તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લવનંદન કે લંડન?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થેમ્સનો પ્રવાહ અહીં એટલો સાંકડો હતો કે પુલ બાંધી શકાય. આગળ જતાં નગરના રોમન-બ્રિટિશ નામે કેલ્ટિક સ્વરૂપ લીધું અને ઉચ્ચાર ‘લોવોનિદોન્જોન’ (Lowonidonjon) થયો હતો. મૂળ કેલ્ટિક શબ્દ નૌદોન્ત (Noudont) જે રીતે નોદોન્સ (Nodons) બની ગયો એ રીતે ધીરેધીરે નામ લોવોનિદોન્જોનમાંથી લંડન બની ગયું.વેલ્સની ભાષામાં થતાં રહેલાં પરિવર્તનો મુજબ (Lou-nd-e-njo-m) (લવનંદનજમ?) શબ્દમાં ‘લવ’ (lou) ધાતુ મુખ્ય હતી. તો શું લંડનનું મૂળ નામ ‘લવનંદન’ હશે? ત્રિવેન્તકમ મૂળ સંસ્કૃત શબ્દ હતો. તો શું મૂળ સંસ્કૃત શબ્દ લવનંદનમનું આગળ જતાં અપભ્રંસ સ્વરૂપ છે લંડન? લવનંદન એટલે તો અર્થ થાય લવના પુત્રો! ઐસા ભી હોતા હૈ? ‘Lou’ મૂળ જર્મેનિક શબ્દ મનાય છે. જેનો અર્થ છે વીર યોદ્ધો. Lou શબ્દ ‘Lou ’ શબ્દનું ટૂંકું સ્વરૂપ છે.શ્રી રામ દ્વારા સીતાત્યાગની ઘટના બાદ તમસ નદીકિનારે આવેલા વાલ્મીકિ આશ્રમમાં સીતાજી રહેતાં હતાં. ત્યાં બે પુત્રોને જન્મ આપ્યો- લવ અને કુશ. ગુરુ વાલ્મીકિએ જ લવ-કુશને અસ્ત્ર-શસ્ત્ર અને રામાયણગાનની તાલીમ આપી હતી. વાલ્મીકિ રચિત રામાયણનું પ્રથમગાન લવ-કુશે જ કર્યું હતું. અયોધ્યાની શેરીઓમાં વાલ્મીકિ રચિત રામાયણને ગુંજતું કરીને તેઓ જ સૌપ્રથમ નીકળ્યા હતા. સીતાનું પૂતળું બનાવીને યજ્ઞમાં બેઠેલા રામજી તેમને ઓળખી ગયા હતા. જનકપુત્રી સીતાના જમીનમાં ઊતરી જવાની ઘટનાની વેદના તેમના આ પુત્રોએ જ ઝેલી હશે? રામજીની વૃદ્ધાવસ્થા અને અંતકાળના પણ તેઓ જ સાક્ષી રહ્યા હશે ? હા, કાકા ભરતને કૈકેય દેશમાં શાસન કરતા એમણે જોયા હશે.(જેની રાજધાની હતી ગિરિવ્રજ અને આપણું ગુજરાત તે કૈકેય પ્રદેશનો હિસ્સો હતો-આજે પાક.માં આવેલું પંજાબ). ભરતપુત્રોએ તક્ષશિલા, પુષ્કલાવતી (પેશાવર) કે તક્ષખંડ (તાશ્કંદ)ની રચના લવ-કુશની સાક્ષીએ જ કરી હશે. લવે વસાવ્યું હતું લાહોર. બસ, ત્યાં જઇને આપણે અટકી જઇએ છીએ. ત્યારબાદ લવ-કુશ અને ભરતપુત્રોનું શું થયું? આઠમી સદીમાં કવિ ભવભૂતિએ ‘ઉત્તર રામચરિત’ની રચના કરતાં લવ અને કુશનાં ચરિત્રોનું વર્ણન કર્યું હતું.આશ્ચર્યની વાત એ છે કે ભારતવર્ષમાં તમસ નદી વહી રહી છે અને બ્રિટનમાં થેમ્સ. થેમ્સનો મૂળ ઉચ્ચાર ‘તમસ’ (Temese) થતો હતો અને અર્થ પણ અંધકાર. તેમાંય હાલમાં લંડન આવેલું છે તે પ્રદેશમાં વહેતી થેમ્સ નદીને નામ અપાયું હતું (p) lowonida). ઇસવીસન પૂર્વે પ્રથમ સદીમાં સ્થળ પર ત્રિનોવેન્ત્સ જાતિ દ્વારા નિર્મિત ત્રિનોવન્તમ (Trinovantum) નગર ઊભેલું હતું. ઇસવીસન ૪૩માં રોમન્સ દ્વારા Latin: Londiniumyની સ્થાપના થઇ હતી.ત્યારબાદ રાજા લ્યુડે (Lud) નગરની કિલ્લેબંધી કરીને નવેસરથી વસાવ્યું હતું. એક માન્યતા મુજબ થેમ્સ નદીને આ વિસ્તારમાં નામ આપવામાં આવ્યું હતું લોવોનિડિયા (p) lowonida). થેમ્સનો પ્રવાહ અહીં એટલો સાંકડો હતો કે પુલ બાંધી શકાય. આગળ જતાં નગરના રોમન-બ્રિટિશ નામે કેલ્ટિક સ્વરૂપ લીધું અને ઉચ્ચાર ‘લોવોનિદોન્જોન’ (Lowonidonjon) થયો હતો. મૂળ કેલ્ટિક શબ્દ નૌદોન્ત (Noudont) જે રીતે નોદોન્સ (Nodons) બની ગયો એ રીતે ધીરેધીરે નામ લોવોનિદોન્જોનમાંથી લંડન બની ગયું .તો વેલ્સની ભાષામાં થતાં રહેલાં પરિવર્તનો મુજબ (Lou-nd-e-njo-m) (લવનંદનજમ?) શબ્દમાં ‘લવ’ (lou) ધાતુ મુખ્ય હતી. તો શું લંડનનું મૂળ નામ ‘લવનંદન’ હશે? ત્રિવેન્તકમ મૂળ સંસ્કૃત શબ્દ હતો. તો શું મૂળ સંસ્કૃત શબ્દ લવનંદનમનું આગળ જતાં અપભ્રંસ સ્વરૂપ છે લંડન? લવનંદન એટલે તો અર્થ થાય લવના પુત્રો! ઐસા ભી હોતા હૈ? ‘Lou’ મૂળ જર્મેનિક શબ્દ મનાય છે. જેનો અર્થ છે વીર યોદ્ધો. Lou શબ્દ ‘Lou ’ શબ્દનું ટૂંકું સ્વરૂપ છે. તો શું ડચ શબ્દમાં છુપાયેલા સંસ્કૃત શબ્દ દેવષ્ચ’ ને વાંચવાનું આપણે ચૂકી ગયા એ રીતે લુઇસમાં છુપાયેલા ‘લવશ્વિ ’ શબ્દને વાંચવાનું આપણે ચૂકી ગયા? આવું બધું બની શકે? ઐસા ભી હોતા હૈ?ઇસ્લે ઓફ મન(મનુશ્રીનો ટાપુ)આશ્ચર્યની વાત એ છે કે મનુવંશી હોવાના પુરાવારૂપે બ્રિટનમાં ‘ઇસ્લે ઓફ મન’ (મનુશ્રીનો ટાપુ) છે. બ્રિટિશ રાજવીકુળ આ ટાપુ પર અધિકાર ધરાવે છે. તિબેટ સાથેના જોડાણ અંગેની યાદ તાજી રાખવા આયર્લેન્ડમાં તારાહિલ છે? તારાદેવી અને તિબેટને સીધો સંબંધ છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે ‘ભારતમાતા’ના ચિત્ર અને બ્રિટનના હ્યુમન પર્સોનિફિકેશન સ્વરૂપ ‘બ્રિટાનિયા દેવી’નાં ચિત્રોને સામસામે મૂકવામાં આવે તો પણ મામૂલી તફાવત જ છે? આવું બધું સંભવી શકે? ઐસા ભી હોતા હૈ?ch.marwadi@gmail.comઐસા ભી હોતા હૈ- ૧, ચંદ્રકાન્ત મારવાડી