નિમાળ-માળવા પ્રદેશમાં

13 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલીરાજપુર પછીના વિસ્તારો પણ આદિવાસી પટો હતો, પરંતુ સ્વરૂપ બદલાયું હતું. તેમાંય વરસાદ વરસતા લોકો વાવણીમાં વ્યસ્ત થતાં લૂંટફાટની શક્યતા ઘટી હતી. તાલનપુર થઇને કુક્ષી પહોંેચ્યો ત્યાં તો ધોધમાર વરસાદ સાથે નદીનાળાં છલકાઇ ગયાં. નદીઓ પર પાકા પુલ ના હોવાથી કુક્ષીમાંથી બહાર નીકળવા પાણી ઊતરે તેની પ્રતીક્ષા જ ઉપાય હતો. આ ક્ષેત્રને નિમાળ ક્ષેત્ર કહેવામાં આવે છે. આ વિસ્તારમાં ચંદ્રશેખર આઝાદની તસવીરો અને પ્રતિમાઓ ઠેરઠેર જોવા મળી. જાણવા મળ્યું કે ભગતસિંહના ગુરુ શહીદ ચંદ્રશેખર આઝાદનો જન્મ ભાભરા ખાતે થયો હતો. અલીરાજપુર - જાંબુઆ માર્ગ પર આવેલા ભાભરા ગામે પાંડે પરિવારમાં ચંદ્રશેખરનો જન્મ થયો હતો. માતાપિતા રાજસેવક હતાં. કુક્ષીથી જયોતિર્લિંગ ઓમ્કારેશ્વર ૧૦૦ કિ.મી.ના અંતરે જ હતું.( જયોતિર્લિંગ મંદિરની રચના કરાવનારા રાજા માંધાતા તે રામજીના પણ પૂર્વજ હતા. તેમના વંશજોનો મહેલ મંદિરની સામે જ છે.) નદીનાળાંમાં પાણીની સપાટી ઊતરતાં કુક્ષીથી પ્રસ્થાન કરીને બાગ -રિંગણોજ-સરદારપુરના માર્ગે આગળ વધ્યો. પ્રદેશમાં મશિ્ર વસતી છે. માર્ગમાં ટાંડા ઘાટીમાં પણ ધોળેદિવસે લૂંટનો ભય હોવાથી પોલીસપહેરો હતો. કરજણથી માંડીને પૂરી સફર વાદળછાયા વાતાવરણમાં જ રહી. આ વિસ્તારના યુવાનો પગપાળા પાવાગઢ, શામળાજીની યાત્રા કરતા હોવાનું પણ ધ્યાને આવ્યું. પાવાગઢથી બધા જ પરિચિત હતા. સરદારપુર પહોંચતાં જ મહી નદીનો નાનકડો પ્રવાહ મળી ગયો. બદવાનર- બડગાવના માર્ગે ઉજજૈન પહોંચવાનું હતું. વિસ્તારમાં સલામતી હોવાથી રાતની ઠંડકમાં પણ ચાલવાની છૂટ મળી હતી. ખુર્સોદખુર્દ ગામે સામેથી આવી રહેલી એક વ્યક્તિએ મને અભિવાદન કરીને રોકયો. ગામની હોટલે બેસતા જ પ્રશ્નોની ઝડી વરસાવી. પડછંદ દેહ ધરાવતા પી.કે. બર્વેના વ્યક્તિત્વમાં અજીબ તડપ હતી. મને મળેલી એ પ્રથમ વ્યક્તિ હતી કે જેમને સગુણ સ્વરૂપે ઇશ્વરનાં દર્શન થવાનો વિશ્વાસ પણ હતો. બર્વે વિષે વિસ્તારપૂર્વક વાત આગળ કરીશું. પદયાત્રા કરતાં કરતાં હું માળવાપ્રદેશમાં પ્રવેશી ચૂકયો હતો. વિસ્તારની જમીન કાળી અને ચીકણી હતી. મહાકાલની માળવા ભૂમિમાં વૃક્ષોના આકાર વિકરાળ થવા લાગ્યા હતા. વૃક્ષો વિક્રમ અને વેતાળની યાદ અપાવવાં લાગ્યાં. સાંભળ્યું કે મહાકાલ મંદિરમાં પરોઢિયે થતી ભસ્મ આરતીનો મહિમા છે. મહાકાલ મંદિરે પરોઢિયે થતી ભસ્મ આરતી સમયે એકકાળે સ્મશાનભૂમિ પરથી લવાતી મૃતદેહની તાજી ભસ્મ જયોતિર્લિંગ પર ચઢતી હતી. સમય બદલાતા મહાપુરુષોની ભસ્મ ચઢવા લાગી. શંકરાચાર્યજી અને ડોંગરેજી મહારાજ જેવા મહાપુરુષોની ભસ્મ ચઢાવવાનો સિલસિલો શરૂ થયા બાદ મારી જાણ મુજબ વર્તમાનમાં અખંડ ધૂણીમાંથી મળતી ભસ્મ ચઢાવવાનો સિલસિલો ચાલુ હતો. આરતીનો લાભ લેવા રાતે ઝરમર વરસાદમાં પણ ચાલતો રહ્યો હતો, પરંતુ રાતે ત્રણના સુમારે અંતર એટલું વધારે બચ્યું હતું કે ભસ્મ આરતી સમયે ના જ પહોંચી શકાય. આખરે માર્ગમાં વિશ્રામ કરીને સવારે નવ વાગે જ ક્ષપિ્રાતટે પહોંચી શકાયું. મહી નદી પછી ક્ષિપ્રારાસ્નાનનો પણ લાભ મળ્યો. જે ઘાટ પર સ્નાન કરી રહ્યો હતો ત્યાં જ અમારા ગુરુ અખાડા નિરંજની અખાડા, નિર્મલા અને દત્તાત્રેય અખાડા જોવા મળ્યા. આ ઘાટે જ કુંભસ્નાનનું આયોજન થતું હોય છે. ક્ષપિ્રાસ્નાન કરી મહાકાલનાં દર્શન માટે પ્રસ્થાન કર્યું. બર્ટ શબ્દમાં છુપાયો છે ભેદ? શબ્દરચનામાં થયેલી કંઇ કેટલીય ઊથલપાથલોના અંતે વર્તમાનમાં જે રીતના સ્પેલિંગ ઉપલબ્ધ છે તે આધારે આપણે વિચારણા આગળ વધારીએ. કપિસા સુધી પહોંચતાં મૂળ શબ્દ ભરત તે બરહટ અને જર્મેનિક ટ્રાઇબ યુરોપ પહોંચતા આ બરહટ શબ્દ અપભ્રંશ થઇને બર્ટ શબ્દ જન્મ્યો હોવાનું આપણને વેબસાઇટ બિહાઈન્ડ.કોમ પુરવાર કરી આપે છે. BERT : Gender: Masculine Usage: English, Dutch Pronounced: BURT (English), BERT (Dutch) [key] Short form of ALBERT and other names containing the element bert, often derived from the Germanic element beraht meaning “bright”. એગબર્ટ ધ સેક્સન (EGBERT OR ECBERHT) ઇસવીસન ૮૨૫માં ઇંગ્લેન્ડના પ્રથમ સ્વતંત્ર રાજા બન્યા હતા. અહીં તો બરહટ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ છે જ. રોબર્ટ અને બર્ટ શબ્દ રાજવીકુળોના ઉદ્ગમ સાથે સંકળાયેલા છે. બરહટ અંગ્રેજી નામ નથી જ પરંતુ વેબસાઇટ પર ‘બરહટ’ ટાઇપ કરતાં તેની નજીકના નામની સુચિ જોશો તો બ્રિટન, ભરત બરહટમાંથી જન્મ્યો હોવાનો સંકેત મળે છે. પાંચમી સદીના મેરોવીન્જિયન એટલે કે લાંબા વાળ ધરાવતા રાજવીઓ તરીકે ઓળખાતા રાજવીઓનાં નામ જોઇએ તો તેમાં સગિબર્ટ ((sigebert), દેગોબર્ટ (dagobert), બરગંડીના રાજવી ગુન્તરામ ((Berhatigin)guntaram), જેવા રાજવીઓનો સમાવેશ થતો હતો. આપણે આગળ જાણી ચૂક્યા છીએ કે પૂર્વે અફઘાનિસ્તાનની જે રાજધાની હતી તેનું નામ હતું કપિસા(kapisa or capisa)આજનું બેગરામ). આ પ્રાચીન કપિસા નગર પર ૬૦ પેઢી સુધી શાસન કરનારા મિહિર (સૂર્ય)કુળની કાબુલશાહી શાસન પરંપરાના સ્થાપક તરીકે બરહટગિન (Berhatigin)ના નામને જર્મેનિક રાજકુળોએ યાદ રાખ્યા હતા. અલ-બિરુનીની નોંધે સૂર્યવંશીઓના ઈતિહાસને ખરડ્યો હોવાની વાત આપણે આગળ પર કરીશું. બેલ્જિયમના રામભક્ત બેલગે કે બલોચ ? હિન્દુસ્તાનના સીમાડાના સિંહદ્વાર જેવા પ્રદેશમાં વસવાટ કરીને સિંહદ્વારને વળગી રહેનારા સમૂહો સૂર્યવંશીઓ સાથે કૂચ કરી ગયા હતા. તેમાં બલોચોનો પણ સમાવેશ થાય છે? ૧૮૩૦થી બેિલ્જયયમ તરીકે ઓળખાતા દેશના ઈતિહાસ પર નજર નાખશો તો જાણી શકશો કે Balgae celtic tribe આ પ્રદેશમાં વસતી હોવાથી તેને નામ અપાયું છે બેલ્જિયમ. પોતાના હિન્દુકુશના મૂળપ્રદેશમાં વસી રહેલા બાંધવો સુધી પહોંચવા તેમણે પણ પિકટ્સની જેમ ઓછા પ્રયાસ નહીં કર્યા હોય. મૂળ પ્રદેશમાં વસી રહેલા બાંધવો ઇસ્લામી આક્રમણ વખતે એક જુગાર રમવા મજબૂર બન્યા. જુગાર રમીને ધર્મ બદલ્યો પરંતુ વંશને અકબંધ રાખ્યો તે હકીકતથી બલોચના બાંધવો ‘બેલ્ગે ’ પણ પરિચિત છે. અહીં પણ વિધિની વક્રતા છે કે બલોચ તેમના બાંધવ બેલગને ઓળખી જ નથી શકતા. બેલગે અને બલોચ વચ્ચેના સાંનિધ્યને ઊંડાણથી ચકાસવાની જરૂર છે. ચંદ્રકાંત મારવાડી, રામ એક ખોજ