તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્રોણ - ઓરેગન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાભારતની કથા કહે છે કે દ્રોણાચાર્ય કૌરવો અને પાંડવોના ગુરુ હતા. આધુનિક દહેરાદુન ક્ષેત્રમાં દ્રોણનો જન્મ થયો હોવાની માન્યતા છે. પોતાના પુત્ર અશ્વત્થામા પછીના ક્રમે તેઓ અર્જુનને વિશેષ પ્રેમ કરતા હતા. દ્રોણેને તારાદેવીના પતિ બૃહસ્પતિના (દેવગુરુ) અંશ પણ માનવામાં છે. માતૃગર્ભમાં ઉછેર વિના જ ભારદ્વાજ થકી તેમનો જન્મ થયો હોવાનું કહેવાય છે. ઉલ્લેખ છે કે કૃપાચાર્યનો જન્મ પણ ગર્ભમાં ઉછેર વિના થયો હતો. દ્રોણાચાર્યે કૃપાચાર્યનાં બહેન કૃપિ સાથે લગ્ન કર્યા હતાં. ભીષ્મે તેમને કુરુ રાજકુમારોને અસ્ત્ર-શસ્ત્રનું જ્ઞાન આપવાનું કહેતાં દ્રોણાચાર્યે ગુરુ કુળ (ગુરુ ગાંવ)ની રચના કરી હતી. પાંડવોએ તે નગર તેમને ગુરુ દક્ષિણામાં આપ્યું હતું. આજે તેને‘ ગુડગાંવ’ કહે છે. મહાભારત યુદ્ધમાં તેમને કૌરવ પક્ષે લડવાની ફરજ પડી હતી. આપણી પૌરાણિક કથા અહીં પૂરી થાય છે અને આયર્લેન્ડની દ્રોણ જાતિની કથા શરૂ થાય છે. દ્રોણ અને ઓરેગોન: આપણે જાણ્યું કે બ્રિટનમાં બે કિંગડમ હતા. એક તો કિંગડમ ઓફ લંડન અથૉત્ લવનંદન અને કિંગડમ ઓફ હસ્તિંગા અથૉત્ હસ્તી. સ્કોટલેન્ડના પર્થ શહેરનો સ્કોટિશ ગેલિક ભાષામાં ઉચ્ચાર Peairt (પર્ત) છે અને પ્રદેશને કુન્તી ઓ પર્થ (Coontie o Perth) કહેવાય છે. પંદરમી સદી સુધી ત્યાં સ્કોટિશ રાજવીઓનું શાસન હતું. મજાની વાત એ છે કે પર્થશાયરથી પાંચ કિ.મી.ના અંતરે જ દ્રોણ (Dron) ગામ આવેલું છે. ત્યાં જ દ્રોણ હિલ (Dron Hill)અને રોકિંગ સ્ટોન ઓફ દ્રોણ (Rocking Stone of Dron) પણ આવેલાં છે. ઐસા ભી હોતા હૈ? દ્રોણ નગર પર્થશાયરનું એક પેરિશ (વિસ્તાર) જ મનાતું હતું. આયર્લેન્ડ અને સ્કોટલેન્ડની પ્રાચીન કેલ્ટિક જાતિ ઉઇ દ્રોણ (UI DRONA) ને દ્રોણના વારસો માનવામાં આવતા હતા. ‘ફોર ટ્રાઇબ્સ ઓફ તારા’ (તારાદેવીની ચાર જાતિ)માં દ્રોણ ટ્રાઇબનો સમાવેશ થતો હતો. આયર્લેન્ડમાં ઇસવીસન બીજી સદી દરમિયાન દ્રોણવંશી શાસકો લેન્સટર (Leinster) ખાતે શાસન સંભાળતા હતા. આઇ દ્રોણ (Idrone) કુળના શાસકો ઓ’ O’Riain (Ryan) કહેવાતા હતા. તેથી જ આ ટ્રાઇબ આગળ જતાં ૧૧મી સદીથી O’Riain કે પછી Ryans તરીકે ઓળખાતી થઇ. આયર્લેન્ડના Carlow અને Kilkenny વિસ્તારો આ જાતિના ઈતિહાસથી છલકાય છે. ઈતિહાસકાર Georffrey Keating આ ટ્રાઇબનો ઈતિહાસ વર્ણવતા રહ્યા છે. Blackstairs mountain’s માં આ જાતિનો વાસ હતો. દ્રોણવંશી O’Riaghain (O’Ryan) ટ્રાઇબનો ઈતિહાસ અહીં પડેલો હતો. ‘Connacht’માં દ્રોણવંશીઓનું શાસન હતું. Carlowમાં શાસન સંભાળતા હોવાથી તેમને કાર્લો પરિવાર પણ કહેવામાં આવે છે. આ જ પ્રદેશમાં Graiguenamanagh ( ગુરગાંવ?) આવેલું છે. Riaghan શબ્દ આ જાતિની દેન છે. હવે અમેરિકાના ઓરેગન સ્ટેટનો અર્થ સમજાયો?ઓરેગન - રેગન: અમેરિકી પ્રમુખ રોનાલ્ડ રેગને (Ronald Reagan) પોતાના પુસ્તક ‘A Life In Letters’ ના પેજ - ૩૮ પર તેમણે ૨૮ ઓક્ટોબર, ૧૯૮૧ના રોજ લખેલા પત્રની નકલ મૂકી છે. પત્રમાં તેઓ કાંઇક આ મુજબ જણાવે છે...... ‘Incidently we hail from four tribes of Tara descendent from high king of Ireland – Cathair Mor in 200 A.D. It seems we were the defenders for few centuries of the Gape of Glandine, a narrow pass in the Slive bloom mountains. Our moto was “ The Hills For Ever”. Every now and then I would like to take to the hills myself.By the way our great grand mother was Catherine Mulkahy..’ આગ્રા નજીક પવિત્ર ‘Keetham lake’ આવેલું છે. તેને સુર સરોવર પણ કહેવામાં આવે છે. આગ્રા પ્રદેશને મહર્ષિ અંગિરા સાથે સંબંધ છે. જો વાત ગુડગાંવ સુધી પહોંચતી હોય તો કથિમ તળાવ, આયર્લેન્ડના રાજવીઓ કથૈર મોર અને કેથેરાઇન વચ્ચે સંબંધ હશે? દ્રોણ તે ‘ફોર ટ્રાઇબ ઓફ તારા’ અથૉત્ તારાની ચાર જાતિઓ પૈકીની એક જાતિ છે, બાકીની ત્રણ જાતિના ઈતિહાસમાં જવું રહ્યું ? ભારતમાં પણ રેગની (Regani) અટકનું પ્રચલન છે. તે તરફ કદી ધ્યાન ગયું છે? ઐસા ભી હોતા હૈ? ધ્રુવ અને દ્રુઇદ: ભૂતકાળમાં યુરોપની દ્રુઇદ પરંપરા તરફ આપનું ધ્યાન દોરી ચૂક્યો છું. આ વિશે વિસ્તારપૂર્વક સમજ આપી ચૂક્યો છું. મુખ્ય દ્રુઇદ પૂજારી, ઓ’વોત્સ અને બાર્ડ કે બરદાઇ તે ત્રણેય પર યુરોપીય દ્રુઇદ પરંપરા ટકેલી હતી. વેલ્સમાં આ દ્રુઇદ પરંપરાનો થતો ઉચ્ચાર ભેદ ખોલી નાખે છે. વેલ્સમાં તેનો ઉચ્ચાર થતો હતો ..dryw (“seer”) આ ઉચ્ચાર ધ્રુવની યાદ નથી અપાવતો? આ ત્રણેય પરંપરામાં શું ધ્રુવ સમાઇ જાય છે? શ્રી રામે કૌશલ ગાદી પરથી નિવૃત્તિ લેતાં મહાવિષ્ણુ સ્વરૂપમાં પાછા ફરવા સરયુ નદીમાં જળસમાધિ લીધી હતી. વિષ્ણુને ધ્રુવથી વધીને કોણ ઓળખે? વોશિંગ્ટન (weis +ing+ ton) અને વિષ્ણુ (vi+snu) એમ બંનેના અર્થને સામસામે મૂકીને જોવા પ્રયાસ થશે? ઐસા ભી હોતા હૈ? ગંગાજીનો પ્રાદુભૉવ થતાં જ જહાનુ ઋષિ તેને ગળી ગયા હતા. ત્યારબાદ ફરી ગંગાજી પ્રગટ થતાં જાહ્નવી નામે ઓળખાયાં. તો શું બ્રહ્ના-વિષ્ણુ -મહેશની રૂપમાન મેરુ સંસ્કૃતિનો સુમેરુ સંસ્કૃતિ સુધી વિસ્તાર થયાપછી અરૂપ (યુરોપ) અને હવે અમેરૂ (અમેરિકાનો આ મૂળ શબ્દ છે) માં ફરી સ્વરૂપ પ્રકટ થઇ રહ્યા છે? ઐસા ભી હોતા હૈ? ch.marwadi@gmail.com ઐસા ભી હોતા હૈ- ૨૦, ચંદ્રકાન્ત મારવાડી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો