ચંદ્રકાન્ત મારવાડી: દેવદૂત મળી ગયા

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુદુરાન્દગમ નજીકના ભેખડોવાળા વળાંકમાં મોટરસાઇકલ પાર્ક કરીને ઊભેલા હમઉમ્ર યુવાન નજીક પહોંચતાં ‘જય શિવિશવા’નું આદાનપ્રદાન થયું. તેમના ચહેરા પર મૂંઝવણ હતી. આખરે પ્રશ્ન પૂછીને મને રોકી લીધો, વેર આર યુ ગોઇંગ?જવાબ આપ્યો, આઇ એમ ઓન માય વે ટુવડ્ર્સ રામેશ્વરમ. યુવાનના ચહેરા પર મૂંઝવણ ઓર વધી. લાંબી વાત કરવાની ઇચ્છા હોવાથી જ તેમણે કહ્યું ‘હેવ રેસ્ટ’. છાંયડામાં અમે બેઠક લીધી. તેમને પુછ્યું ,‘ આર યુ હિન્દુ ? જવાબ મળ્યો,‘યસ, આઇ એમ.’ યાત્રા વિષેની વાતચીત કરતાં યુવાન મારું નિરીક્ષણ કર્યે જતા હતા. ભદ્રાંચલમ પહેલાં કપડાના બૂટની જોડ ફાટી જતાં આખરે આંધ્રમાંથી સ્લીપર ખરીદીને પહેર્યા હતાં. દરમિયાન તેમણે કહ્યું,‘ વાસ્તવમાં હું અહીં માર્ગ પર મોટરસાઇકલ રોકીને કેમ ઊભો રહી ગયો તેનું કારણ જડતું નથી.‘વોટ સ્ટોપ્ડ મી હીઅર, આઇ ડોન્ટ નો.’ વાતનો દોર આગળ ચાલ્યો. પ્રશ્નો પૂછીને મારી પાસેથી ઝીણામાં ઝીણી વિગત જાણવા લાગ્યા. વાતો પૂરી થતાં યુવાન ઊભો થયો અને રેક્ઝિન બેગમાંથી નવાં મોજાં કાઢીને આગ્રહપૂર્વક મને પહેરી લેવા કહ્યું. મોજાંનો સ્વીકાર કર્યો તો સ્મિત સાથે આગળ કહ્યું કે,‘તમને આશ્ચર્ય થશે પરંતુ તમે જેવાં વસ્ત્રો પહેર્યાં છે એવાં જ નવાં વસ્ત્રો મારી પાસે બેગમાં છે. મારી ઇચ્છા છે કે રામેશ્વરમ પૂજા કરો ત્યારે તમે એ નવાં વસ્ત્રોમાં પૂજા કરો,મારા પિતૃઓનું તર્પણ પણ થઇ જશે.’ અને યુવાને જાણે જાદુ કર્યો હોય તેમ હું પહેરતો હતો તેવાં જ વસ્ત્રો આપ્યાં. કૃષ્ણ અને સુદામા જેવો ઘાટ હતો. યુવાનનું નામ હતું ‘શ્રીકુમાર’. તેમણે આગ્રહપૂર્વક રોકડ રકમ પણ આપી હતી. જે રકમ રામેશ્વરના પથ પર જમવામાં જ કામ લાગી. મારી પાસેની ચલણી નોટો તો વરસાદી ભેજથી ફુગાઇ ગઇ હતી. તેમનું એડ્રસ માગ્યું તો વાતને ટાળીને મારા ઘેર પહોંચ્યા બાદ ક્યા ટેલિફોન નંબર પર મારો સંપર્ક થઇ શકશે તે નંબર માંગ્યો. કેટલા દિવસ પછી હું ઘેર પહોંચીશ તેનો હિસાબ માગીને કહ્યું કે ,‘તમે જ્યાં સુધી ઘેર નહીં પહોંચો ત્યાં સુધી મને ચિંતા રહેશે.’ આખરે નક્કી થયું કે નવમી ઓક્ટોબરે તે અમદાવાદ ફોન કરશે. બધું ખૂબ જ ઝડપથી બની ગયું હતું. મારી અનેક ચિંતાઓ પર શ્રીકુમારે પૂર્ણવિરામ મૂકર્યું હતું. છૂટા પડવાની ઘડી આવતાં પાછા વળીને શ્રીકુમારે ફરી પ્રશ્ન કર્યો ,‘ડુ યુ વોન્ટ એની ગિફ્ટ ફોર યોર ડોટર એન્ડ સન ?’ મારાથી ખડખડાટ હસીને કહેવાઇ ગયું, ‘યુ આર ટોકિંગ લાઇક ગોડ’ તેમણે ગંભીરતાથી કહ્યું, ‘ નો, આઇ એમ હીઝ મેસેન્જર!અને તે યુવાને વિદાય લીધી હતી. તે યુવાનની કાવાસાકી સુઝુકીનો નંબર હતો ..ટીએન - ૦૭ -ઝેડ ૯૫૬૭. બરોબર યાદ છે કે નવમી ઓક્ટોબરે શ્રીકુમારનો મદ્રાસથી અમદાવાદ ફોન આવ્યો હતો. ફરીથી મળી શકાય તે માટે ફરી સરનામું માંગતા જવાબ મળ્યો હતો, ‘વી શેલ મીટ ઇન હેવન’. કોહિનૂર અને કાફિરિસ્તાન ૧૮૦૯માં રણજિતસિંહ સાથે સતલજ સંધિ કરીને અંગ્રેજોએ તેમને મિત્ર બનાવ્યા હતા. દરમિયાન અફઘાનિસ્તાનમાં દોસ્ત મહંમદે શાસન સંભાળતાં પદભ્રષ્ટ થયેલા શાહ સુજાએ રણજિતનું શરણ સ્વીકાર્યું . નાદિરશાહ (૧૭૩૯માં) લૂંટી ગયો હતો તે કોહિનૂર હીરો શાહ સુજાએ જાટ શાસકને ત્યારે જ સોંપ્યો. શાહ સુજાને અફઘાનિસ્તાનની ગાદીએ પુન:સ્થાપિત કરવા રણજિતસિંહ, શાહ સુજા અને ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે ૧૮૩૮માં સિમલા સમજુતી થઇ અને તે હેતુસર જ ૧૮૩૯માં પ્રથમ અફઘાન યુદ્ધ છેડાયું. જે યુદ્ધ વિષે વીતેલા પ્રકરણમાં વાત કરી. કોહિનૂર હીરા અને કાફિરિસ્તાનની દાસ્તાન આમ સમાંતરે ચાલે છે. રણજિતસિંહના મૃત્યુ (૧૮૩૯) પછી ૧૯૪૫માં પાંચ વર્ષના દુલીપસિંહ એકમાત્ર વારસ બચ્યા હતા. રણજિત અંગ્રેજોને ઓળખતા હતા. બાકીના શીખોનું શું? અને અંગ્રેજોએ શીખો સામે ૧૮૪૯માં બીજું યુદ્ધ કરીને લાહોર પર બ્રિટિશ ધ્વજ લહેરાવ્યો હતો. એ રાહે કોહિનૂર બ્રિટિશ ક્રાઉન પાસે પહોંચ્યો. દુલીપસિંહ ૧૮૫૩માં તો ક્રિશ્વિયન બની ગયા અને ૧૮૫૪માં તેમને બ્રિટનમાં તાજના રક્ષણ હેઠળ મૂકી દેવાયા હતા. તેમનું જીવન યુરોપમાં જ વીત્યું. એટલામાં તો થયો ૧૮૫૭નો બળવો. (પ્લાસીના યુદ્ધમાં રોબર્ટના વિજયમાં જેમને અયોધ્યાની મુક્તિ દેખાઇ હશે તેમણે બળવામાં ભાગ નહીં લીધો હોય અને પરતંત્રતાની શરૂઆત દેખાઇ તેમણે ભાગ લીધો હશે.) બળવાને અંતે સત્તાઓ બ્રિટિશ તાજ હસ્તક જતાં કોહિનૂર બ્રિટિશ તાજમાં લાગી ગયો. ૧૮૭૮થી ૧૮૮૦ દરમિયાન તો બ્રિટને અફઘાનિસ્તાનમાં બીજી વારનું યુદ્ધ છેડ્યું. બ્રિટિશ પક્ષે (ભારતીય સહિત)૨૫૦૦ સૈનિકો હોમાયા. યુદ્ધની ફળશ્રુતિ એ રહી કે અફઘાનિસ્તાનની વિદેશ બાબતો બ્રિટન હસ્તક આવી. ત્રણેય અફઘાન યુદ્ધમાં માર્યા ગયેલા સિપાહીઓની સ્મૃતિને અકબંધ રાખવા લંડન અને મુંબઇ ખાતે અફઘાન ચર્ચની રચના થઇ છે. માર્યા ગયેલા ભારતીય સિપાહી વિશે કોણે જાણ્યું? પેજ-૭૫ પર છે પુરાવા: દરમિયાન ૧૮૯૦ -૯૧માં ગિલગિટના બ્રિટિશ એજન્ટ એવા ફ્રેન્ચ અધિકારી જ્યોર્જ સ્કોટ રોબર્ટસને કાફિરિસ્તાનમાં એક વર્ષ (હા ,એક વર્ષ) રઝળપાટ કરીને પુસ્તક લખ્યું ‘ધ કાફિર્સ ઓફ હિન્દુકુશ’. (આ સંશોધનના પિલરરૂપ પુસ્તક નેટ પર છે) વિસ્તારમાં વસતી ‘કાતિર’(katir) અને પ્રસુન વીરો (viron) સહિતની વિવધિ જાતિ વિશે વિસ્તૃત નોંધ (પેજ :૭૫) લેવાઇ છે. કાતિર , કાર્તલી (જ્યોર્જિયા), કેલ્ટ (યુરોપ) અને કર્ણાટક શબ્દની સમાનતા આંખે ઊડીને વળગે તેવી છે. ફ્રાન્સમાં ‘કણૉક’ પાષાણ રચના અને વસાહત પણ છે. ફરી આપનું ધ્યાન દોરું તો આ કાફિર્સનો દેખાવ યુરોપીય છે. પેજ-૭૫ પરની વિસ્તૃત વિગત આગળ જોઇશું. કાફિરિસ્તાનને પોતાની નરી આંખે જોનારી વિશ્વની છેલ્લી વ્યક્તિ એટલે રોબર્ટસન. પુસ્તક ૧૮૯૭માં પ્રગટ થવા સુધીમાં તો સમુચું કાફિરિસ્તાન નુરિસ્તાન બની ગયું હતું. રોબર્ટસને માત્ર પુસ્તક નહોતું લખ્યુ પરંતુ બે હજાર વર્ષ સુધી ઝઝૂમતા રહેલા વૈદિકધર્મી યોદ્ધાઓની કદાચ પૂજા કરી હતી. પુસ્તક અભિગમરૂપે થયેલી આ પૂજા જ સ્પર્શ થતાં સંશોધન આગળ ધપાવવા મજબૂર બન્યો હતો અને ભૂલથી રામ મળ્યા હતા. પુસ્તકની નોંધો લેતી વખતે રોબર્ટસને કદાચ છૂપાં આંસુ વહાવ્યાં હશે. (ક્રમશ:) રામ એક ખોજ-૨૬, ચંદ્રકાન્ત મારવાડી