ચંદ્રકાન્ત મારવાડી: ભદ્રાંચલમ ભણી

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોન્ટા છોડતાં જ આંધ્રની સરહદ નજીક હતી. પહાડોનું સ્થાન ટેકરીઓએ લીધું હતું.વનરાજી બદલાવા લાગી હતી. હવે તાડના વૃક્ષ સાથે થઇ ગયાં હતાં. કોન્ટા છોડતાં હિન્દીના સામ્રાજ્યના અંત સાથે તેલુગુ બોલાતી હતી. વાંસ બસ્તરમાં થતા હતા પરંતુ વાંસની કારીગરીથી ઘરનું સુશોભન આંધ્રમાં જોવા મળ્યું. બસ્તરના ઘર પર નિળયાં હતાં. આંધ્રમાં છત તાડપત્રોથી ઢાંકેલી હતી. આંધ્રના લગભગ પ્રત્યેક ગામના પાદરે આવેલું નાનકડું સરોવર પોયણીનાં પુષ્પોથી લદાયેલું જોવા મળતું હતું.બીજા દિવસે ભદ્રાંચલમ પહોંચતાં ગોદાવરી સ્નાનનો લાભ મળ્યો. ગોપુરમશૈલીના પ્રથમ મંદિરનાં દર્શન કર્યા. એક શિલા પર રામજીના ચરણની છાપ બતાવીને કહેવાયું કે દંડકારણ્યથી રામ -સીતા -લક્ષ્મણ ભદ્રાંચલમ પહોંચ્યાં હતાં. સૂર્યાસ્તના સમયે ગોદાવરીના વિશાળ પટ પર બનેલા પુલને પસાર કરવાનો અનાયાસ મોકો મળ્યો. ગોદાવરીના વિશાળ પટમાં અસ્ત થઇ રહેલા સૂર્યનારાયણનાં લાલગુલાબી કિરણો ઝીલતાં હતાં અને સામે ક્ષિતજિ પર અસ્ત પામી રહેલાં સૂર્યનારાયણ પણ હતા. ભોપાલથી આગળ વાડીના વનમાં જોયેલા સૂર્યોદય અને ગોદાવરી તટે જોયેલું સૂર્યાસ્તનું ર્દષ્ય યાત્રાની યાદગાર પળો જ કહી શકાય.ગોદાવરી પાર કરતાં જ મોટો કસબો આવ્યો. યાત્રામાં આ પહેલો મુકામ હતો કે માનવમહેરમણ અને મંદિરો હતાં પણ રાત્રિવિશ્રામ માટે ઉતારો ના મળ્યો. હકીકત એ છે કે દક્ષિણના મંદિરો સોનાચાંદીનાં આભૂષણોથી લદાયેલાં હોય છે. ચોરીનો ભય રહેતો હોવાથી અજાણ્યાને આશરો આપતાં સેવક વર્ગ ગભરાય છે. ગોદાવરીની ભેખડોમાં નવા બની રહેલા ગણપતિના મંદિરમાં મુકામ કર્યો. મંદિરને છત હતી પરંતુ દીવાલો ન હતી. વરસાદી વાછટમાં ભીંજાતા રાત જાગવું પડ્યું હતું. એ રાતે વીજળીના કડાકા સાથે વાદળોના થઇ રહેલા ગડગડાટે જાણે તાંડવની યાદ અપાવી હતી. મને કહેવામાં આવ્યું કે ભદ્રાંચલમથી રામજી નાસિક , પંચવટી, કર્ણાટક , મદુરાઇ માર્ગે રામેશ્વરમ ગયા હતા. કશિકીધા વાનર પ્રદેશ કર્ણાટકમાં છે.દીર્ઘ પદયાત્રાને કારણે કદાચ દીદાર ખરાબ થઇ ગયા હતા. માર્ગમાં આગળ વધતા વિસ્તારમાં હનુમાનજીનાં માતા અંજનૈયા (અંજનીમાતા)નાં મંદિરો જોયાં. દક્ષિણમાં કાર્તિકેયનું પણ મહાત્મ્ય છે. પવલંચ અને તુમલપલ્લી સુધી તાડનાં વૃક્ષો સાથે જ રહ્યાં અને પછી તેમાં નાળિયેરીનાં વૃક્ષોનો ઉમેરો થયો. વિજયવાડા તરફના માર્ગમાં કોત્તાગુડમ સુધી કોલસાની ખાણો હતી. ભાષાકીય પ્રશ્નો હોવાથી સંવાદહીન સ્થિતિમાં માત્ર અંતર કપાતું હતું. ઉત્તરમાં યાત્રાની દોર ગંગાજીના હાથમાં હતી તો દક્ષિણમાં રામેશ્વરમના હાથમાં.વાસ્કો દ ગામા અને થોમસ રોનું આગમનકહેવાય છે કે કોન્સ્ટેટિનોપલના પતન (૧૪૫૩) સાથે યુરોપમાં રેનેસાં યુગના મંડાણ થયા હતા પરંતુ ઈતિહાસે યાદ રાખેલી આ ઘટનાને સમાંતર યુરોપમાં એક બીજી ઘટના પણ ઘટી હતી. ઉમાયદ ખિલાફત સામે ૭૫૦ વર્ષથી ઝઝૂમતા રહેલા સ્પેન અને પોર્ટુગલે ૧૪૬૯માં ફનૉન્ડો અને ઇસાબેલાનાં લગ્ન સાથે ઉમાયદ ખિલાફતની ધૂંસરીથી આઝાદી મેળવી હતી. સનલાઇન (સૂર્યવંશી) કેપેશિયનની પ્રશાખા ‘હાઉસ ઓફ બોર્બોને’ પ્રદેશને મુક્ત કરાવ્યો હતો. આઇબેરિયા આઝાદ થતાં લેશમાત્ર વિલંબ વિના ભારત સુધી પહોંચવા ૧૪૮૮માં ‘કેપ ઓફ ગુડ હોપ’ સુધીની પ્રથમ ખેપને પોર્ટુગલે અંજામ આપ્યા બાદ ૧૪૯૨માં તો કોલંબસે અમેરિકાના બહામા ટાપુ પર ભૂલથી પગ મૂકી દીધો હતો. વળી અમેરિકાની ખોજે સમસ્ત યુરોપના આત્મવિશ્વાસને વધારી દીધો હતો અને છતાં ભારત અભિયાન પડતું નહોતું મુકાયું( કેમ?). વાસ્કો દ ગામાએ ૨૦મે ૧૪૯૮ના રોજ કાલિકટ બંદરે પગ મૂક્યો હતો. પોર્ટગીઝ બાસ્કયુ ભાષા અને દ્રવિડ ભાષા વચ્ચે સામ્યતા હોવાની નોંધોના પુરાવા પણ આપણે આગળ પર જોઇશું. આપણે યાદ રાખવું પડશે કે કર્ણાટકમાં વાનરસ જાતિનો વાસ હતો અને આગંતુક વાસ્કો હતો. આપણે યાદ રાખવું પડશે કે પશ્ચિમ યુરોપમાં કેલ્કિક જાતિનો વાસ છે અને વાસ્કોે ભારતના કાલિકટ બંદરે પહોંચ્યો હતો. આપણે યાદ રાખવું પડશે કે યુરોપમાં કોકણી જાતિ અને કર્ણાટકમાં પણ કોકણી જાતિ વસી રહી છે. આપણે એ પણ યાદ રાખવું પડશે કે હિન્દુકુશ અને તેની આસપાસના પ્રદેશને આપણે ઉદ્યાન (ગુલિસ્તાં -ગેલેશિયા-ગુલ) પ્રદેશ કહેતા હતા અને સૂર્યવંશીઓની રાજધાનીનું નામ હતું ‘કપિ’સા ( કપિસિયાના-કેપેશિયન- કેપેટ).વર્તમાન સંશોધકોએ દરિયાખેડુ ગામા અને કોલંબસના જીવન વિષે હાથ ધરેલો અભ્યાસ તેમને ‘ટેમ્પાલર મિલિટરી ઓર્ડર’ સુધી દોરી ગયો હતો. ભારતીય સંશોધક સંજય સુબ્રમણ્યમે પણ આ વિશેનો અભ્યાસ કરીને પુસ્તક લખ્યું છે ‘ ધ કેરિયર એન્ડ લિજેન્ડ ઓફ વાસ્કો દ ગામા’. પુસ્તકમાં ઉલ્લેખ મુજબ વાસ્કો અને કોલંબસ બંને એક કે બીજી રીતે ‘સાન્તિયાગો ટેમ્પલાર કલ્ટ’ સાથે સંકળાયેલા હતા. ટેમ્પલાર કલ્ટ એટલે ૧૨મી સદીમાં ઇઝરાયલના સોલોમન ટેમ્પલ ખાતે મુખ્યાલય બનાવીને થયેલા ખાસ સૈન્યની રચના. ગામાએ કાલિકટ પહોંચીને જે રૌદ્રરૂપનાં દર્શન કરાવ્યાં તેની હકીકતો પણ તે ટેમ્પલાર હોવાની ચાડી ખાય છે. પુસ્તકના પેજ -૫૯ ઉપર નીચે મુજબ હકીકત છે. લખ્યું છે કે ગામાના દાદાનું નામ પણ વાસ્કો દ ગામા હતું. પિતાનું નામ ઇસ્તેવાવો દ ગામા હતું. ૧૪૭૦માં પિતાએ સાિન્તયાગો ટેમ્પલાર પરંપરાનું સુકાન સંભાયું હતું. તેમનો પુત્ર અથૉત્ આપણા વાસ્કો દ ગામા વિષે લેખક કહે છે કે ટેમ્પલાર કલ્ટની બેઠકોમાં તે ભાગ લેતા હતા. બેઠકમાં હાજર રહેતા સભ્યોની યાદીના મૂળ દસ્તાવેજ જોઇને લેખકે આ નોંધ લખી છે.કોન્સ્ટેટિનોપલના પતન(૧૪૫૩) સાથે હિન્દુસ્તાન સાથેનો જમીની અને દરિયાઇ સંપર્ક તૂટતાં જાણે કે આત્મા સાથેનો સંબંધ કપાયો હતો. ૭૫૦ વર્ષના અંતરાલે આઇબીરિયા જે સ્થિતિમાંથી બહાર આવ્યું હતું તે સ્થિતિમાં અયોધ્યા અને હિન્દુસ્તાન શેકાઇ રહ્યા હતા. વાસ્કો દ ગામના આગમનના પગલે યુરોપીય સમુદાયમાં ભારત પહોંચવા તીવ્ર સ્પર્ધા પેદા થઇ હતી. કોણ કહે છે કે આર્તનાદ રામ સુધી પહોંચતો નથી. રામાયણની રચના કરનારા તુલસીદાસ ૧૬૨૩માં મૃત્યુ પામ્યા તે પહેલાં તો રોબર્ટ રોના પુત્ર થોમસ રો (ઇસવીસન ૧૬૧૬માં) જહાંગીરના દરબારમાં પહોંચી ગયા હતા. શું આ પણ યોગાનુયોગ છે? ‘ધ એમ્બસી ઓફ સર થોમસ રો ટુ ધ કોર્ટ ઓફ ગ્રેટ મુગલ ’ બાય થોમસ રો - પુસ્તક તમને આગળની વિગત કહેશે. (પુસ્તક ઇન્ટરનેટ પર છે. વોલ્યુમ -૨, પેજ- ૩૦૮ પર તેઓ પેટછૂટી વાત કરે છે) (ક્રમશ:)ચંદ્રકાન્ત મારવાડી, રામ એક ખોજ