તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેન્યુબ અને દાનવમાતા દાનુ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપણે આગળ પર આર્યાવતમાં દુષ્કાળ સર્જનારા દાનવ દુર્ગમ , દુર્ગમનો વધ કરનારાં દેવી શાકમ્બરી અને સિકર નજીક આવેલા સાંભર સરોવરની વાત કરી. કદાચ સાંભર સાથે જ તે પહેલાંના દુષ્કાળની કથા પણ સંકળાયેલી છે. આ પૌરાણિક કથા વળી ઇન્દ્ર અને દુષ્કાળકારક વ્રીત્રા દાનવની છે.દાનવોની માતા દાનુ વ્રીત્રા દાનવ (Vritra)ની માતા હતા. વ્રીત્રાને દુષ્કાળકારક દાનવ અને ઇન્દ્રનો શત્રુ માનવામાં આવે છે. વ્રીત્રા દાનવે વિશ્વભરના જળ પર કબજો કર્યો હતો. ઇન્દ્રે વ્રીત્રાનો વધ કરીને નદીઓને મુક્ત કરાવી હતી. ઉલ્લેખ છે કે ઇન્દ્રે મોટેભાગે સાંભરમાં આવેલા વ્રીત્રા દાનવના કિલ્લાનો નાશ કર્યો હતો. આપણી પૌરાણિક કથા અહીં પૂરી થાય છે અને જર્મેનિક જાતિની કથા શરૂ થાય છે. ડેન્યુબના એક પ્રવાહને નામ મળ્યું છે દોનારિસ (Donaris (upper Danube) અને બીજા પ્રવાહને નામ મળ્યું છે ઇસ્તરોસ (Istros).બ્રિટનમાં તે નદીને ડેન્યુબ કહે છે. જર્મનીમાં તેનો ઉચ્ચાર ‘દોનૌ’ (Donau) તો સર્બિયા (અફઘાન શબ્દ સરબન્સ, સંસ્કૃત શબ્દ સૂર્યવંશ)માં નદીને દુનાવ (Dunav) નામે સંબોધાય છે. જર્મનીના બ્લેક ફોરેસ્ટમાં ઉદ્ભવસ્થાને ‘દેવી અબનોબા’ની સ્થાપના થઇ હતી. બાદમાં બ્રિગાચ અને બ્રગિ નદીના નાનકડા પ્રવાહ તેમાં ભળે છે. ૨૮૫૦ કિ.મી.ની આ નદી અનેક દેશમાંથી પસાર થતી આગળ વધે છે. માર્ગમાં જ સિગમરિનજેન (Sigmaringen) નામે નગર અને જિલ્લો આવેલા છે. સ્પષ્ટતા થઇ છે કે ડેન્યુબ શબ્દ કેલ્ટિક ‘દાનુ’ શબ્દમાંથી ઊતરી આવ્યો છે. તો શું દુષ્કાળના કારક વ્રીત્ર દાનવની માતા દાનુને નામે ડેન્યુબ નામ આપવામાં આવ્યું હશે? યુરોપે દુષ્કાળ સાથે સંકળાયેલા દાનવ વ્રીત્રા અને તેની માતા દાનુ એમ બંનેને યાદ રાખ્યા છે? તો શું તેમણે એવું માની લીધું હશે કે ભારતમાં તો દાનવમાતા દાનુ અને વ્રીત્રા દાનવ કદી નહીં ભુલાય? ડેનમાર્ક નામ પણ દાનુ સાથે સંકળાયેલું છે. એક માન્યતા મુજબ ‘Dani people’ સાથે તો બીજી માન્યતા મુજબ Sanskrit dhánu?- (ધનુષ - desert) શબ્દ સાથે ડેનમાર્કને સંબધ છે. ઝેકોસ્લેવિયામાં વેત્રાવતી નદી ? મધ્યપ્રદેશમાં વહેતી વેત્રાવતી નદીને બેતવા તરીકે પણ ઓળખાય છે. જર્મનીના બેત્યુઆ (Betuwe ) પ્રદેશમાં વસતી બોઇ ટ્રાઇબ આજના ઝેકોસ્લેવિયામાં વ્લત્વા (Vltava ) નદી તટે પ્રાર(આજનું પ્રાગ ) તેમ જ વિસેહાર્દ (Vyšehrad) (વિદિશા?) ની સ્થાપના કરે છે. રાજ્યને નામ આપે છે બોહેમિયા કે બેવેરિયા. ભારતવર્ષમાં વેત્રાવતી કે બેતવા નદી તટે વિદિશા અને ભોજપુર આજે પણ છે. તો શું જર્મની પહોંચેલી જાતિઓએ દુષ્કાળ સંદર્ભમાં ભારતમાં પ્રવર્તી રહેલી દંતકથાને યાદ રાખતાં દાનવમાતા દાનુ પરથી નદીને નામ આપ્યું ડેન્યુબ, દુનાવ કે દૌનૌ? દુષ્કાળકારક મનાતા દાનુપુત્ર વ્રીત્રા દાનવના ઇન્દ્ર દ્વારા થયેલા વધને યાદ રાખતાં બીજી નદીને નામ આપે છે વ્લત્વા (Vltava) ? જર્મનીમાં ‘બેત્યુઆ’ પ્રદેશ પણ છે જ. તો શું દુષ્કાળ સમયમાં સાંભરની સાથોસાથ મધ્યપ્રદેશની વેત્રાવતી નદી તટેથી પણ સ્થળાંતર થયું હશે? મહાભારત કાળના મહાભોજના વારસો પણ યુરોપ પહોંચ્યા હશે? આજના ઝેકોસ્લેવિયામાં બેવેરિયા કે બોહેમિયાનાં રાજ્યોની સ્થાપના તેમણે કરી હશે? યુરોપમાં વપરાતા પન્નોની અને ઇલિરિઅન્સ શબ્દ તો આ દિશામાં જ સંકેત આપે છે. ઐસા ભી હોતા હૈ? ch.marwadi@gmail.com ઐસા ભી હોતા હૈ- ૬, ચંદ્રકાન્ત મારવાડી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો