘shir’ શબ્દનું પ્રચલન હતું અને તે સફીકસ ‘શ્વર’ શબ્દથી લગારે છેટૂ નથી. જેમ કે ગલતેશ્વર)કાઉન્ટીનો આઇરિશ ઉચ્ચાર કુન્તા(Cunta), ઇટાલિયન સ્વરૂપ કોન્તે (Conte) છે. કાઉન્ટ અને કાઉન્ટેસ પદનો અર્થ પણ અહીં મળી રહે છે. ‘Hastings’ શબ્દનાં ચાર સ્વરૂપો છે. Hastey, Hastie, Hasting and Hasty. શું આ તમામ શબ્દો હસ્તિનાપુરની યાદ નથી અપાવતા? ઐસા ભી હોતા હૈ? વોરેન હસ્તિંગ : વોરેન હેસ્તિંગ (Warren Hastings) ૧૭૭૨ થી ૧૭૮૫ દરમિયાન બંગાળ - અવધના ગવર્નર અને ગવર્નર જનરલ રહ્યા હતા. પ્લાસીના યુદ્ધ પહેલાં અવધના શાસક સિરાજુદ્દીન દૌલાએ સૈન્ય સાથે કોલકાતા પર હુમલો કર્યો ત્યારે હેસ્તિંગ કાસિમ બજારમાં હતા. એ જ યુદ્ધમાં માર્યા ગયેલા અધિકારીની વિધવા સાથે તેમણે લગ્ન કર્યા હતા. પ્લાસી અને બકસરના યુદ્ધમાં રોબર્ટ કલાઇવના વિજયના પગલે અયોધ્યા મુક્ત થયા બાદ કંપનીનું સુકાન હાથમાં લઇને હસ્તિંગે બંગાળ અને અવધની રાજકીય ગતિવિધિઓને અંકુશમાં લેતાં મોગલ સલ્તનત સામે સાર્વભોમત્વનું રણશિંગુ ફૂંક્યું હતું. આ સમયગાળામાં તેમણે જ ચાર્લ્સ વિલકિન પાસે ભગવદ્ ગીતાનું અંગ્રેજી રૂપાંતર કરાવીને ગ્રંથનું આમુખ લખ્યું હતું. ઐસા ભી હોતા હૈ? થાનેસર તીર્થ અને ઇસ્લે ઓફ થેનેટ : મેરઠ જિલ્લામાં આજે પણ હસ્તિનાપુરમ નગર પંચાયત આવેલી છે. તે પ્રદેશમાં આવેલા હસ્તિનાપુર માટે હરિયાણાના થાનેસર નજીકમાં મહાભારત યુદ્ધ ખેલાયું હતું. થાનેસર અને કુરુક્ષેત્ર વિસ્તાર મહાભારત યુદ્ધની સ્મૃતિઓને સંકોરીને બેઠા છે. થાનેશ્વર ક્ષેત્રમાં જ ભગવાન કૃષ્ણે અર્જુનને ગીતાબોધ આપ્યો હતો. બ્રિટનના હસ્તિંગા કિંગડમે પણ પોતાના ટાપુને સ્મૃતિરૂપ પ્રતિકાત્મક નામ આપ્યું છે ‘ ઇસ્લે ઓફ થેનેટ’. કુરુક્ષેત્ર વિસ્તારમાં આજે પણ અરુણા નદી (river Aruna) અને અરુણા તીર્થ આવેલાં છે. કુરુક્ષેત્ર અને બ્રિટનના હસ્તિંગામાં અરુણ નદી ?ઐસા ભી હોતા હૈ? હસ્તિંગા સંસ્કૃતિ: હસ્તિંગા પ્રજાની આગવી સંસ્કૃતિ અને ગીતો છે. તેમાંનું એક ગીત છે ‘આઇ વિલ બી ફાઇટિંગ ફોર યુ’ પૂરેપૂરું ગીત નેટ પર છે. “when you when you when you fight I’ll be fighting for you I’ll be fighitng for you when you take it all back and you will never know how you how you will find a good reason to be mine when you when you when you fight I’ll be fighting for you I’ll be fighitng for you” માતા કુન્તા અને માતા માદ્રીનો પોકાર કરતી કરતી આ પ્રજા બ્રિટન સુધી કયા માર્ગે પહોંચી તેનું પગેરું શોધવા પ્રયાસ થવો ઘટે? સ્વિડિશ અને નોર્વેના kunta, kunte શબ્દ મૂળ જર્મેનિક શબ્દ kunton શબ્દમાંથી ઉદ્ભવ્યા છે. ઐસા ભી હોતા હૈ? ch.marwadi@gmail.com ઐસા ભી હોતા હૈ- ૭, ચંદ્રકાન્ત મારવાડી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો