તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાલ્ઝ-સાલ્વ-સત્યવાન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાભારતકાળમાં વાયવ્ય ભારતવર્ષમાં માદ્રને સ્પર્શીને સાલ્વ રાજ્ય (Salwa) આવેલું હતું. સત્યવાન સાવિત્રીની કથા માદ્ર અને સાલ્વ રાજ્યોને સાંકળે છે. સત્યવાન સાલ્વકુળનો હતો અને સાવિત્રી માદ્રકુળની. આપણી પૌરાણિક કથા મુજબ પુરુવંશી વ્યુશિતસ્વા (Vyushitaswa) શક્તિશાળી રાજવી હતા. તેમના સાત પુત્રો પૈકી ત્રણ સાલ્વ અને ચાર માદ્ર કહેવાયા . સાલ્વકુળના ધ્યુમન્તસેનના પુત્ર સત્યવાન અને માદ્રકુળના અશ્વપતિની પુત્રી સાવિત્રીનાં લગ્ન થયાં હતાં. સાવિત્રી પતિ સત્યવાનને યમરાજ પાસેથી છોડાવી લાવ્યાં હતાં. સત્યવાન સાવિત્રીની કથા ખૂબ રોચક રીતે કહેવાતી રહે છે. અરબિન્દોએ તો સાવિત્રી વિષયે મહાકાવ્યની રચના કરી હતી. સાલ્વ વંશના શાસકોએ મહાભારત યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. આપણી પૌરાણિક કથા અહીં પૂરી થાય છે અને જર્મેનિક ટ્રાઇબ્સની કથા શરૂ થાય છે. ઓસ્ટ્રિયામાં Salzach River નદીતટે સાલ્ઝબર્ગ (Salzburg) નામે પ્રાચીન કેલ્ટિક વસાહત આવેલી છે. ઇસવીસન પૂર્વે પાંચમી સદીમાં આ વસાહત ઊભી થઇ હતી. શબ્દ સાલ્વ શબ્દની યાદ નથી અપાવતો? સ્લોવેકિયાની રાજધાની બ્રતિસ્લવા (Bratislava કે Wratislavia) , ઝેકોસ્લેવિયાની વ્લત્વા (Vltava) નદી, વીસેહરાદ (Vyšehrad ), એ તમામ શબ્દ પુરુવંશી વ્યશિતસ્વા (Vyushitaswa) ની યાદ નથી અપાવતા? તે સમયે વિસ્તારમાં વસતી જાતિઓને ઇલિરિયન્સ (ઇલાવંશી) જ કહેવાતી હતી. બોઇ જાતિએ બોહેમિયા વિકસાવ્યા બાદ આ પ્રદેશમાં સ્લેવિક પ્રજાનું માઇગ્રેશન થતું રહ્યું હતું. આશ્ચર્ય થશે કે વિસ્તારમાં ‘Zala River અને Zalavár’ પણ છે. ભોજનું વિરાટ સ્વરૂપ બાઇઝાન્ટાઇન? ખાસ કરીને પાંચમી સદીથી armatians, Hun, Avars, Bulgars, અને Magyarsનું પ્રદેશમાં આગમન થતું રહ્યું હતું. આપણી મેરુ સંસ્કૃતિ બાદ વિકસેલી સુમેરુ(સુમેરિયન - બેબિલોનીયન) સંસ્કૃતિનો એ સમયગાળામાં જ ધ્વંસ થયો હોવાથી મોટાપાયે માઇગ્રેશન થયું હતું. યુરોપની અડધી પ્રજા સ્લેવિક ભાષા બોલે છે. બોઇ શબ્દનું સ્લેવિક સ્વરૂપ Bojan રહ્યું અને તેમાંથી જન્મ્યું બાયઝેન્ટાઇન (Byzantine) કિંગડમ. તો બાયઝેન્ટાઇન તે ભોજનું વિરાટ સ્વરૂપ છે? Avars માટે સંસ્કૃત શબ્દ અભિરા છે અને વર્તમાન શબ્દ આહિર. ઐસા ભી હોતા હૈ? કાફિર્સના અંતિમ ચિત્કાર..! ગિલલિટના રેસિડેન્ટ રોબર્ટસને કાફિરિસ્તાનમાં એક વર્ષ રઝળપાટ કરીને લખેલા પુસ્તક ‘કાફિર્સ ઓફ હિન્દુકુશ’(૧૮૯૬)માં કાફિર્સના ચિત્કાર કેદ છે. આવા જ એક કાફિરે બર્લિનની દીવાલ સર્જાઇ નહોતી તે પહેલાં (પુસ્તક ૧૮૯૬માં બહાર પડ્યું હતું) એ ભેદરેખાનો ભેદ રોબર્ટસનને સમજાવવા પ્રયાસ કર્યો હતો. કાફિર્સના અંતિમ ચિત્કારોની સવાસોમી જયંતીએ તેનાં વાક્યોનો ભેદ કાંઇક આ મુજબ છે. The Katirs in the Bashgul valley informed me that they came from the west, and were once part of a numcroiis tribe which divided into two parties.One division, consisting of all the wealthy and other notable persons, went to London, while the other, comprising menials only, settled in Kafiristan. This depreciation of themselves is in the true spirit of Oriental politeness. They warned me not to trust the Kam, or to believe them for an instant if they declared that they and I were descended from a common ancestor ; for it was notorious that it was the Katirs, and not the Kam, who were of my race, the Kam being really more akin to the Russians. This also indicated that the Kafirs of the Bashgul Valley know something of the antagonistic sentiments with which the English and the Russians are supposed to regard one another in the East.” (page 160) બાશગુલ ખીણનો કાફિર બ્રિટિશ રેસિડેન્ટ રોબર્ટસનને એ સમજાવવા પ્રયાસ કરતો હતો કે રોબર્ટસન તેના જ કુળના છે. તે એમ સમજાવવા કોશિશ કરી રહ્યો હતો કે રશિયામાં વસતી જાતિઓને કામ ખીણ અને પશ્ચિમ યુરોપમાં વસતી જાતિઓને બાશગુલ ખીણ સાથે સંબંધ છે. પણ કદાચ રોબર્ટસન તેનાથી વધુ જાણતા હતા?? ઐસા ભી હોતા હૈ? ch.marwadi@gmail.com ઐસા ભી હોતા હૈ- ૧૦, ચંદ્રકાન્ત મારવાડી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો